________________
કરવા માટે અપાયેલા) ઉપાશ્રયમાં આવતા અટકાવવાનો નિંદનીય પ્રયાસ કેટલાક વહીવટદારો કરી રહ્યા છે. દોરાધાગા કરનારા, સંવતંત્ર કરનાર, જ્યોતિષાદિ જોઈ આપનારા, હાથ જોનારા, શાસ્ત્રવિદ્ધ પ્રરૂપણા કરનારા, ઘંટાકર્ણ વગેરે દેવદેવીઓના હોમહવન-પૂજન કરનારા વગેરે મહાત્માઓ તેમના ઉપાશ્રયમાં રહી શકે છે. માત્ર શાસ્ત્રસિદ્ધ સમર્થન કરનારા મહાત્મા તેમના ઉપાશ્રયમાં રહી શકશે નહિ. આશ્ચર્ય તો એ વાતનું છે કે આવી રીતે ઠરાવો કરતી વખતે એટલું પણ વિચાર્યું નથી કે આપણા ઉપાશ્રયમાં બેતિથિવાળા વર્ગનાં દાન વગેરે લીધા પછી તેમને આરાધના કરવાકરાવવાનો નિષેધ કઈ રીતે કરાય ?
જેને આગળ કરીને સંઘર્ષપૂર્ણ વાતાવરણ સર્જવા આચાર્યભગવન્તાદિ મહાત્માઓ કાર્યરત છે એ તિથિચર્ચા' અંગે થોડી વિચારણા કરી લઈએ. છેલ્લાં પચાસ વર્ષથી કંઈકેટલીય વાર આ સમસ્યાના ઉકેલ માટે ખૂબ જ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો ક્ય, પરન્તુ આ સમસ્યા ઉકેલ વિનાની જ રહી છે. નજીકના ગાળામાં પણ એનો કોઈ ઉકેલ આવે એવું અત્યારે તો જણાતું નથી. જેમને સમજવું જ નથી અને ગમે તેમ પણ એ સમસ્યા ઊભી રાખવી છે - એવા લોકોને સમજાવવાનો કોઈ જ અર્થ નથી. આ સમસ્યાના ઉકેલ માટે આજ સુધી પ્રામાણિકપણે જે પ્રયત્નો થયા છે – એનો વિસ્તારથી ખ્યાલ આપવાનું અહીં શક્ય નથી અને એનું હાલમાં કોઈ પ્રયોજન પણ નથી. વિસ્તારથી એનો ખ્યાલ મેળવવાની જેમને ઇચ્છા હોય તેઓએ “જૈનદૃષ્ટિએ તિથિદિન –––––––––૧૩) ––––––––
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org