Book Title: Tithi Ek Samsya
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 10
________________ પરમાત્માઓના નામે કરે છે. જ્યારે આજનો આ “પચીસમો તીર્થકર શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાને જ માનવા તૈયાર નથી. જેમના માથે શ્રી તીર્થંકર પરમાત્મા નથી એવાઓને શ્રી તીર્થંકર પરમાત્મા માનવાનો કોઈ જ અર્થ નથી. જે શાસનમાં નિત્ય શ્રી જિનપૂજા - જેવું અનુષ્ઠાન પણ શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાને શિરોધાર્ય બનાવ્યા વિના કરવાનો નિષેધ છે, ત્યાં શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાનો લોપ કરનારા પોતાની જાતને શ્રી તીર્થકર કહેવરાવી રહ્યા છે. શ્રી તીર્થંકરદેવોની આજ્ઞા માન્યા વિના કોઈ જ આત્મા શ્રી તીર્થંકર પરમાત્મા થયો નથી. પરન્તુ આજે કેટલાક લોકોનો વર્ગ શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા તોડીને તીર્થકર બનવા નીકળી પડ્યો છે. દેવાધિદેવની આજ્ઞા તોડીને “પચીસમા તીર્થંકર થવાતું હોય તો આ દુનિયા એવા તીર્થકરોથી ઊભરાઈ જવાની ! આવા બની બેઠેલા “તીર્થકરોને ભાનમાં લાવવા, જરૂરી બધું જ થાય. આવાને સીધા ન કરનારો પાપમાં પડે. ટ્રસ્ટીઓએ કે શ્રીસંઘે યાદ રાખવાની જરૂર છે કે શ્રી તીર્થંકર પરમાત્માદિએ કરેલી વ્યવસ્થાનું પાલન કરવા-કરાવવાનો જ તેમને અધિકાર છે. તે પરમ-તારક વ્યવસ્થાનો છેદ કરી નવા ઠરાવો કરવાનો તેમને કોઈ જ અધિકાર આપ્યો નથી અને ભવિષ્યમાં પણ અપાવાનો નથી. શાસ્ત્ર કે શાસ્ત્રમાન્ય પરંપરાથી અસ્તિત્વમાં આવેલી વ્યવસ્થાને અનુરૂપ જીવન જીવવામાં જ તેમનું એકાન્ત કલ્યાણ છે. અશાસ્ત્રીય ઠરાવો કરાવી શ્રી તીર્થકરપરમાત્મા નહિ થવાય, દુર્લભબોધિ થવાશે. ––––––– – –––––––– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30