Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગન્નાથકવિકૃત ડાકુરેશસ્તોત્ર - એક અપ્રકાશિત સ્તોત્ર ગરીબીમાંથી મુક્તિ પામીને પુત્ર, ધન વગેરે ભોગોથી યુક્ત આ લોકમાં સર્વદા આનંદ કરે છે. અન્તે શ્રીહરિના પાર્ષદો (સેવકો) જેવા થઈને બ્રહ્મા વગેરેથી સ્તુતિ કરાતા તેમજ સર્વોત્તમ એવા ગરુડની ઉપર સવારી કરીને વૈકુંઠમાં જાય છે. આ શ્લોકમાં આવતા ‘પ્રતિમાસમ્ મર:' (પ્રતિમાસ આવે છે) પ્રયોગ પરથી આ સ્તોત્રના રચયિતા જગન્નાથ ડાકોરનિવાસી હોય એ સંભવિત છે. (૬) ૮૫ અહીં (ડાકોરમાં) આવીને અન્નનો એક સમાહ ત્યાગ કરીને જે બ્રાહ્મણશ્રેષ્ઠ શ્રીમદ્ભાગવતનો ભક્તિપૂર્વક અને નિષ્કામ રહીને પાઠ કરે તેના ઉપર તૃપ્તિ પામેલા પિતા, દાદા વગેરે પિતૃઓ, દેવો તેમજ ઋષિઓ આશીર્વાદ વરસાવે છે અને ઋણત્રયમાંથી મુક્ત થવાથી તેનું મન મોક્ષમાં આસક્ત થાય છે. આ શ્લોકમાં આવતાં ‘ગત્રાાત્ય’ (અહીં આવીને), દ્વિનોત્તમઃ’ (બ્રાહ્મણશ્રેષ્ઠ) અને ‘શ્વેત્ મળવત્ પતિ’ (જો શ્રીમદ્ભાગવતનું પઠન કરે) પદોથી અનુમાન થઈ શકે કે આ સ્તોત્રના રચયિતા જગન્નાથ બ્રાહ્મણ જ્ઞાતિના હશે અને ડાકોર જઈને શ્રીમદ્ભાગવતનો પાઠ કરતા હોવા જોઈએ. (૭) લોકોનું શરણ અને તેમના મૃત્યુને હરનારા, ભોગ અને મોક્ષ આપનારા, ભક્તો પર કૃપા કરવા તત્પર, મગધાધિપતિ(જરાસંધ)થી ત્રાસેલા તેમજ રણમેદાન છોડીને ભાગેલા, ગંગાગોમતીના કાંઠે વસનારા અને યાત્રોત્સવના સમયે વડના ઝાડ નીચે વિશ્રામ કરીને નગરજનો સાથે નિજમંદિરમાં જનારા શ્રીડાકુરેશને હું ભજું છું. આ શ્લોકમાં ડાકોરનાથ રણછોડરાયનું નામ સાર્થક કરવામાં આવ્યું છે અને વળી યાત્રોત્સવમાં નીકળતી પાલખીનો નિર્દેશ છે જે બતાવે છે કે કવિ જગન્નાથ તે સમયે હાજર રહેતા હોવા જોઈએ. (૮) આમ (ઉપર પ્રમાણેની) શ્રીકૃષ્ણની સ્તુતિયુક્ત નિર્મળ સ્તોત્ર જગન્નાથે ગુરુજનના આનંદ માટે અચળ ભક્તિપૂર્વક રચ્યું છે. તેનો પાઠ શ્રીડાકુરેશની મૂર્તિસમક્ષ સવારે અને સાંજે જે કોઈ માણસ કરશે તે પુણ્યશ્લોક થશે અને તે દેવરાજ ઇન્દ્ર થશે. (૯) ઉપસંહાર : આ સ્તોત્રની ઉપર સમગ્રતયા અભ્યાસ કરવાથી એવું તારવી શકાય કે વડોદરાનિવાસી મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ કવિશ્રી જગન્નાથ વૈષ્ણવ કૃષ્ણભક્ત હતા અને ડાકોરની અવાર-નવાર યાત્રા કરતા અને તે દરમ્યાન ત્યાં શ્રીમદ્ભાગવતનાં પારાયણો કરતા હતા. વળી ‘અન્નનો ત્યાગ કરીને એક સપ્તાહ શ્રીમદ્ભાગવતનું પારાયણ'' (શ્લોક-૭) પરથી નિશ્ચિત થાય છે કે તે કવિ વિદ્વાન કૃષ્ણભક્ત હતા, પણ એક કથાકાર તરીકે તેમણે પોતાની ઓળખાણ આપી નથી. For Private and Personal Use Only આ સ્તોત્રની રચના ગુરુજનોના આનંદને માટે કરી છે એવો નિર્દેશ પણ કવિશ્રીનો માતાપિતા વગેરે ગુરુજનો પ્રત્યેનો ભક્તિભાવ બતાવે છે.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118