Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દધિપુરનગર(દાહોદ)ની સલેખ નિષિધિકા રવિ હજારની મુનીન્દ્ર જોશી* કર્ણાટ-કર્ણાટકનાં જૈન સ્મારકો સાથે નિસિદ્ધિ કે નિસિધિ ઘણી જગ્યાએ જોવા મળે છે. સંસ્કૃત સાહિત્યમાં નિષિધિકા, નિસિધિ, નિસીધા અને નિસિદ્યાલયમ્ વગેરે શબ્દો છે. કેટલાક પ્રાકૃત ગ્રંથોમાં નિસીદ્યા પ્રયોગ કરેલો છે. સંસ્કૃત ટીકાકાર મલયગિરિ તેનું રૂપાંતર નિસિદ્દા-સ્થાનમ કરે છે. આમ આ શબ્દોનાં અનેક સ્વરૂપો જેવાં મળ્યાં છે. જેમ કે નિસીપી, નિસિદા, નિસિધીકા, નિસિપીગ, નિસધી, નિસિદી, નિસિધ્યામ, નિસિધ્યાય કે નિરાધ્યાય વગેરે. વ્યુત્પત્તિશાસ્ત્ર અને એના અર્થ અન્વયે તેમાં કોઈ ખાસ ફેર નથી. જેનો અર્થ બેઠક, બેસવાની જગ્યા કે ધાર્મિક વિધિ માટેની બેઠક, એક એવી જગ્યા જેનો ઉપયોગ કોઈએ સમાધિ-મૃત્યુ માટે કરેલો હોય. મતલબ કે નિસિદ્ધિ એ સ્મૃતિ-સ્મારક છે, જ્યાં પવિત્ર સાધુ, સાધ્વી, ગૃહસ્થ કે ગૃહિણીએ સ્વૈચ્છિક મૃત્યુ મેળવેલ હોય અથવા તો મૃત્યુ પહેલાના અંતિમ શ્વાસ છોડયા હોય. ટૂંકમાં નિસિદ્ધિ મરણોત્તર સ્મૃતિ-સ્મારક છે. જ્યાં કોઈ પવિત્ર વ્યક્તિએ ધાર્મિક સંસ્કાર મુજબ આ સ્થળે અંતિમ શ્વાસ લીધા હોય, અંતિમ ક્રિયા થઈ હોય, કે એનાં અસ્થિ દાટવામાં આવ્યાં હોય. નિસિધિમાં ચોરસ વેદિકા પર શિલાપટ્ટ મૂકી ચારે તરફ યષ્ટિ (સ્તંભ) પર પથ્થર કે ઇંટોનું આચ્છાદન કરવામાં આવે છે. પીઠિકા પર પગલાંની છાપ કે પાદુકા જોવા મળે છે. ક્યારેક સંબંધિત વ્યક્તિની આકૃતિ કે રેખાંકન કંડારવામાં આવે છે. લેખમાં સંબંધિત વ્યક્તિએ કઈ રીતે સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકાર્યું, કયા દાતા દ્વારા કોની ઉપસ્થિતિમાં આ સ્મારક બનાવવામાં આવ્યું ? વગેરે જણાવવામાં આવે છે. ઉપરોક્ત વિવેચન બાદ અહીં પ્રસ્તુત અદ્યાપિ અપ્રસિદ્ધ નિસિદ્ધિની વિગત જોઈએ. પ્રસ્તુત નિષિધિકા પ્રાચીન દધિપુરનગર અને હાલના દાહોદના શ્રી દૂધેશ્વર મહાદેવના પરિસરમાં પ્રવેશની ઉત્તર દિશાએ આવેલી છે. દૂધેશ્વર શિવાલય દધિમતિ નદીના દક્ષિણ તટે આવેલું છે. લોકવાયકા અનુસાર અત્રે દધીચિ ઋષિનો આશ્રમ હતો. ૫ ‘સ્વાધ્યાય' - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ર૦૧, પૃ. ૨૭ થી ૨૮ • ડી-૧૦, શ્રીમધુરમ્ એપાર્ટમેન્ટ્સ, ન્યુ સમા રોડ, વડોદરા. ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ ખાતું, શેલત ભુવન, એલિસબ્રિજ પાસે, અમદાવાદ - ૩૮૦ ૦૧. A.N. Upadhye, "Nisidhi - It's Meaning," Memorial Stones- A study: their origin, significance and variety, (Ed.) S. Settar, Gunther D., Sontheimer, Dharwad, 1982, pp. 45-46 રાય પ્રસનીય સૂત્ર : ૨૮, તે પરની મલયગિરિની આગોદય ટીકા પ્રાચીન દધિપુરનગર-દાહોદ માટે જુઓ, રવિ હજરનીસ અને મુનીન્દ્ર જોશી, “દધિપુરનગર(દાહોદ)ના શ્રી દૂધેશ્વર મહાદેવનો વિ.સ. ૧૮%નો શિલાલેખ," સામીપ્ય, ઓક્ટોબર ૯૭ - માર્ચ ૧૯૯૮, પૃ. ૫૩-૫૪ ૪. એજન, પૃ. ૫૩ ૫. એજન, પૃ. ૫૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118