________________
તિથિ બે સૂર્યોદય વખતે વિદ્યમાન હોય છે. આવી સ્થિતિમાં તે તિથિની વૃદ્ધિ મનાય છે. સૂર્ય અને ચંદ્રની ગતિવિશેષને લઈને આવી સ્થિતિ પર્વ કે અપર્વગમે તે તિથિ અંગે થઇ શકે છે. આમ ગમે તે તિથિનો ક્ષય અને ગમે તે તિથિની વૃદ્ધિ થઈ શકે છે. કઈ તિથિનો ક્ષય થાય અને કઈ તિથિની વૃદ્ધિ થાય - એનો નિર્ણય પોતાની ઈચ્છા પ્રમાણે કરવાનો નથી. પરન્તુ સૂર્ય - ચન્દ્રની ગતિને અનુલક્ષી પ્રત્યક્ષપંચાંગમાં જણાવ્યા અનુસાર કરવાનો છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ નહિ માનવાનું ખૂબ જ અયોગ્ય છે. આમ છતાં એ વાતને આગ્રહપૂર્વક વળગી રહેનારા વસ્તુતઃ દુરાગ્રહી છે, જિદ્દી છે અને સંઘભેદને કરનારા છે.
શ્રી સંઘમાન્ય 'જન્મભૂમિ પ્રત્યક્ષપંચાંગમાં દર્શાવ્યા મુજબ પર્વ કે અપર્વ તિથિની ક્ષય-વૃદ્ધિનો જ્યારે પ્રસંગ આવે ત્યારે તે તે તિથિની આરાધના ક્યારે કરવી – આ પ્રશ્ન સહજ રીતે ઉદભવે -એ સમજી શકાય છે. આ પ્રશ્નના નિરાકરણ માટે વાચક્વર પૂ. ઉમાસ્વાતિ મહારાજાના “ પૂર્વી તિથિઃ , વૃદ્ધ વાર્તા તથોર' - આ પ્રઘોષ (વચન) મુજબ કોઇપણ તિથિનો ક્ષય હોય ત્યારે તે તિથિનિયત આરાધના તેની પૂર્વેની તિથિએ અને કોઈ પણ તિથિની વૃદ્ધિ (બે તિથિ – બે દિવસના સૂર્યોદય વખતે વિદ્યમાન) આવે ત્યારે બીજી (ઉત્તર – બીજા દિવસના સૂર્યોદય વખતે વિદ્યમાન) તિથિએ તે તિથિ – નિયત આરાધના કરવાનું જણાવાય છે. આ પ્રમાણે શાસ્ત્રવચનોને અનુલક્ષી દરેક તિથિની
–––––––
–(૧)––––––––
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org