________________
[ ૮૭ ]. (વધુમાં સર્વ આચાચાની સંમતિ વિના તમે ઠરાવ પણ કરી શકતા નથી એ પણ તમારી પ્રથમની ભૂલ જ છે અને નહિ ફેરવવા રૂપ આ બીજી ભૂલ થઈ રહી છે.)
માટે તમારી કલમથી પણ તમારે ફારફેર કર જાઈએ. એક નાનું બાળક સમજે એવી વાત છે. પરંતુ પાપભીરુતા વિના સમજાય નહિ.
અંતમાં લખ્યું કે આજે કેટલાએ શહેર અને ગામમાં જુદા જુદા રીવાજે છે. તે પણ વધુ પડતું લખાણ છે. કારણ કે ભારતમાં જૈનેની વસ્તીવાળાં જેટલાં શહેર અને ગામો છે તે ગણતરી કરતાં સુપનના પૈસા ઉપાશ્રય જ્ઞાન કે સર્વસામાન્ય સાધારણ ખાતામાં જતાં હોય તેવાં શહેર અને ગામ સો ગામે પાંચ ગામ પણ મળવા મુશ્કેલ છે.
* કઈ એમ કહે કે અમુક જગ્યાએ તે આમ ચાલે છે તે કહેવાનું એ છે કે ભાઈઓ! પડતાના દાખલા કોઈ દિવસ લેવાય નહિ, દાખલા તે ચઢતાના લેવાય. નીચે જનાર પડતાના દાખલા લે, પરંતુ જેને ઉંચે જવું છે તે તે ચડતાના જ દાખલા લે.
. અવળી પ્રરૂપણા સમ્યક્ત્વનો નાશ કરનાર છે. મરીચી એક વાક્ય જુઠું બેલ્યા કે તેનો સંસાર વધી ગયે. આ હિતદષ્ટિએ લખાઈ રહ્યું છે, માટે ભૂલની માફી માગી શુદ્ધ થવું કલ્યાણકારી છે.
અમોએ પણ અત્રે પર્યુષણમાં સ્વમ-પારણા નિમિત્તે જે દેવદ્રવ્યને નુકશાન પડતું હતું તે ભરપાઈ કરવા પૂર્વક