________________
બે પર્વતિથિ (પર્વતિથિની વૃદ્ધિ) પંચાંગમાં દર્શાવી હોય અને ક્ષીણ પર્વતિથિ દર્શાવી હોય ત્યારે તે તે પર્વતિથિની પૂર્વેની કે પછીની તિથિની વૃદ્ધિ અને ક્ષય આપણાં ભીંતિયાં પંચાંગો વગેરેમાં જણાવવાનું શરૂ થયેલું. એની પાછળનો આશય એટલો જ હતો કે ‘પર્વતિથિની આરાધના તેવા પ્રસંગે ક્યારે કરવી’-એ પૂછવું ન પડે. પરન્તુ એ પ્રવૃત્તિના કારણે કેટલાક વિદ્વાન ગણાતા આચાર્યભગવન્તાદિ વર્ગે ‘‘પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય જ નહિ” આવા અપસિદ્ધાન્તને સ્વીકારી વિવાદની શરૂઆત કરી. ખૂબી તો એ છે કે વિવાદ શરૂ કરનારા તેઓ બીજાને ઝઘડાળુ, જિદ્દી, સંઘભેદ કરનારા વગેરે જણાવી રહ્યા છે. જે વિશેષણો ખરેખર તો તેમનામાં ઘટે છે તે વિશેષણો તેઓ બીજાને લગાડી પોતાની જાત બતાવી રહ્યા છે.
સામાન્ય રીતે સૂર્ય અને ચન્દ્રના અન્તરને તિથિ કહેવાય છે. વરસમાં ૩૬૦ તિથિઓ (મહિનામાં ૩૦ તિથિઓ) આવે છે. પરન્તુ સૂર્ય અને ચન્દ્રની ગતિની અનિશ્ચિતતાના કારણે કોઇ વાર એક તિથિને પૂર્ણ થતાં ઓછામાં ઓછા આશરે વીશ કલાક થાય છે અને વધારેમાં વધારે આશરે સત્તાવીશ કલાક થાય છે. આથી સમજી શકાશે કે કોઇ વાર તિથિનો પ્રારંભ સૂર્યોદય પછી તરત થાય અને તે વીશેક ક્લાકમાં પૂર્ણ થાય તો તે તિથિ બંન્ને સૂર્યોદય વખતે વિદ્યમાન નથી હોતી. આવી સ્થિતિમાં તે તિથિનો ક્ષય મનાય છે અને જ્યારે કોઇ વાર તિથિનો પ્રારંભ સૂર્યોદય પૂર્વે થયો હોય અને તે બીજા દિવસે સૂર્યોદય પછી પૂર્ણ થાય ત્યારે તે
૧૫
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org