Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 101
________________ Shri Mahavir Jain Aradhana Kendra પોરબંદર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- છે, તે આશરે ચારેક માસ છૂપાતા રહ્યા છે. – અને પોરબંદરમાં આજના કમલાબાગ પાછળ ત્રવડાની જગ્યામાં મૃત્યુ પામેલ છે. વિધવા કલાંબાઈએ બાળ ખીમાજીને છાયાની ગાદીએ બેસાડી, પોતાના પિયરની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની પ્રણાલી મુજબ ગો. શ્રી ગોપાલલાલજીના હાથે રાજતિલક કરાવેલ છે. કલાંબાઈ સમર્થ રાજમાતા છે. જામ સતાજી ઈ.સ. ૧૫૯૨માં ભૂચર મોરીના યુદ્ધમાં હાર્યો કે તુરત એ તકનો લાભ લઈને દરિયા કિનારે મિયાણી સુધીનો અને બરડાપ્રદેશમાં રાણપુર સુધીનો પ્રદેશ હસ્તગત કરી લીધો છે ! જે ૧૯૪૭ (આઝાદી) સુધી પોરબંદરના હાથમાં રહ્યો છે. ૯૦ ૧૫૭૪નો રામદેવજીનો પાળિયો એના પુત્ર ભાણજીએ અને માત્ર ચાર માસ પછી મૃત્યુ પામેલ ભાણજીનો પાળિયો ત્રવડામાં (જે જગ્યા આજે સાયન્સ કોલેજના ખૂણામાં હયાત છે) તેના બાળ પુત્ર ખીમાજીએ, છાયાની ગાદીએ આવ્યા પછી સ્થાપેલ છે. (૭) ઇ.સ. ૧૭૩૬ પોરબંદરમાં શ્રીનાથજીની હવેલીની સ્થાપનાનો શિલાલેખ, હાલ આ શિલાલેખ શીતળાચોક પાસેના દરબારગઢમાં આવેલો હોવાની નોંધ મળે છે. (આ લેખકે હજુ સુધી આ શિલાલેખ જોયો નથી.) પોરબંદરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય, એના આદ્ય સ્થાપક મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્યજીથી અસ્તિત્વમાં આવી ગયેલ છે. ઇ.સ. ૧૫૩૧માં શ્રીમહાપ્રભુજીના દેહવિસર્જન પછી પચાસ વર્ષે તેમના પૌત્ર શ્રીયદુનાથજી મહારાજે ‘શ્રીવલ્લભ દિગ્વિજય’ નામના સંસ્કૃત ગ્રંથમાં શ્રીમહાપ્રભુજી પોરબંદરના ‘સુદામાપોર ઉપવન'માં પધાર્યા હોવાની નોંધ કરી છે. વળી ૧૫૭૪માં ખીમાજીનો રાજ્યાભિષેક અને ૧૯૨૬માં રાણા વિકમાતજીનો રાજ્યાભિષેક ગોસ્વામી બાળકોના હસ્તે થયેલો છે એટલે ઈ.સ.ની સોળમી સદીથી જ પોરબંદરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનાં કુટુમ્બો છે એમ માનવું યોગ્ય રહેશે. - (૮) ઈ.સ. ૧૭૮૫થી પોરબંદર રાજધાની બની. છાયામાં જેઠવાવંશની રાજધાની ૨૧૧ વર્ષ રહ્યા પછી ૧૦૮૫થી પોરબંદર રાજધાની બને છે, આ સમયનો કોઈ અભિલેખ હજુ સુધી પ્રકાશમાં આવ્યો નથી, પરંતુ રાજદફ્તરની નોંધ અમુક બાંધકામ તથા રામઝરૂખાની ગાદી પરંપરા ૧૭૮૫નો સમય આપે છે. છાયાથી પોરબંદરમાં રાજગાદી ફેરવનાર રાણા સરતાનજી (બીજા) છે. સરતાનજી ૧૭૫૭માં છાયાની ગાદીએ આવ્યા, તેમના પરદાદા સરતાનજી પહેલાએ ૧૬૮૬માં પોરબંદરને કિલ્લો બાંધ્યો હતો. પોરબંદરના દરિયાઇ વેપારનું મહત્ત્વ સમજીને જે કિલ્લો બંધાયો તે બધી રીતે સમૃદ્ધિ લાવનાર બની રહ્યો. સલામતી જોઇને વિદેશી વેપારીઓ આકર્ષાયા, બંદરમાં વહાણ બાંધવાનું કામ વિકસ્યું અને મૂડી રોકાણ વધતાં આવક વધી આ કારણોથી રાણા સરતાનજી(બીજા)એ રાજગાદી પોરબંદર ફેરવી. સરતાનજીએ કુલ ૫૬ વર્ષ રાજ કર્યું, જેમાંથી ૨૮ વર્ષ છાયામાં અને બીજા ૨૮ વર્ષ પોરબંદરમાં છે. આ સરતાનજી વ્રજભાષાના સારા કવિ તથા અધ્યાત્મસાધક છે, તેમણે ૧૮૧૨માં ‘કાવ્યપ્રકાશ’ની રચના કરી. આ ગ્રંથની મૂળ હસ્તપ્રત હાલ પોરબંદરમાં કવિશ્રી રતિલાલ છાયાના નિજી સંગ્રહમાં ઉપલબ્ધ છે. બીજી રચના ‘અલંકારમાલા' છે, જેમાં અલંકારોની પદ્યમાં રજૂઆત છે. સરતાનજીએ ૧૮૧૩માં પોતાની ૭૦ વર્ષની ઉંમરે સ્વેચ્છાએ વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો હતો અને આજના સુદામામંદિર પાસે ‘સુરતાનબાગ' બનાવી તેમાં પોતાનો નિવાસ રાખ્યો હતો. આ બાગમાં એક હોજ અને એક ગ્રીષ્મભવનની રચના પણ આ સમય પહેલાં કરવામાં આવી હતી, જેમાંથી જયપુરી બાંધણીના હોજમાં આજે પેટ્રોલપંપ થઈ ગયો છે અને ગ્રીષ્મભવન પુરાતત્ત્વખાતાં નીચે રક્ષિત છે. * આ ગ્રીષ્મભવનની ૨૪ * આ ગ્રીષ્મભવન બચાવવા માટે કવિશ્રી રતિલાલ છાયાએ ઉપવાસ આંદોલન કરેલું તેની સાદર નોંધ લેવી ઘટે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118