Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

View full book text
Previous | Next

Page 131
________________ [ ૨૨૨ ] નોંધ:- “સ્વપદ્રવ્ય દેવદ્રવ્ય જ છે.” એ મુદ્દા પર પ્રસ્તુત પુસ્તિકામાં લખાણે અભિપ્રાય, તેમજ પત્રવ્યવહાર આદિ પ્રસિદ્ધ થયેલ છે, જે પરથી સમજી શકાશે કે જેઓ સ્વપ્નની બેલીને સાધારણ ખાતે લઈ જવાની બાલિશ અને તદ્દન મનઘડંત વાતો કરીને પૂ. સુવિહિત મહાપુરૂષોએ એકી અવાજે પ્રામાણિત કરેલી શાસ્ત્રાનુસારી પ્રાચીન પ્રણાલીની સામે યઠા તદ્દા પ્રચાર કરી રહેલ છે તે કેટલી અનુચિત અપ્રમાણિક તથા શાસ્ત્રવિરૂદ્ધ છે. માટે ભવભરૂજીએ આ પુસ્તિકામાં એકની એક વાત વારંવાર ચર્ચાયેલી છે, તે જ વાતને સાર સ્પષ્ટ રીતે સમજીને શાસ્ત્રાનુસારી પરંપરાને અખંડપણે વળગીને આરાધક ભાવને નિર્મળ રાખી સ્વ-પર કલ્યાણકર જૈનશાસનની નિષ્ઠાને વફાદાર પણે જાળવવી. એ જ અમારો કહેવાને સાર છે. વિશેષ વિ. સં. ૨૦૨૨માં રાધનપુરના શાસનપ્રેમી ભાઈઓએ અમારી નિશ્રામાં કેટલાયે વર્ષોથી ચાલી આવતી અશાસ્ત્રીય પ્રણાલીને જેમ સાપ કાંચળી છેડે તેમ હિંમત કરીને દઢતાપૂર્વક છેડીને શાસ્ત્રાનુસારી પરંપરાનું પાલન કર્યું, તેમ સર્વ આરાધક આત્માઓએ દઢતાથી પાલન કરવું જોઈએ. આવા અવસરે પૂ. સુવિહિત મહાપુરૂષોએ પણ અવસરચિત પ્રેરણું તથા માર્ગદર્શન મકકમતાપૂર્વક આપતા રહેલ છે. તે કહી આપે છે કે જૈનશાસન ખરેખર જયવંતુ વતે છે. રાધનપુરમાં વિ. સં. ૨૦૨ માં જે શાસ્ત્રાનુસારી પ્રાચીન પરંપરાને જે મક્કમતાપૂર્વક પ્રારંભ થયેલ તે અવસરે ત્યાંના બે સંઘો સાગરગર છ સંઘ તથા વિજયગચ્છ સંઘને ઉદ્દેશીને પૂ. આ. ભ. શ્રી વિજયશાંતિચંદ્રસુરીશ્વરજી મહારાજશ્રી તથા તેઓ શ્રીમદ્દના વિદ્વાન પ્રખર શાસનપ્રેમી શિષ્યરત્ન પન્યાસજી મ. શ્રી સુજ્ઞાનવિજયજી ગણિવરે (વર્તમાન આ. મ. વિ. સોમચંદ્ર સૂ. મ.) જે પત્ર લખેલ છે, તે પણ અત્રે પ્રસ્તુત પુસ્તિકાના વિષયને પરિપુષ્ટ કરનાર હોવાથી તેનું અવતરણ મૂક્વાની લાલચને હું રોકી શકતો નથી ઓશ્રીને પત્ર આ મુજબ છે.

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164