Book Title: Tithi Ek Samsya
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 25
________________ મતે તો શ્રી જિનપૂજા, પ્રતિક્રમણ, સામાયિક, તપ, જપ, વ્રત, નિયમ, અધ્યયન, અધ્યાપન, ગુરુવિનય, યતિધર્મ, પરીસહસહન, ઉપસર્ગસહન, નિર્દોષભિક્ષા, વિહાર આદિ સમગ્ર આચારને સામાચારી જ ગણવા જોઈએ, સિદ્ધાન્ત ગણવાની આવશ્યકતા નથી. જેને જેમ ફાવે તેમ કરે, તેનાં વિધિ-વિધાન અને તેના અતિચારોનું વર્ણન કરવાની કોઈ જરૂર નહિ રહે. આ સામાચારી છે અને સિદ્ધાન્ત નથી – એનો નિર્ણય પણ શાસ્ત્રાનુસારે થતો હોય છે. સામાચારીનું પાલન કરવું જોઈએ' - આ સિદ્ધાન્ત છે, સામાચારી નથી. પરંતુ પોતાના એક કદાગ્રહના કારણે તિથિને સામાચારીસ્વરૂપે વર્ણવનારા મનસ્વીપણે સિદ્ધાન્તનો દ્રોહ કરી રહ્યા છે. માયાની પણ એક હદ હોય છે. જો ખરેખર જ તિથિ સામાચારી જ છે તો એનો વિવાદ કરવાની આવશ્યકતા ક્યાં છે ? જુદા જુદા ગચ્છોમાં ચાલતી સામાચારી અંગે ક્યાં કોઈ વિવાદ કરે છે ? કોઈ પીળાં કપડાં વાપરે છે, કોઈ સફેદ કપડાં વાપરે છે. કોઈ લાંબાં કપડાં ઓઢે છે, કોઈ ટૂંકાં ઓઢે છે. કોઈ લાલ પાત્રો વાપરે છે, તો કોઈ કાળાં કે પીળાં પાત્રો વાપરે છે. એ વિષયમાં જો કોઈ વિવાદ કરતા નથી, તો તિથિના વિષયમાં વિવાદ કરવાની જરૂર કેમ પડી ? પોતાની માન્યતાને વફાદાર નહિ રહેનારા બેવફાઓનો જોટો મળે એમ નથી. પોતાની કદાગ્રહપૂર્ણ દુષ્ટ માન્યતાની સિદ્ધિ માટે તેઓ ખૂબ જ હાસ્યાસ્પદ વાતો કરતા હોય છે. દા.ત. “સેંકડો વર્ષથી સંવત્સરી જે વારે આવે છે તે જ વારે બેસતું વર્ષ આવે છે.” ======= (૨૪) -------- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30