Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાના સંદર્ભમાં ચમન્તકોપાખ્યાનની સમીક્ષા અંગોને સર્જાશે બદલી શકે તેમ નથી. વાયુપુરાણમાં અક્રૂરની ખંધાઈ વધારે વાસ્તવિક રીતે વર્ણવાઈ છે. શતધન્વાને મદદ નહિ કરવા પાછળ ભાગવતપુરાણમાં અક્રૂરનું શ્રીકૃષ્ણ પરત્વેનું પરમાત્મા તરીકેનું જ્ઞાન કારણભૂત કહ્યું છે, જે અક્રૂરના વર્તનથી તદ્દન વિરોધી જણાય છે. પરંતુ વાયુપુરાણમાં તેની સ્વાર્થી મનોવૃત્તિને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે.” અક્રૂરની દુવૃત્તિનો પર્યાપ્ત પરિચય વિષ્ણુપુરાણમાં પણ મળે છે. તે અનુસાર શતધન્વાએ જ્યારે અક્રૂરને અમન્તક સોંપ્યો ત્યારે તેણે શતધન્વા પાસે પ્રતિજ્ઞા લેવડાવી હતી કે તે પ્રાણાન્ત પણ કોઈને આ સોંપણી વિશે વાત કરશે નહીં, ત્યાર પછી જ તેણે મણિ સ્વીકાર્યો હતો. આમ, શતધન્વાને પોતાની રમતનું એક હથિયાર બનાવીને પોતાનું કાર્ય સાધી લીધું હતું. શ્રીકૃષ્ણ આજીવન આ કલંકના ભોગ બનીને પીડાતા રહે તે માટે તેણે કાંઈ બાકી રાખ્યું નહોતું. અનેક વર્ષો પછી જ્યારે મણિ જાહેર કરવાની અનિવાર્ય સ્થિતિ આવી પડી ત્યારે તેણે જે ખુલાસો કર્યો તેમાં કુટિલતાની ચરમસીમા જોવા મળે છે. તેણે શ્રીકૃષ્ણને કહ્યું, “હે ભગવાન, શતધન્વાએ આ મણિ મને જ સોંપ્યો હતો. તે મૃત્યુ પામ્યો ત્યારે હું વિચારતો જ હતો કે શ્રીકૃષ્ણ આજકાલમાં જ એ મણિ મારી પાસેથી માગશે. તેની ચિંતામાં આટલા સમય સુધી ઘણી જ મુશ્કેલીએ મેં આ મણિને સાચવ્યો છે. તેને ધારણ કરવાના કષ્ટને લીધે મારું મન સમગ્ર ભોગોમાં વિરક્ત બન્યું હતું અને મેં સુખની જરાય પરવા કરી નથી. સમગ્ર રાષ્ટ્રને ઉપકારક આવડા નાનકડા મણિને પણ સાચવી રાખવા હું સમર્થ નથી એવું આપ માની લેશો એવા વિચારથી મેં તમને આ વાત જણાવેલ ન હતી. તો હવે આપ આ ચમન્તક મણિને ઈચ્છા પ્રમાણે ધારણ કરો અને જેને આપવો હોય તેને આપી દો.'''' અક્રૂરના આ શબ્દોમાં સમાઈનો રણકો નથી, પરંતુ કપટીવૃત્તિની ચાલ છે. તે કટિવસ્ત્રમાં મણિને સંતાડીને સભામાં બેઠો હતો. શ્રીકૃષ્ણ વગેરે તપાસ કરે તો પકડાઈ જવાનો પૂરેપૂરો ભય હતો. તેથી મણિને જાહેર કર્યા સિવાય અન્ય કોઈ માર્ગ બચ્યો ન હતો. ઉપર્યુક્ત શબ્દોમાં રહેલી તેની ધૂર્તતા તેણે આ શબ્દો ઉચ્ચાર્યા પહેલા કરેલ સ્વગતોક્તિમાં સારી રીતે વ્યક્ત થયેલ છે. શ્રીકૃષ્ણના ક્રોધથી બચવા અક્રૂરે યજ્ઞરૂપી કવચ ધારણ કરવા અંગે વિષ્ણુપુરાણ સ્પષ્ટ જણાવે છે કે યજ્ઞદીક્ષિત ક્ષત્રિય કે વૈશ્યને મારવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. આથી અક્રૂર હંમેશા યજ્ઞદીક્ષાનું કવચ ધારણ કરી રહ્યા હતા.' (૪) ભાગવતપુરાણ સિવાયનાં અન્ય પુરાણો જણાવે છે કે અક્રૂર દ્વારકા છોડીને કાશીમાં જતા રહ્યા પછી દ્વારકામાં વરસાદ પડવાનું બંધ થયું અને જાતજાતનાં અનિષ્ટો ઉત્પન્ન થવા લાગ્યાં. લોકો એકબીજાને મારવા લાગ્યા. ૧૦. વાયુપુરાણ, ૯૬.૬૮ ११. भगवान्ममैतत्स्यमन्तकरत्नं दशतधनुषा समर्पितमपगते च तस्मिन्नद्य श्वः परश्वो वा भगवान् याचयिष्यतीति कृतमतिरतिकृच्छ्रेणैतावन्तं कालमधारयम् ।। तस्य च धारणक्लेशेनाहमशेषोपभोगेष्वसङ्गिमानसो न वेद्मि स्वसुखकलामपि ।। एतावन्मात्रमप्यशेषराष्ट्रोपकारि धारयितुं ન ફાતિ મવમવત રૂટ્યાત્મના જ તિવાન્ ! તત્િ સમન્નર પૃધતામિયા મિમતં તસ્ય સમર્થતામ્ વિષ્ણુપુરાણ, ૪.૧૩.૧૪૧-૧૪૪ १२. किमत्रानुष्ठेयमन्यथा चेद् ब्रवीम्यहं तत्केवलाम्बरतिरोधानमन्विष्यन्तो रत्नमेते द्रक्ष्यन्ति अतिविरोधो न क्षेम इति सश्चिन्त्य તમવિનાન્મારભૂતં નારાય નમાઝૂરઃ II વિષ્ણુપુરાણ, ૪.૧૩.૧૪૦ १3. अक्रूरोऽप्युत्तममणिसमुद्भूतसुवर्णेन भगवद्ध्यानपरोऽनवरतं यज्ञानियाज ।। सवनगतौ हि क्षत्रियवैश्यौ निनन्ब्रह्महा भवतीत्येवंप्रकारं વવષે વિષ્ટ ઇવ તથ્વી | વિષ્ણુપુરાણ, ૪.૧૩.૧૦૮-૧૦૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 118