Book Title: Tithi Ek Samsya
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 12
________________ વર્ષમાં આવા કંઈકેટલાય પ્રસંગો બની ગયા છે, પણ સિદ્ધાન્તની રક્ષામાં સંઘભેદ નું કોઈએ જણાવ્યું નથી. સંઘભેદ સાચી આરાધના કરવામાં થાય કે સાચી આરાધના અટકાવવામાં થાય ? અર્થ અને કામ માટે પોતાનાં કુટુંબોનો ભેદ કરનારા અને અંગત માનસન્માન માટે ઈર્ષ્યા વગેરેને લઈને સમુદાયનો ભેદ કરનારા ‘સંઘભેદનું પાપ સમજાવવા નીકળ્યા છે ! સાચું આચરનારા સંઘભેદ કરતા નથી, પણ ખોટું કરનારાને પોતાનો સંઘ તૂટતો લાગ્યો તેથી ‘સંઘભેદ'ની બૂમો પડવા માંડી છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા સૌ કોઇ મહાત્માઓ સારી રીતે સમજે છે કે સ્થાનના વ્યવસ્થાપકો વગેરેની રજા વિના તે સ્થાનમાં પૂ. સાધુસાધ્વીજી માથી રહેવાય નહિ. એ વિષયમાં કોઈ જ વિવાદ પણ ન હોય. આથી જ અમદાવાદમાં પાંજરાપોળ વગેરે ઉપાશ્રયોમાં અને મુંબઈમાં ગોડીજી વગેરેના ઉપાશ્રયે બે-તિથિવર્ગના પૂજ્યોને ઊતરવાની રજા નથી. છતાં તે મહાત્માઓએ કે તેમના શ્રાવકોએ ક્યારે પણ તે અંગે કોઈ જ ફરિયાદ કરી નથી. જ્ઞાનમંદિર, શ્રીપાળનગર વગેરે સ્થાનો બનતાં પહેલાં ય નહિ અને પછી ય નહિ. આનાથી તદ્દન જ વિપરીત પરિસ્થિતિ આજે જોવા મળે છે. નેવું ટકા મનાતો એકતિથિવર્ગ સમૃદ્ધ હોવા છતાં શ્રીપાળનગર કે ચંદનબાળા વગેરે સ્થાનોમાં ઊતરવા નહિ મળવાની ફરિયાદ જાહેરમાં કરી, તે વર્ગના પૂજ્યો પોતાની તુચ્છ મનોવૃત્તિનું પ્રદર્શન કરી રહ્યા છે અને ‘બે-તિથિવાળા શ્રાવકો વહોરાવતા નથી” ––––––––(૧૧) –––––––– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30