Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

Previous | Next

Page 163
________________ ઉ ૫ સંહા ૨ અનંતજ્ઞાની પરમતારક શ્રી જિનેશ્વરદેવનાં શાસનને પામવાનું જે ભાગ્યશાલી આત્માઓને સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે. તેવા મહાપુણ્યશાલી આત્માઓ તે પરમતારક શ્રી અરિહંત પરમાત્માના શાસનની નિષ્ઠાપૂર્વક આરાધના કરવા સદા ઉજમાલ રહે તે સહજ છે. તેવા આત્માઓ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને સદા સર્વદા હદયમાં આદરપૂર્વક બહુમાનભાવે સ્થાન આપે તે હકીકત નિશ્ચિત છે. તેવા આરાધક શ્રી ચતુર્વિધ સંઘ સમસ્તને ઉદેશીને સવમદ્રવ્ય દેવદ્રવ્ય જ છે' –એ શાસ્ત્રાનુસારી સુવિહિત મહાપુરૂષોને માન્ય હકીકત આ પુસ્તકમાં વિસ્તારપૂર્વક સહયભાવે રજૂ થઈ છે. પાપભીરૂ આરાધક આત્માઓ આથી દેવદ્રવ્યની રક્ષા માટે સદા ઉજમાલ રહે ને જાણે-અજાણે દેવદ્રવ્યને નુકશાન ન થાય તેમ જ દેવદ્રવ્યના ભક્ષણને મહાદેષ ન લાગી જાય તે માટે જાગૃત રહે અને અનંતજ્ઞાની પરમતારક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની વિરાધના ન થઈ જાય તે માટે સાવધાની રાખે તે જ એક શુભ ઉદેશથી આ પુસ્તિકાના સાહિત્યનું સંપાદન-સંકલન મેં યથામતિ અત્રે કરેલ છે?

Loading...

Page Navigation
1 ... 161 162 163 164