________________
આરાધના કરવામાં આવે તો કોઇ વિવાદ નહિ રહે. પરન્તુ ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય જ નહિ' –આવી કદાગ્રહભરેલી પોતાની માન્યતાને લઇને કહેવાતા એકતિથિવાળા વર્ગે વિવાદ ઊભો કર્યો છે. ‘ક્ષયે પૂ....' આ વચનનો ઉપર જણાવ્યા પૂર્ણ... મુજબનો અર્થ માન્ય રાખીને અપર્વતિથિ(ત્રીજ-ચોથ વગેરે) ઓની આરાધના એ મુજબ કરતા હોવા છતાં પર્વતિથિ અંગે તેઓ પોતાના દાગ્રહી વલણના કારણે ‘ક્ષયે પૂ....’ આ પ્રઘોષનો ખોટો અર્થ કરે છે. ‘પર્વતિથિનો ક્ષય આવે ત્યારે તેની પૂર્વેની અપર્વતિથિનો ક્ષય કરવો અને પર્વતિથિ(બીજ, પાંચમ...વગેરે)ની વૃદ્ધિ આવે ત્યારે તેની પૂર્વેની અપર્વતિથિની વૃદ્ધિ કરવી.’’ આવો અર્થ ખૂબ જ વિલક્ષણ રીતે કરીને પોતાની વિદ્વત્તાનો તેઓ પરિચય આપી રહ્યા છે.
ઉપર જણાવેલા વિવાદના વિષયમાં વિ.સં. ૧૯૯૯ની સાલમાં લવાદીચર્ચાના અન્તે તિથિચર્ચા-સંબંધી નિર્ણય તો આવી જ ગયો હતો. પરન્તુ કહેવાતા એકતિથિવાળા વર્ગે એ નિર્ણયને માન્ય રાખ્યો નહિ અને પોતાની સાધુતાદિને જોખમમાં મૂકીને, લવાદ વગેરે ઉપર આધાર વિનાના આક્ષેપો કર્યાં. જૈનેતર વિદ્વાન જે સમજી શક્યા તે જૈનાચાર્યાદિ સમજી શક્યા નહિ – એમ કહેવા કરતાં જૈનાચાર્યાદિએ માન્યું નહિ - એમ કહેવું પડે. એક કદાગ્રહના કારણે આગમોદ્ધારકશ્રીએ આગમને ધાર્યાં નહિ. સત્યને નહિ સ્વીકારવાથી ઉદ્ભવેલા વિવાદની જવાબદારી ખરેખર તો તેમની પોતાની હોવા છતાં સાચી રીતે આરાધના કરનારાને
૧૭
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org