Book Title: Tithi Ek Samsya
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 9
________________ કેટલાક મહાત્માઓ ય એમાં જોડાયા છે. સીધી રીતે કે આડકતરી રીતે સંકળાયેલા એ મહાત્માઓએ જે રમત શરૂ કરી છે, તે પરમતારક શ્રી જિનશાસનને પારાવાર નુકસાન પહોંચાડનારી છે. શતિસંપન્ન આત્માઓ સમયસર એને અટકાવવા પ્રયત્ન નહિ કરે તો ભવિષ્યમાં કેવી સ્થિતિ સર્જાશે–એ કહી શકાય એવું નથી. એકતા, શાંતિ અને સમાધિના સોહામણા નામ નીચે શ્રી જિનશાસનની મર્યાદાની સાથે ખૂબ જ ખતરનાક રમત રમનારાને વહેલામાં વહેલી તકે ઓળખી લેવાની જરૂર છે અને જેમ બને તેમ સવાંગીણ પ્રયત્નથી તેમને અટકાવવાની જરૂર છે. એકતિથિવર્ગના કેટલાંક સ્થાનના ટ્રસ્ટીઓ પોતાની માન્યતા મુજબના ઠરાવો આખા સંઘના માથે લાદી રહ્યા છે. ટ્રસ્ટીઓને કે શ્રીસંઘને શાસ્ત્રવિદ્ધ અને શાસ્ત્રમાન્ય પરંપરા – વિરુદ્ધ કોઈ ઠરાવ કરવાનો કોઈ જ અધિકાર નથી. પોતાની મર્યાદાનો જેમને ખ્યાલ નથી એવા ટ્રસ્ટીઓ અને તે તે સ્થાનિક સંઘોની પાસે સિદ્ધાન્તરક્ષાની અપેક્ષા રાખી ન જ શકાય. પરન્તુ સિદ્ધાન્તરક્ષક એવા આચાર્યભગવન્તો આવી શાસ્ત્રબાહુય પ્રવૃત્તિમાં રસ લઈ રહ્યા છે-તે ખેદજનક છે. પોતાની મર્યાદાનો જેઓ ભંગ કરી પોતાની જાતને પચીસમો તીર્થકર કહેવરાવી રહયા છે, એવા શાસનના પ્રત્યેનીકો પચીસમા તીર્થકર તો નહિ જ, પણ શાસનના આરાધક પણ નથી. દેવાધિદેવ શ્રી તીર્થંકર-પરમાત્માઓ પણ મર્યાદાનું પાલન કરતા હોય છે. કેવલજ્ઞાન દ્વારા સચરાચર વિશ્વના જ્ઞાતાઓ પણ જે કાંઈ વાત કરે છે તે અનન્તા શ્રી તીર્થકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30