Book Title: Tithi Ek Samsya
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 22
________________ રહી શકાય પરન્તુ મોક્ષે ન પહોંચાય, મોક્ષમાર્ગમાં પણ ન રહેવાય. સાથે રહેવું કે મોક્ષમાર્ગમાં રહેવું એનો નિર્ણય આપણે જાતે જ કરવાનો છે. આજ સુધી પોતાના ઘરની પણ એકતા કરી નહિ શકનારા પોતાનું ઘર ભાંગીને હવે સકલ શ્રી સંઘની એકતા કરવાની વાતો કરી રહ્યા છે. સ્વપક્ષમાં અરસ-પરસ વંદન કે ગોચરી વગેરેનો વ્યવહાર ન હોવા છતાં એકતાની સુફિયાણી વાતો કરી સકલ શ્રી જૈનસંઘને શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય પરંપરાનુસાર આરાધનાથી વંચિત રાખવાનું અધમકૃત્ય તેઓ કરી રહ્યા છે. શ્રદ્ધા અને વિવેકસંપન્ન આરાધકોને એટલી જ ભલામણ છે કે – આવા અસ્થિર ઉપદેશકોથી દૂર રહી આ વર્ષે (વિ.સં. ૨૦૬૧માં) ભા.સુ.૪ : બુધવાર : તા. ૭-૯-૨૦૦૫ ના દિવસે જ સંવત્સરી મહાપર્વની આરાધના કરી આરાધક બની રહે. આવા વિષમ પ્રસંગો દર વખતે નથી આવતા. જ્યારે એવા વિષમસંયોગો ઊભા ન થાય ત્યારે તો કોઇને કશું જ જણાવવાનું રહેતું નથી. પરન્તુ આવા વિષમ અવસરે, ખોટા દિવસે પર્વની આરાધના કરવાથી વિરાધક બની ના જવાય - એની કાળજી રાખ્યા વિના ચાલે એવું નથી. વ્યવહારમાં પણ જન્મદિવસ, મૃત્યુતિથિ કે લગ્નદિવસ આદિની ઉજવણી ખોટા દિવસે કરવાનું કોઇ જ પસંદ નથી કરતા, તો લોકોત્તરધર્મની આરાધના ખોટા દિવસે કરવાનું કઇ રીતે પસંદ કરાય ? ચાલુ વર્ષે ‘જન્મભૂમિ પ્રત્યક્ષપંચાંગ’ માં ઉપર જણાવ્યા મુજબ સંવત્સરી (ભા.સુ.૪) તા. ૭-૯-૨૦૦૫ ના બુધવારના દિવસે હોવાથી તે ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30