Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

Previous | Next

Page 141
________________ [ ૨૨ ] આથી એ સ્પષ્ટ છે કે સ્વપ્નદ્રવ્ય સુવિહિત પરંપરાનુસારી જ્યારે દેવદ્રવ્ય જ છે. તે તેનો સદુપયોગ દેવની ભક્તિ નિમિત્તેના કાર્ય સિવાય અન્ય રીતે કેઈપણ સંજોગોમાં થઈ શકે નહીં. દેવદ્રવ્ય શ્રાવક પિતે વ્યાજે લે કે નહિ? તેમજ શ્રાવકને દેવદ્રવ્ય વ્યાજે અપાય કે નહિ? તથા દેવદ્રવ્યની વૃદ્ધિ કે રક્ષા કઈ રીતે કરવી ? તેને અંગે સેન પ્રશ્નમાં ઉલ્લાસ બીજેઃ પં. શ્રી જયવિજયજીગણિ કૃત પ્રશ્નોત્તર પ્રશ્ન બીજાના જવાબમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે, “મુખ્ય વૃત્તિએ દેવદ્રવ્યના વિનાશમાં જ શ્રાવકોને દોષ થાય છે. પણ કાલ પ્રમાણે ઉચિત વ્યાજ આપવાપૂર્વક લેવામાં આવે તે મહાન દોષ નથી, પણ શ્રાવકોને તેનું સર્વથા વર્જન કરેલું છે. તે નિઃશૂકપણું ન થાય, તેને માટે છે. વળી જૈનશાસનમાં સાધુને પણ દેવદ્રવ્યના વિનાશમાં દુલભધિપણું અને દેવદ્રવ્યના રક્ષણના ઉપદેશની ઉપેક્ષા કરવામાં આવે તે ભવભ્રમણ બતાવેલ છે. માટે સુજ્ઞ શ્રાવકોને પણ દેવદ્રવ્યથી વ્યાપાર ન કરે તે યુક્તિયુક્ત છે. કેમકે કઈ વખત પણ પ્રમાદ વગેરેથી તેનો ઉપગ ન થે જોઈએ. પણ સારા સ્થાનમાં મૂકવું, દરરોજ સંભાળ કરવી. મહાનિધાનની પેઠે સાચવી રાખવામાં કંઈપણ દોષ લાગતે નથી, પરંતુ તીર્થકર નામકર્મના બંધનું કારણ થાય છે. જૈનેતરને તે તેવું જ્ઞાન નહિ હોવાથી નિશ્તા વગેરેને

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164