Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 112
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ જયંત ઉમરેઠિયા થાય છે (૫. ૪૫); તેમનું કવિકર્મ માત્ર ગુજરાતી ભાણ પૂરતું સીમિત ન રહેતા હિન્દી, વ્રજ, ચારણી, રાજસ્થાની અને કચ્છી ભાષામાં વિસ્તર્યું છે (પૃ. ૧૧), વ્રજ, કચ્છી, મારવાડી, હિન્દી જેવી અનેક ભાષાના જાણકાર ... (પૃ. ૪૫); આમ અનેક છન્દોમાં વ્રજ, કચ્છી, મારવાડી, હિન્દી અને ગુજરાતીમાં કાવ્ય રચીને .... (પૃ. ૪૬).” આ ઉપરાંત જોડણીવિષયક જોવા મળતી ખામીઓ સંગણક યંત્રનો દોષ હોઈ શકે, પણ એ સુધારવી જરૂરી છે. દા.ત., પંડ્યા (પંડયા-ટાઈટલ પેજમાં), ઈયતા (ઇયત્તા-અનુક્રમણિકામાં), ખુબ (ખૂબ-પૃ. ૭), વિસ્તર્યું (યું-પૃ. ૧૧), યાજ્ઞવાક્ય (યાજ્ઞવ-પૃ. ૨૧), તેના કાર્યો (પૃ. ૨૦), એવા વચનો (પૃ. ૨૧), વર્ગના લક્ષણો (પૃ. ૨૧), એકસરખુ (પૃ. ૫૭) વગેરેમાં ‘ના’, ‘વ’ અને ‘ખું ઉપર અનુસ્વાર અનિવાર્ય. પ્રગટ્યા, રડ્યા, રાજ્ય જેવા શબ્દોમાં અક્ષરોને જોડવા જરૂરી છે. અલબત્ત, પુસ્તકમાં જોવા મળતી કેટલીક વિગતો સાનંદાશ્ચર્ય ઉપજાવે છે - મધ્યકાળમાં શામળ આદિ કવિઓ રાજ્યાશ્રયે રહીને સાહિત્યસર્જન અને રાજામહારાજાનાં સ્તુતિગાન કરતા, જ્યારે બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢના નવાબની-પોતાની પ્રશંસા વિશેનું-એકમાત્ર પદ રચવાની વિનંતીના જવાબમાં સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દે છે કે “આ જીભ ઈશ્વરનાં ગુણગાન ગાવા માટે છે, રાજા મહારાજાની સ્તુતિ માટે નહીં.” ગુણગાન ગાવાં તો માત્ર ઈશ્વરનાં, અન્યનાં નહીં એવી દઢ હરિભક્તિ ધરાવનાર સ્વામીનારાયણ સંપ્રદાયના સૂર્યમંડળનું તેજસ્વી નક્ષત્ર' એવા બ્રહ્માનંદ સ્વામી વિશેની વિવિધ વિગતો પીરસતો લેખકનો આ પ્રયત્ન બિરદાવવા યોગ્ય છે. ધર્મલાભ સાથે સાહિત્યને સાંકળી લેતાં, પુસ્તકનું મહત્વે બેવડાય છે. લેખકની સાહિત્યપ્રીતિ અને સૂઝ ભવિષ્યમાં અનેક પરિમાણો સિદ્ધ કરે એવી શુભેચ્છા. સ્વામીનારાયણ સંપ્રદાયના હરિભક્તો તેમજ ભક્તિસાહિત્યમાં રસ ધરાવતા સૌ કોઈ માટે પ્રસ્તુત પુસ્તકનું રસપાન “બ્રહ્માનંદ”ની ગરજ સારશે એવી શ્રદ્ધા છે. પ્રાચ્યવિદ્યામંદિર, જયંત ઉમરેઠિયા મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. હૃદય-નિર્ઝરણ - લેખક (સ્વ.) શ્રી જયસુખરાય પુરુષોત્તમ જોશીપુરા, સંપા. ડૉ. કૃષ્ણકાંત કડકિયા, પ્રકા. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, એમ-૮૨/૩૮૫, “સ્વરૂપ”, સરસ્વતીનગર સોસાયટી, અમદાવાદ-૧૫, પ્રથમ આવૃત્તિ, ૨૦૨, પૃ. ૪૦ + ૧૯૨, મૂલ્ય રૂ. ૧૪૦.૦ | ‘હૃદય-નિર્ઝરણએ કવિશ્રી જયસુખરાય પુરુષોત્તમ જોશીપુરાનાં સમગ્ર કાવ્યોનો સંગ્રહ છે. પુસ્તકની શરૂઆતમાં પ્રકાશકીય અને શ્રી જોશીપુરાના હસ્તાક્ષરમાં લખાયેલું “વિશ્વનાથ વિસ્મરણ' નામનું કાવ્ય જોવા મળે છે. “હૃદયનિર્ઝરણ-ને લગતું” શીર્ષકસ્થ દીર્ઘ અભ્યાસલેખમાં શ્રી જોશીપુરાનાં કાવ્યોની સમીક્ષાત્મક આલોચના તેમજ કેટલીક મહત્ત્વની વિગતોનો આલેખ સાંપડે છે. કાવ્યકલિકા (૧૯૧૦), નવમાલિકા (૧૯૩૮), વનજ્યોત્સના (૧૯૭૦) અને મધુધારા (૨૦૨) નામના કાવ્યસંગ્રહો અને સ્મરણાંજલિ (૧૯૧૯) નામે રચાયેલ દીર્ઘકાવ્ય-એમ સમગ્ર કાવ્યોને એક જ પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યાં છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118