Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 113
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકના ૧૦૯ પ્રથમ કાવ્યસંગ્રહ “કાવ્યકલિકા”માં કુલ ૧૮ રચનાઓ છે, એમાં પ્રકૃતિકાવ્યો ઝાઝાં છે. અહીં કવિ પ્રકૃતિમાં માનવભાવોનું આરોપણ કરે છે, એ વર્ડ્ઝવર્થની યાદ અપાવે છે. દા.ત.-- તું ક્યાં જશે ? શું તે દિશે ? ખોલી હૃદય તું બોલને ? વરદાયિની નભચારિણી! વ્હાલી કને જૈ બોધને. વાદળીને કરાયેલ ગગનચર ઉપકારિણી, પ્રિયવાદિની, મૃદુભાષિણી, શ્યામલી વગેરે સંબોધનો “મેઘદૂત”ની યાદ તાજી કરાવે છે. તો વળી– પ્રિયે તારી વિના રહેવું! ન જાણે કેમ તે હેવું કહે કોની કને કહેવું કહીને શું પુનઃ લેવું? જેવી પંક્તિઓમાં વ્યક્ત થયેલી વ્યથામાં કલાપીની અસર જોવા મળે છે. અહીં મૈત્રીસ્તોત્ર, પક્ષીયુગ્મ, તરૂશાખા અને પંખી, સરિતા, આશાહોડી જેવાં કાવ્યો નોંધપાત્ર છે. “સ્મરણાંજલિ'-પત્નીના મૃત્યુબાદ લખાયેલ દીર્ઘકાવ્ય છે. દર્દીની અંતિમ ક્ષણોમાં પોતાની આસપાસની સુંદર પ્રકૃતિ, એનાથી દર્દીના દિલ પર થતી વિવિધ અસર અને દર્દીની સાત્વિક ચેષ્ટાઓ આદિનું સ્મરણ કાવ્યનો વિષય છે. “નવમાલિકા સંગ્રહનાં કાવ્યો છંદોબદ્ધ છે. દરેક કાવ્યારંભે વાગીશ્વરી, ભેરવી, તિલંગ, પીલુ, કાલિંગડો, બિભાસ ઈત્યાદિ રોગો અને ત્રિતાલ, દાદરા, કૈહરવા આદિ તાલ નોંધ્યા છે તે કવિનું વિષય પરનું પ્રભુત્વ દર્શાવે છે. કુલ ૬૭ કાવ્યો ધરાવતા આ કાવ્યસંગ્રહમાં કવિની અધ્યાત્મ તરફની ગતિ જોવા મળે છે. અહીં પ્રકૃતિપ્રેમની સાથે સાથે પ્રભુપ્રેમ સમાંતરે વ્યક્ત થયો છે. કેટલાંક કાવ્યોમાં અપાયેલો ઉપદેશ અસરકારક છે. – દા.ત. જીવનનો આ જંગ, લડી લે જીવનનો આ જંગ, બહુવિધ તેના રંગ, લડી લે જીવનનો આ જંગ કાયાથી, મનથી વળી વચનથી થાવું સદા સંયમી વિદ્યા ને વિનય વિભૂષિત કરી તે રહેવું રમી - જેવી કાવ્યપંક્તિઓ સંસ્કૃત સુભાષિતોની યાદ અપાવે છે. અંતિમ કાવ્યસંગ્રહ “મધુધારામાં પણ ગેય રચનાઓ પ્રાપ્ત થાય છે. કુલ ૪૭ કાવ્યો સમાવતો આ કાવ્યસંગ્રહ વિષયવૈવિધ્યની દષ્ટિએ અલગ તરી આવે છે. ઊઠ તું! ઊંઘને છોડી, રાત રહી છે થોડી, થોડી ! ... વીતી જાશે વખત નકામો: હે પ્રભુમાં મન જેડી, જોડી .. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118