Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આધુનિક સંસ્કૃત સાહિત્યમાં અંગ્રેજપ્રશસ્તિ આ સમગ્ર ચર્ચા પરથી કોઈ રખે એમ માની લે કે એ કાળના બધા જ સંસ્કૃત સર્જકો અંગ્રેજ-પરસ્તીની ભાવનાથી અભિભૂત થઈ ગયા હતા. સંસ્કૃતચંદ્રિકા' અને “સૂનૃતવાદિની' નામનાં તત્કાલીન સામયિકોમાં પ્રસિદ્ધ સામગ્રીથી આ બાબતને સમર્થન મળે છે. તા. ૨-૫-૧૯૦૭ના, ‘સૂનૃતવાદિની'ના અંકમાં ક્લાઈવને લૂંટારો’ ગણાવતાં અપ્પાશાસ્ત્રીએ એક આગઝરતો સંપાદકીય લેખ લખ્યો હતો. વીસમી સદીના પ્રથમ દશકમાં મહર્ષિ અરવિંદ દ્વારા રચાયેલ અને ‘રાષ્ટ્રિય જાગરણની ગીતા'નું બિરુદ પ્રાપ્ત કરનાર, ક્રાંતિનો શંખનાદ સુણાવનાર સંસ્કૃત કાવ્ય “મવાનમારતા'માં, આવા અંગ્રેજ-પરસ્તોને ફટકારતાં ભારતમાતા કહે છે કે, એવા ભારતીયોને ધિક્કાર છે, જેઓ પોતાને બ્રાહ્મણ કહેવડાવવામાં ગર્વ માને છે પરંતુ મ્લેચ્છ અંગ્રેજોનાં ચરણ ચૂમે છે – કચ્છ પૂતરવરામૃતના गर्वं द्विजोऽस्मीति करोति कोऽयम् । આવા અન્ય કાવ્યોમાં ‘મતવાલા' નામના સામયિકમાં (વર્ષ ૩, અંક-૨૭) ઈ.સ. ૧૯૨૬માં પ્રકાશિત, શ્રી નરોત્તમ શાસ્ત્રી ‘ગાંગેય'ની રચના “સ્ત્રનતોત્રમ્’ એક અપૂર્વ, અદ્વિતીય રચના છે, જેમાં વિડંબન શૈલીમાં ઉપહાસના લહેકામાં અંગ્રેજી અને અંગ્રેજી-સામ્રાજ્ય સામે પડકાર વ્યક્ત થયો છે. શ્લેષ અલંકારના પ્રયોગ દ્વારા, અશ્લીલ અર્થની મદદથી અંગ્રેજો દ્વારા આચરવામાં આવતાં દમન, છલ, છમનીતિ વગેરેનો અહીં પર્દાફાસ કરવામાં આવ્યો છે. કાવ્યમાં પ્રયુક્ત ઉન્નત, સુરત, બલિન, છલિન, મદોન્મત્ત, મહોત્થાન, છિદ્રોવેષકમ, ઉગ્રરૂપ, મહાક્રૂર, પ્રચંડ વગેરે વિશેષણો પુરુષ શિશ્ન અને અંગ્રેજ-ઉભય પર લાગુ પાડી શકાય તેમ છે. આ રીતે આધુનિક સંસ્કૃત સાહિત્યમાં, અંગ્રેજો અને અંગ્રેજી સામ્રાજ્યની પ્રશસ્તિ અને પ્રશસ્તિકારો તથા પ્રશસ્તિ-પ્રાસોનો પ્રતિરોધ-ઉભય પ્રવૃત્તિનાં દર્શન થાય છે. આ સમગ્ર ચર્ચાના સંદર્ભમાં ડૉ. શ્રીધર ભાસ્કર વણેકરનું નિરીક્ષણ ધ્યાનાર્હ છે. તેઓ લખે છે : આ રીતે આધુનિક સંસ્કૃત સાહિત્યમાં પરકીય રાજસ્તુતિ એ પ્રકરણ કાંઈક વિકૃત છે. રાજસ્તુતિપરક કાવ્ય લખવાની પ્રાચીન પરંપરાની આ એક ખેદજનક વિકૃતિ છે, એવું જ કહેવું પડશે. ખાસ કરીને દિલ્હી દરબાર, સાતમા એડવર્ડ, પંચમ જર્જનો રાજ્યાભિષેક અને વિક્ટોરિયા રાણીનું મૃત્યુ જેવા વિષયો પર જે સંસ્કૃત કવિઓએ કાવ્યરચના કરી તે પરિસ્થિતિથી કેટલા પરામુખ હતા એ કહેવું પડે એમ નથી. આ કવિઓનાં પરકીય રાજસ્તુતિપરક કાવ્યો જે ગુણોથી અલંકૃત થયેલાં છે, તે જ ગુણો તેમનાં દેવતાસ્તુતિપરનાં કાવ્યોમાં અથવા બીજાં કાવ્યોમાં પણ વધુ ઉત્કટતાથી પ્રકટ થયેલા જોવા મળે છે. આ કારણસર પરકીય રાજસ્તુતિપરક કાવ્યો લખવામાં એમની દેશહિતવિમુખતા અથવા સ્વાર્થબુદ્ધિ જ કારણભૂત બની છે, એવો સરેરાશ આરોપ કરવો એ અન્યાયકારક છે. આ રીતે બધાને એક જ ત્રાજવે તોળવા અયોગ્ય છે. કદાચ કવિઓની નિરંકુશ વૃત્તિ જ આને માટે વધુ જવાબદાર છે એમ કહેવું વધુ ઉચિત થશે. ૯. જુઓ, પાદટીપ નં. ૨, પૃ. ૫૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118