Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 107
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકન ભિન્નરુચિ:- લેખક : રશ્મિકાન્ત મહેતા, પ્રકાશક : લેખક સ્વયં, ૭૭૮-૧, શિવાંજલિ, મધુરમ્ ફ્લેટ, સેક્ટર-૨૧, ગાંધીનગર, ૨૦૦૧, પૃષ્ઠ ૪+૧૨૯, મૂલ્ય રૂ. ૮૦. લેખોના સંગ્રહને પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવાનો વાયરો ચાલી રહ્યો છે ત્યારે ડૉ. રશ્મિકાન્ત મહેતાએ પણ પ્રસ્તુત પુસ્તક દ્વારા આ દિશામાં પદાર્પણ કર્યું છે. સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની આર્થિક સહાયથી પ્રકાશિત થયેલી આ કૃતિ ‘ભિન્નરુચિ'માં ૨૪ લેખોનો સમાવેશ થયેલો છે. આ કૃતિના વિષયની પરિસીમા વ્યાપક છે. વેદથી માંડી વિદૂષકનાં લક્ષણો સુધીની અભ્યાસયાત્રા લેખકે કરી છે. પરિસંવાદોમાં રજૂ થયેલા આ તમામ લેખોમાં લેખકના પરિશ્રમનું પ્રતિબિંબ આપણને જોવા મળે છે. પરંતુ, ‘પ્રથમપ્રાસે મક્ષિકાપાત:' સ્વરૂપે પ્રથમ લેખની પ્રથમ પંક્તિમાં જ આવતા મુદ્રણદોષો (hymhal, unsual) આકસ્મિક રીતે આપણને નિરાશ કરી દે છે. એની સાથે સાથે અન્ય પુસ્તકોમાંથી ઉદ્ધૃત કરેલાં અવતરણોની વચ્ચે લેખકના મૌલિક વિચારોને શોધવાની મથામણ પણ આપણને અકળાવી મૂકે છે. ‘મહર્ષિ વાલ્મીકિનું જીવનદર્શન' લેખની સંક્ષિપ્ત રજૂઆત વિષયને ન્યાય આપવામાં અસમર્થ રહે છે. ‘ભગવદ્ગીતામાં શૈક્ષણિક નિર્દેશો' લેખ થોડો ઉત્સાહજનક છે જ પણ આજની શૈક્ષણિક સમસ્યાઓના સંદર્ભમાં ગીતાના નિર્દેશો કેટલા ઉપયોગી છે એ ચર્ચા આવશ્યક હતી. મૂળ ગ્રંથના સંદર્ભોનું સ્થાન લેખમાં જ રાખ્યું હોત તો રજૂઆત વધારે અસરકારક બનત. એ જ પ્રમાણે ‘માલવિકાગ્નિમિત્રમાં અગ્નિમિત્રસમસ્યા' લેખ, જે ફક્ત ચાર પૃષ્ઠોમાં સમાયેલો છે, તેમાં દસ જેટલા વિદ્વાનોનાં અવતરણોની કતારમાં મૂળ સ્રોતને અગ્રિમ સ્થાન આપવાની તાર્કિક સૂઝ લેખકે દાખવી નથી. કાલિદાસવિષયક અન્ય લેખ ‘કાલિદાસનાં નાટકોમાં નાયિકાઓની નાયક’તા'માં લેખક એક અવતરણ આપતા નોંધે છે. – ‘‘રાયડરે માત્ર નાટક જ નહિ, કાલિદાસની બધી નાટિકાઓને માટે પણ કહ્યું છે'' (પૃ. ૪૦). અહીં નાટક અને નાટિકાઓના સ્થાને નાયક અને નાયિકાઓ શબ્દ અભિપ્રેત છે. વાક્યના અર્થઘટનમાં મુદ્રણદોષો કેવી રમૂજ ઉત્પન્ન કરે છે તેનું આ સચોટ દૃષ્ટાંત છે. ગ્રંથગૌરવદોષથી ભયભીત થયા વિના મૂળ નાટકોમાંથી પુરાવાઓ રજૂ કરી લેખ તૈયાર થયો હોત તો વધુ ઉપયોગી થાત. ‘કાલિદાસનાટકચક્રમાં કાલિદાસકથા' લેખમાં પ્રથમ તો નાટકચક્ર એટલે શું તે નક્કી કરવાની આવશ્યકતા હતી. ભાસનાટકચક્ર કે પરીક્ષિન્નાટકચક્ર જેવું આ નાટકચક્ર નથી. આ રીતે નાટકચક્ર સ્વીકારીએ તો અસંખ્ય નાટકચક્રો ઊભાં થાય. ડૉ. સત્યવ્રત શાસ્રીનાં બે પુસ્તકો : (1) Kalidāsa In Modern Sanskrit Literature (Pub : Eastern Book Linkers, Delhi, 1991) (2) New Experiments in Kālidāsa (Pub : Eastern Book Linkers, Delhi 1994) નો લાભ લેવાનું લેખક ચૂકી ગયા છે. ‘કાલિદાસોત્તર કાલિદાસ' લેખમાં માહિતીની પ્રચુરતા પરથી લેખકની મહેનત અને ખંતની પ્રતીતિ થાય છે. હનુમન્ત્રાટક, પ્રબોધચંદ્રોદય, મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણ, નેમિદૂત, હીરસૌભાગ્યમ્ જેવી ઉચ્ચ કક્ષાની સાહિત્યકૃતિઓની માત્ર બે-ત્રણ પૃષ્ઠમાં સમાવાતી તદ્દન નબળી અને અધૂરી સમીક્ષાથી કોઈ પણ પ્રકારનો અપેક્ષિત લાભ મળી શકે એમ નથી. ‘હીરસૌભાગ્યમ્’ લેખમાં સુશીલકુમાર દેના અંગ્રેજી ભાષામાં અવતરણ બાદ તેનો જ ગુજરાતીમાં અનુવાદ આપી કરેલું પુનરાવર્તન હાસ્યાસ્પદ લાગે છે. કૃતિનો વ્યવસ્થિતપણે કથાસાર આપ્યો હોત તો પણ કંઈક પ્રાપ્ત કર્યાનો સંતોષ વાચકપક્ષે થાત. દરેક સામાન્ય ચર્ચામાં સંદર્ભનોંધ (પૃ. ૯૦, નોંધ - ૧૧, ૧૪) આપવી શું જરૂરી છે ? છેવટે ‘સ્વાધ્યાય’ - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૧૦૩ થી ૧૧૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118