Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

Previous | Next

Page 148
________________ [ શરૂદ] આથી એ સ્પષ્ટ દીવા જેવી હકીકત છે કે ગુરુપૂજાની પ્રણાલી પ્રાચીન તેમજ સુવિહિત પરંપરામાન્ય છે. ને ગુરુ પૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યરૂપ ગણાય ને તે જીર્ણોદ્ધારનાં કાર્યમાં જ વપરાય તે પણ વાસ્તવિક ને સુવિહિત મહાપુરૂષોની પરંપરાથી માન્ય છે. આ વિષયમાં દ્રવ્ય સપ્તતિકા આદિ અનેક ગ્રંથમાં સ્પષ્ટ ઉલેખે પ્રાપ્ત થાય છે. પણ અત્રે આ નાની પુસ્તિકામાં તે બધા વિસ્તાર કરવો અપ્રાસંગિક હેવાથી ટૂંકાણમાં સવમદ્રવ્ય તે દેવદ્રવ્ય છે, ને તે દેવદ્રવ્યનો ઉપયોગ શ્રી પ્રભુ ભક્તિના કાર્યમાં થાય તેમજ તેનું રક્ષણ તેમજ વ્યવસ્થા કેવી રીતે કરવી ? ઈત્યાદિ વિષયને અનુલક્ષીને ઉપયોગી હકીકતેની ખૂબ જ સ્પષ્ટતાથી સચોટ રીતે પુનરૂક્તિના દેશને નહિ ગણકારતાં અત્રે રજૂઆત કરી છે. મજ્ઞ વાચકવર્ગ હંસ-ક્ષીર ન્યાયે નિષ્પક્ષભાવે પ્રસ્તુત પતિકાનું અવગાહન કરીને શાંત-વસ્થ ચિત્તે મનન-વિદિમાસન કરીને સારને ગ્રહણ કરે એ શુભકામના.

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164