________________
[ ૧૦૮ ] નોંધ:- ઉપર મુજબ જે જે અભિપ્રાય સ્વમદ્રવ્ય દેવદ્રવ્ય જ છે. તે મુજબ નિશ્ચિતપણે બેધડક જણાવનારા રજુ કરેલ છે. તે અભિપ્રાય મેકલનારા શ્રમણ ભગવતેમાંથી આજે લગભગ ૧૨ સંખ્યામાં તે પૂ. આચાર્ય ભગવંતરૂપે વિચરી રહેલ છે. આથી હવે કશું જ કહેવાપણું રહેતું નથી કે સ્વમાની ઉપજ દેવદ્રવ્યમાં જાય તેમાં વર્તમાનમાં લગભગ બધાયે વિદ્યમાન આચાર્ય ભગવંતોમાં મતભેદ કે વિચારભેદ થા માન્યતાભેદ હોય.
જે સ્વ. પૂ. આ. ભ. શ્રી વિજયનેમિસુરિ મ સ્વ. પૂ. આ. મ. સાગરાનંદસૂરિ મ. આદિ આચાર્ય ભગવંતોને પણ અભિપ્રાય એક જ હતો ને છે કે સ્વમની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય. વિ. સં. ૧૯૯૦ના રાજનગર ખાતે મળેલ શ્રમણ સંમેલનમાં પણ એ જ નિર્ણય થયેલ છે. તદુપરાંત પૂ. સાગરાનંદસૂરિજી મહારાજે સ્વમદ્રવ્યને અનુલક્ષીને “સિદ્ધચક (પાક્ષિક, વર્ષ-૧, અંક-૧૧, પેજ-૨૫૮) માં સ્પષ્ટપણે જણાવેલ છે, જેમાં પ્રક્ષકારે પ્રશ્ન આ મુજબ કરેલ છે કે, ' -સંપાદક
પ્રશ્ન ૨૯૮- સવપ્નાની ઉપજ ને તેનું ઘી દેવદ્રવ્ય ખાતામાં લઈ જવાની શરૂઆત અમૂક વખતથી થઈ છે તે ફેરફાર કેમ ન થઈ શકે?
સમાધાન - અહંતુ પરમાત્માની માતાએ સ્વપ્નાં દેખ્યાં હતાં એટલે વસ્તુતઃ તેની સર્વ ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ અર્થાત્ દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઉપજ છે.
ધ્યાનમાં રાખવું કે વન–જન્મ-દીક્ષા એ કલ્યાણકે પણ શ્રી અરિહંત ભગવાનનાં જ છે. ઈન્દ્રાદિકાએ શ્રી જિનેશ્વર ભગ વાનની સ્તુતિ પણ ગર્ભાવતારથી જ કરી છે. ચૌદ સવપ્નાનું દર્શન પણ અહં ભગવાન કૂખે આવે ત્યારે જ તેની માતાને થાય છે, ત્રણ જગતમાં અજવાળું પણ તે ત્રણે કલ્યાણકોમાં થાય છે. માટે ધર્મિષ્ઠાને ભગવાન ગર્ભાવસ્થાથી જ ગણવાના છે.