________________
[ ૨૨૭ ] એ શ્રાવક જુએ કે- અહીં મારી કાયાથી બની શકે એવું, કોઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય છે ખરૂં?” જેમ કે કોઈ ધનવાન શ્રાવકે પ્રભુપૂજા માટે પુપ મેળવ્યાં હેય અને તે પુપની ગૂંથણી કરવાની હોય. આવું કઈ કાર્ય હેય, તે એ શ્રાવક સામાયિકને પારીને, એ કાર્ય કરવા દ્વારા, દ્રવ્યપૂજાનો પણ લાભ લઈ લે. શાસે અહીં સ્પષ્ટ કર્યું છે કે દ્રવ્યપૂજાની સામગ્રી પોતાની પાસે છે નહિ અને દ્રવ્યપૂજા માટે જરૂરી સામગ્રીને ખર્ચ નિધનપણાને કાણે પિતે કરી શકે તેમ નથી, એટલે સામાયિક પારીને પારકી સામગ્રી દ્વારા, એ, એ પ્રમાણેને લાભ લે, તે યોગ્ય જ છે. વળી, શાસે, એમ પણ કહ્યું છે કે-રોજ જે અષ્ટપ્રકારી આદિ પૂજા કરી શકે તેમ ન હોય, તેણે છેવટ રજ અાતપૂજા કરવા દ્વારા પણ પૂજાનું આચરણ કરવું. -
[જૈન પ્રવચન, વર્ષ ૪૩, અંક ૧૬]