Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 109
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકન ૧૦૫ (૬) ભાષા (માતૃભાષા !) પરત્વેની બેદરકારી વિચારોની સ્પષ્ટતામાં બાધારૂપ બને છે. (૭) અનુક્રમણિકા જેવા તદ્દન સાદા અને સરળ કાર્યમાં ક્ષતિ એટલે હદ જ ગણાય. આ પુસ્તકના પુન: સંસ્કરણનો પ્રસંગ ઊભો થાય ત્યારે હકારાત્મક વલણ અપનાવી ઉપરોક્ત વિગતો ધ્યાનમાં રાખીને સુધારા-વધારા કરવામાં આવે તો પ્રસ્તુત પુસ્તક “જિજ્ઞાસુવર્ગને નિઃશંક ઉપયોગી નીવડશે. જિજ્ઞાસુવર્ગને પરિતોષ થાય તેમાં આ સર્જનકર્મનું સાર્થક્ય છે" એમ લેખક પ્રસ્તાવનામાં જણાવે છે. આ ‘જિજ્ઞાસુવર્ગ” લેખકે સ્વયં જ નક્કી કરવો રહ્યો. પ્રસ્તુત પુસ્તકને પ્રકાશન માટે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની આર્થિક સહાયતાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ આશ્ચર્યની ઘટના કહી શકાય. પ્રાચ્યવિદ્યામંદિર, શ્વેતા પ્રજાપતિ મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. વાસંતસોપાનમ્ - ભાગ ૧-૪, લેખક : મુકુન્દરાય સોમેશ્વર પાઠક, પ્રકાશક : વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાનમ, ગુર્જર પ્રદેશ શાખા, શ્રીઅરવિંદ નિવાસ, દાંડિયા બજાર, વડોદરા, ભાગ ૧ : દ્વિતીય આવૃત્તિ, ર૦૧, પૃ. ૨૮; ભાગ ૨ : પ્રથમ આવૃત્તિ, ર૦૦૦, પૃ. ૨૨; ભાગ ૩ : પ્રથમ આવૃત્તિ રજી, પૂ. ૩૨; ભાગ ૪ : પ્રથમ આવૃત્તિ, ૨૦૦૨, પૃ. ૨૯, મૂલ્ય : રૂા. ૫ (પ્રત્યેક ભાગનું) શ્રી મુકુન્દરાય પાઠક લિખિત પુસ્તકો સંસ્કૃતસોપાનમ્ મા. ૨-૪ ‘તુ સંસ્કૃતમ્, નયત સંસ્કૃતિનું સૂત્રને ચરિતાર્થ કરે છે. બાળકો અને દરેક માનવીને સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ ઉત્પન્ન કરી સંસ્કૃતમાં બોલતા કરવા તે લેખક અને પુસ્તકનો ઉદ્દેશ છે. “સંસ્કૃતભાષાનું વ્યાકરણ અઘરું છે' એવી જનમાનસમાં ઘર કરી ગયેલી ગ્રન્થિને દૂર કરી વગર વ્યાકરણે સંસ્કૃત શિખવાડવાની ક્ષમતા આ પુસ્તક ધરાવે છે એ વાત લેખકે સિદ્ધ કરી બતાવી છે. ગીર્વાણભાષા જેટલી સહજતા અને સરળતા આ સોપાનમાં જોવા મળે છે. બાલ સોપાનમ્ કેવળ બાલ સોપાન” નહીં પરંતુ જન સોપાન બનવા યોગ્ય છે. આબાલવૃદ્ધ સૌને સંસ્કૃતભાષા પ્રત્યે રુચિ અને રસ જાગ્રત કરતું આ પુસ્તક સ્વયં શિક્ષકની ગરજ સારે છે. સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવાનું લેખકનું સ્વપ્ન અહીં સિદ્ધ થતું દેખાય છે. લેખક પોતે એન્જિનિયર હોવા છતાં નિવૃત્ત થયા પછી સંસ્કૃતનો અભ્યાસ કરી, વ્યવહારમાં લોકભાષા તરીકે સંસ્કૃતનો પ્રયોગ કર્યા પછી સમાજને આ પુસ્તકોની ભેટ ધરે છે. સંસ્કૃતભાષાને સરળ શૈલીમાં લોકભોગ્ય બનાવી લેખકે ખરેખર મૂલ્યવાન સેવા કરી છે. પુસ્તકોનો બહોળો પ્રચાર અને પ્રસાર તેની મહત્તા અને વિશિષ્ટતા દર્શાવે છે. આવાં જનસમાજોપયોગી પુસ્તકોનું લેખન અને પ્રકાશન કરવા બદલ લેખક અને વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાનમ્ને ખૂબ ખૂબ અભિનંદન. ભવિષ્યમાં પણ આવાં પુસ્તકોનું પ્રકાશન થતું રહે એ જ અભ્યર્થના. પ્રાચ્યવિદ્યામંદિર, મીના પાઠક મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118