Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

View full book text
Previous | Next

Page 145
________________ [ ૧૩૩ ] સર ભાડા આપવામાં આનાકાની કરે, વ્યાજબી રીતે પણ ભાડાં વધારવામાં ગલાતલ્લા કરે, ને છેવટે દેવદ્રવ્યની મિલ્કતને નુકશાન પહોંચે તે પરત્વેને પણ તેમને કશે જ રંજ કે ખેદ ન મલેઃ દેવદ્રવ્યની રક્ષા કરવી તો દૂર રહી, પણ તેના ભક્ષણ સુધીની નિકતા આવી જાય તે ઘણું જગ્યાએ જોવા-જાણવા મળે છે. તે દષ્ટિએ પૂ. આ. મ. શ્રીએ જે સ્પષ્ટતા કરીને જણાવી દીધું કે, “વ્યાજબી ભાસતું નથી” તે ખરેખર ખૂબ જ સમુચિત છે. દેવદ્રવ્યને અગે ઉપગી કેટલીક બાબતે વારંવાર અત્રે એટલા જ માટે જણાવવી પડે છે કે, સુજ્ઞ વાચકવર્ગના ધ્યાનમાં આ હકીકત તદન સ્પષ્ટતાથી ને સચોટપણે આવી શકે, કે દેવદ્રવ્યની રક્ષા માટે તેમજ તેના ભક્ષણનો દોષ ન લાગી જાય તે માટે સેના પ્રશ્ન જેવા ગ્રંથમાં કેટ-કેટલે ભાર મૂકેલ છે. હાલમાં કેટલાક સ્થળે ગુરુપૂજનનું દ્રવ્ય વૈયાવચમાં લઈ જવાની પ્રવૃત્તિ વધતી જાય છે. પણ ખરી રીતે ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય છે. એ હકીકતની સ્પષ્ટતા કરવી અત્રે પ્રાસંગિક માનીને તેને અંગે પૂ. પાદ જગદગુરુ તપગચ્છાધિપતિ આચાર્ય મ. શ્રી હિરસૂરીશ્વરજી મ. શ્રીને પૂછાયેલ પ્રશ્નોત્તર ગ્રંથ જે “હીરપ્રશ્નના નામથી સુપ્રસિદ્ધ છે. તેના પ્રમાણેથી સ્પષ્ટતા કરવી આવશ્યક જણાઈ છે?

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164