________________
[ ૨૨૩ ] ને સમજવા જેવી પ્રેરક તથા વેધકવાણુમાં જે માર્ગદર્શન સચેટ તથા સ્પષ્ટપણે ફરમાવેલ છે તે ખૂબ જ મનનીય અને શ્રી ચતુર્વિધ સંઘને ઉપકારક હેવાથી તે અત્રે ઉધૃત કરીને મુકાય છે, જે સર્વ કઈ વિવેકપૂર્વક વાંચે-વિચારે તે અપેક્ષા અવશ્ય રહે છે.
શ્રાવક પરિગ્રહના વિષને ઉતારવા માટે ભગવાનની
. દ્રવ્યપૂજા કરે!
આજે આટલા બધા જૈને જીવતા હોવા છતાં પણ અને એમાં સમૃદ્ધિશાહી જૈન હોવા છતાં પણ, એક બૂમરાણ એવી પણ ઉપડી છે કે-“આ મંદિરને સાચવશે કોણ? સંભાળશે કે? ભગવાનની પૂજા માટે કેસર વગેરે જોઈએ, તે ક્યાંથી લાવવું? પિતાની કહેવાતી ભગવાનની પૂજામાં પણું દેવદ્રવ્યને ઉપયોગ શા માટે ન થાય?” એથી આજે એ પ્રચાર પણ ચાલી રહ્યો છે કે-“ભગવાનની પૂજામાં દેવદ્રવ્યને ઉપયોગ કરવા માંડે.” કઈ કઈ ઠેકાણે તો એવાં રીતસરનાં લખાણો થવા લાગ્યાં છે કે-મંદિરની આવકમાંથી પૂજાની વ્યવસ્થા કરવી ! આવું વાંચીએ કે સાંભળીએ ત્યારે, એમ થઈ જાય છે કે-શું જેને ખૂટી પડ્યા ? દેવદ્રવ્ય ઉપર સરકારની દાનત બગડી છે એમ કહેવાય છે, પણ આજે વાતે એવી ચાલી રહી છે કે દેવદ્રવ્ય ઉપર જૈનેની દાનત પણ બગડી છે એમ લાગે. નહિ તે, ભક્તિ પિતાને કરવી છે. અને તે માટે દેવદ્રવ્ય વાપરવું છે, એ બને જ શી રીતિએ? આપત્તિકાળમાં દેવદ્રવ્યમાંથી ભગવાનની પૂજા કરાવાયએ વાત જુદી છે અને શ્રાવકોને પૂજા કરવાની સગવડ