Book Title: Tithi Ek Samsya
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 4
________________ જૂની વાત કરી શા માટે? વિ.સં. ૨૦૫૫માં સંવત્સરીભેદ આવેલો. ત્યારે સાચી સંવત્સરીનો ખ્યાલ આપવા એક પુસ્તિકા ઉકેલ વિનાની સમસ્યાઓ” નામે પ્રગટ કરેલી. આ વર્ષે (વિ.સં. ૨૦૬૧માં) ફરી સંવત્સરીભેદ આવી રહ્યો છે, છતાં એ અંગે કોઈ પ્રચારસાહિત્યનું પ્રકાશન કરવાની ઈચ્છા હતી નહિ. પરંતુ એક-તિથિપક્ષ તરફથી, રસ્વ. પંડિત પ્રભુદાસબેચરદાસ પારેખના લખેલા એક જૂના લખાણનો પર્વતિથિ અંગેની સરળ સાચી અને શાસ્ત્રીય સમજણ” નામની પુસ્તિકા દ્વારા પ્રચાર આરંભાયો. આથી મારી અગાઉની પુસ્તિકાનું પુનઃ પ્રકાશન થઈ રહ્યું છે. (મુંબઈના પરાના એક સંધે પોતાના સ્થાનમાં બે-તિથિપક્ષને આવતો અટકાવવા ઠરાવો કરેલા. એઠરાવો અંગે પણ એ પુસ્તિકામાં શાસ્ત્રીય પક્ષ રજૂ કરેલો. આ નવી પુસ્તિકામાં એમાંથી માત્રતિથિ અંગેના વિષયનું લખાણ લીધું છે.) સ્વ. પંડિતજીની ધર્મશ્રદ્ધા અંગે વિવાદ નથી. પરંતુ તેમની શાસ્ત્રીય સમજણ, વ્યાકરણ વગેરેનું જ્ઞાન, તેમના રાજકીયસામાજિક વિચારો વગેરેમાં સંમત થવા જેવું ઘણું ઓછું છે. તિથિ વ્યવસ્થા અંગે પુસ્તિકામાં પ્રગટ થયેલું તેમનું લખાણ, તેમની વિદ્વત્તાનો કે વિચાર-શક્તિનોનહિ, પરંતુતિથિનિર્ણય અંગે તેમના મનમાં બંધાઈ ગયેલા ખોટા આગ્રહનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. “ક્ષયે પૂર્વાઇ' પ્રઘોષમાંના “કાર્યા' શબ્દનો “આરાધ્યા” જેવો અર્થ કરવા સામે પંડિતજવાંધા(પૃ.૧૪-૧૫) રજૂ કરે છે અને પ્રઘોષમાં Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30