________________
હતી જ નહિ. દેવસૂરગચ્છની પરંપરાના નામે અસત્ય વસ્તુની પ્રરૂપણા કરનારા આજ સુધી તો એવી પરંપરાને પ્રામાણિક રીતે પુરવાર કરવા શકતિમાન બન્યા નથી. વ્યકતિગત દ્વેષના કારણે તિથિનો વિવાદ વક્ય છે – એ નક્કર હકીકત સ્વીકાર્યા વિના છૂટકો નથી. કોઈ પણ જાતનો પૂર્વગ્રહ રાખ્યા વિના તિથિના વિષયમાં વિચારાય તો આજે પણ સત્યની પ્રાપ્તિ શક્ય છે. પરંતુ વર્તમાન સંયોગો જોતાં એ હાલમાં તો શક્ય લાગતું નથી. મુમુક્ષુ પુણ્યાત્માઓ વ્યકતિગત રીતે એ સત્યને પ્રાપ્ત કરી લે - તે એક જ આજે શક્ય છે.
વર્ષોથી સાચી આરાધના અને પ્રરૂપણા કરનારા મહાત્માઓએ પણ અંગતદ્વેષાદિના કારણે એક્તાના નેજા નીચે તિથિ વગેરે સંબંધમાં ખોટી આરાધના અને પ્રરૂપણા કરવાનું હવે ચાલુ કર્યું છે. આથી પણ તિથિવિષયક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વ્યક્તિગત દ્વેષ અને કદાગ્રહાદિના કારણે સાચા માર્ગને પારાવાર નુકસાન થયું છે.
પરમતારક શાસનથી ય પોતાની જાતને અધિક માનનારા ઉપદેશકો શાસન અને શાસ્ત્રથી લોકોને દૂર રાખે એ સમજી શકીએ, પણ આત્માર્થી જનોએ તો કોઈ પણ રીતે એમાં સહભાગી નહિ બનવું જોઈએ. પોતાની વર્ષોથી ચાલી આવતી સાચી પ્રણાલિકા, શાસ્ત્રવચનો, પરમતારક પૂ. ગુરુદેવાદિનો આદેશ, વર્ષોથી કરેલી પ્રરૂપણા અને પોતાનાં જ લખાણો વગેરેને પણ વફાદાર રહ્યા વિના માત્ર અંગદ્વેષના કારણે એ બધાનો દ્રોહ કરનારા આ નવા
––––––––૧૯)––––––––
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org