________________
અને પર્વારાધન' આ પુસ્તક ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી લેવું જોઇએ. એની સાથે “પર્વતિથિ-નિર્ણય” આ પુસ્તક પણ વાંચી લેવું જોઈએ, જેથી ખ્યાલ આવશે કે પરમ-તારક શાસનના સર્વોચ્ચ સ્થાને બિરાજેલા આચાર્ય-ભગવન્તાદિ મહાત્માઓ પણ કદાગ્રહને વશ બનીને કેટલી હદ સુધી અસત્ય લખી શકે છે. કદાગ્રહ વગરના અજાણ જિજ્ઞાસુઓને સમજાવવા માટે અનેક ઉપાયો છે, પરંતુ કદાગ્રહીઓને સમજાવવા માટે કોઈ જ ઉપાય નથી. તેઓ જો કદાગ્રહ મૂકી દે તો એકીસાથે સેંકડો ઉપાયો દ્વારા તેમને સત્યવસ્તુની પ્રાપ્તિ કરાવી શકાય છે. એવા કદાગ્રહ વિનાના જિજ્ઞાસુઓ માટે અહીં એક ટૂંકો પ્રયત્ન કર્યો છે.
સેંકડો વર્ષ પૂર્વે શ્રી જૈનપંચાંગ નષ્ટ થયા પછી લૌકિક પંચાંગમાં દર્શાવેલ તિથિને યથાવત્ માન્ય રાખી ‘મિ.” અને
જે પૂર્વી ... ' ઇત્યાદિ શાસ્ત્રવચનોના આધારે સકલ શ્રી જૈનસંઘ આરાધના કરતો હતો. વિ.સં. ૨૦૧૪ની સાલમાં 'જન્મભૂમિ પ્રત્યક્ષપંચાંગ મુજબ તેમાં દર્શાવેલી તિથિઓને યથાવત્ માન્ય રાખી ઉપર જણાવેલા શાસ્ત્રવચનાનુસાર આરાધના કરવાનો સકલ શ્રી જૈનસંઘે નિર્ણય ર્યો. આજે પણ એ મુજબ પર્વોપર્વ સઘળી ય તિથિઓની આરાધના કરવાનું ચાલુ છે – એ વિષયમાં કોઈ વિવાદ નથી. વિ.સં. ૨૦૧૪માં કરાયેલા ઉપર મુજબના નિર્ણયપૂર્વે અન્ય (અંડાશુ ચંડુ વગેરે) લૌકિક પંચાંગોમાં દર્શાવેલ તિથિઓને યથાવત્ માન્ય રાખી ઉપર જણાવ્યા મુજબ જ શાસ્ત્રાનુસાર આરાધના કરાતી હતી. વચ્ચે યતિઓના કાળમાં,
–––––––૧૪)–––––––– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org