Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત નાટકોમાં વાસ્તુશાસ્ત્ર પ્રફુલ્લ એમ. પુરોહિત વાસ્તુશાસ્ત્ર અતીવ પ્રાચીન શાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ વેદો અને પુરાણોમાં પ્રાપ્ત થાય છે. જેમ કે સન્વેદમાં “વાસ્તતિ પ્રતિ નાનામાનું ''' એમ જણાવ્યું છે. તો પુરાણોમાં સ્કંદપુરાણ, અગ્નિપુરાણ, ગરુડપુરાણ, નારદપુરાણ, મત્સ્યપુરાણ વગેરેમાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રના પ્રવર્તક આચાર્યો અઢાર થઈ ગયા. તે મત્સ્યપુરાણના પ્રાસાદભવન આદિ નિર્માણ નામના અધ્યાયમાં આ પ્રમાણે છે : भृगुरत्रिर्वसिष्ठश्च विश्वकर्मा मयस्तथा । नारदो नग्नजित् चैव विशालाक्षः पुरन्दरः ।। ब्रह्मा कुमारी नन्दीशः शौनको गर्ग एव च । वासुदेवोऽनिरुद्धश्च तथा शुक्रबृहस्पती । अष्टादशैते विख्याता वास्तुशास्त्रोपदेशकाः ।। અર્થાત – ભૃગુ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વકર્મા, મય, નારદ, નગ્નજીત, વિશાલાક્ષ, પુરંદર, બ્રહ્મા, કુમાર, નન્દીશ, શૌનક, ગર્ગ, વાસુદેવ, અનિરુદ્ધ, શુક્ર અને બૃહસ્પતિ. જ્યોતિષશાસ્ત્ર સમય પર આધારિત છે અને તેનો સ્વામી કાલપુરુષ છે. તેવી રીતે વાસ્તુશાસ્ત્ર સ્થાન પર આધારિત છે અને તેનો સ્વામી વાસ્તુપુરુષ છે. મનુષ્ય શરીર પ્રકૃતિનાં પાંચ તત્ત્વોથી બનેલું છે. જેમ કે જળ, આકાશ, વાયુ, ભૂમિ અને અગ્નિ. આ પાંચ તત્ત્વોના સમાવેશથી મનુષ્ય સ્વસ્થ રહે છે. તેમજ મનુષ્યની મૂળભૂત જરૂરિયાતો ત્રણ છે. અન્ન, વસ્ત્ર, અને મકાન. આ ત્રણમાંથી મકાન અર્થાત્ ભવન પણ પાંચ તત્ત્વો પર આધારિત છે. બૃહત્સંહિતા, વિશ્વકર્મા પ્રકાશ, સમરાગણ સૂત્રધાર, માનસાર, વાસ્તુરાજવલ્લભ ઈત્યાદિ ગ્રંથોમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સંસ્કૃત નાટકોમાં ઘણી જગ્યાએ વાસ્તુશાસ્ત્રના ઉલ્લેખો થયેલા છે. ભરતમુનિ રચિતનાટ્યશાસ્ત્રમાં પણ ઘણા બધા વિષયો પ્રાપ્ત થાય છે, તેમાં વાસ્તુશાસ્ત્રની પ્રસ્તાવનામાં ડૉ. વ્રજવલ્લભ મિશ્ર લખે છે કે “જ્યોતિષ, વાસ્તુ, અધ્યાત્મ, દર્શન, ધર્મ, આયુર્વેદ, નીતિશાસ્ત્ર, વ્યાકરણ, ઇતિહાસ, ભાષાવિજ્ઞાન, ધ્વનિવિજ્ઞાન, મનોવિજ્ઞાન, ચિત્રકલા, વાસ્તુશિલ્પ, મલ્લવિદ્યા, યોગ, કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નૃત્યશાસ્ત્ર, અભિનયશાસ્ત્ર, કામશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર ઈત્યાદિ વિષયોની સાથે વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોઈ શકીએ છીએ.” સ્વાધ્યાય' - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨O૧, પૃ. ૭૭ થી ૮૨ બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય, એમ.એસ. યુનિ. વડોદરા. તા. ૩૦, ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટ ૨૦૧ના દિવસોમાં મહર્ષિ મહેશયોગી વૈદિક વિશ્વવિદ્યાલય, જબલપુર, (મધ્યપ્રદેશ) મુકામે રાષ્ટ્રિય જ્યોતિષ સ્થાપત્ય વેદસમેલનમાં રજૂ કરેલ શોધપત્ર. કન્વેદ, ૭-૩-૫૪-૧, સ્વાધ્યાય મંડલ, કિલ્લા પારડી, ૧૯૫૭, પૃ. ૪૨૮ મત્સ્યપુરાણ, અ. ૨૫૨, ૨-૩-૪, નાગ પબ્લિશર્સ, જવાહરનગર, દિલ્હી – ૧૧%૭. नाट्यशास्त्र, अनुवादक : व्रजवल्लभ मिश्र, सिद्धार्थ पब्लिकेशन्स, १०, डी. एस. आई. डी.सी. स्कीम - II, ओरवला इंडस्ट्रियल एरिया, फेज - II, नई दिल्ही ११० ०२०, प्रथम संस्करण, १९९७, पुरोवाक्, पृ. ८ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118