Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 77
________________ Shri Mahavir Jain Aradhana Kendra નગર-સ્થળનામોની ભીતરમાં www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૩ મુસ્તજાબ યા મુતાબ નામની મુસ્લિમ વ્યક્તિના નામ પરથી આ નામ પડયું હોય. પણ સાચી વાત એ છે કે આ નામ મૃત્યુંજયપુરનું હિંદી રૂપાંતર છે. મૃત્યુંજયનો અર્થ થાય છે શિવભગવાન. ભારતના ઘણા બધા પ્રદેશોનાં ગામસ્થળનામોનાં સંકલન તથા વિશ્લેષણ-અવલોકનથી એ નિષ્કર્ષ નીકળે છે કે મોટા પ્રમાણમાં એના મૂળ ભારતીય નામ બદલીને પછીથી મુસ્લિમ તથા અંગ્રેજી નામ એને અપાયાં છે. મહદંશે મુસ્લિમ નામોના મૂળમાં ભારતીય નામ જ રહેલાં છે. રાજ્યકર્તા હોવાને કારણે એમણે મૂળ ભારતીય નામો રદ કર્યાં ને એ ક્યારે બદલ્યાં હશે તે પણ ચોક્કસ રીતે કહી શકાય તેમ છે. પરવાના, કાનૂની પટા, રાજ્યના આદેશો, આજ્ઞાપત્રો, શિલાલેખો, પુરાતત્ત્વનોંધો તથા દંતકથાઓના આધારે પ્રવર્તમાન ગામસ્થળોનાં મૂળ નામ શોધી શકાય છે. એ રીતે એની પ્રાચીનતા તથા મૂળ પરિસ્થિતિ પણ નિશ્ચિત કરી શકાય. ભારતવર્ષના દરેક રાજ્ય પ્રદેશનાં સ્થળગામનામોનું સંકલન કર્યા પછી તેનું વર્ગીકરણ ને વિશ્લેષણ કરાય તો પાછળથી પડેલાં મુસ્લિમ તથા અંગ્રેજ આદિ વિદેશી નામોનું પગેરું શોધી શકાય ને મૂળમાં કયું નામ હતું ને તે ક્યારે કઈ રીતે બદલાવા પામ્યું તેનોય ખ્યાલ મેળવી શકાય છે. એ રીતે સ્થળગામનામો પર કેટલા પ્રમાણમાં મુસ્લિમ તથા અંગ્રેજ આદિ શાસકોની અસર પડવા પામી છે તેનો ક્યાસ નીકળી શકે. આમ, સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા ને સજાતીય યા વિજાતીય અસર તેના પર કેટલી થવા પામી છે, તેનો અંદાજ મળી શકે છે. વેદધર્મોનો પ્રભાવ ભારતનાં વિભિન્ન ક્ષેત્રોનાં પ્રાપ્ત સ્થળનામોએ વૈદિક, સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશ કાળનાં સ્થળનામોને સાચવી રાખ્યાં છે. ભારતના પૂર્વથી પશ્ચિમ તથા ઉત્તરથી દક્ષિણ પર્યંતનાં સ્થળગામનામોના આધારમાં એક પ્રકારની ગહન, સૂક્ષ્મ ને અદ્ભુત સમાનતા જોવા મળે છે. મથુરા, મદ્રાસ તથા મદુરાઈ સ્થળગામનામોમાં સમાનતા છે. ‘મથુરા’નું મૂળનામ ‘મધુરા’ છે. શ્રીકૃષ્ણ ભગવાનનું એક નામ માધવ છે. એ નામ માધોપુર, સવાઈ માધવપુર સ્થળગામનામોમાં સચવાયેલ છે. માધવના મૂળમાં ‘મધુ’શબ્દ છે. મધુનું અલ્પપ્રમાણ રૂપ મદ છે. મધુ માદક પણ હોય છે. મદિરા શબ્દમાં મધુનું રૂપાંતર મદ-મધુ રહેલ છે. મદ્રાસ તથા મદુરાઈ ગામનામોમાં મધુનું રૂપાંતર મદ તથા મદુ અનુક્રમે રહેલ છે. પ્રાચીન મદ્ર રાજ્ય પણ આ જ મદ શબ્દનું રૂપાંતર છે. મદ્રાસ, મદ્ર તથા મદુરાઈ કરતાંય પ્રાચીન છે મધુરા-મથુરા. એવું પ્રતીત થાય છે કે શૂરસેન ક્ષેત્રથી, આભીર તથા ગુર્જર જાતિના લોકો દક્ષિણ ભારતમાં પહોંચ્યા. ત્યાં તેમણે મધુરાના આધારે મદ્રાસ તથા મદુરાઈ જેવાં નગરોની સ્થાપના કરી. કાલીકટ તથા કલકત્તા ગામનામોમાંના કાલી તથા કલ શબ્દો શક્તિના પ્રતિરૂપ છે. બંબઈમાં ‘બંબ' એ ‘અંભ’નું વિકસિત રૂપ છે. અંભનો અર્થ થાય છે પ્રાણી. મેરઠ તથા મૈસુરમાંના મે-મૈં મધ-મહ-મય-મે-મૈં એવા વિકાસક્રમે આવ્યા છે. For Private and Personal Use Only આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતનાં સ્થળગામનામોમાં ઘણી સમાનતા રહી છે અને તે ભારતને સાંસ્કૃતિક સ્તરે સંયોજે છે. શરૂઆતમાં ગણવ્યવસ્થાના આધારરૂપ પ્રકૃતિના પદાર્થો હતા. એ પછી દેવ-દેવતા હતા. વરુણ, અરુણ, યમ, ઇન્દ્ર, જલ આદિ દેવ ગણના રૂપે મનાયા. યમપુરી, વરુણનગર, ઇન્દ્રાનગરી, ઇંદોર, જલગાંવ, ચંદ્રપુર, સૂર્યપુર (સૂરત) વગેરે સ્થળગામનામો આનાં દૃષ્ટાંતરૂપ છે. વળી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, પાર્વતી, શક્તિ, દુર્ગા, ચંડી, સરસ્વતી આદિ પણ સ્થળગામનામોના આધાર બની સંયોજિત થયાં. બ્રહ્મપુરી, બ્રહ્મદેશ, ખેડબ્રહ્મા, વિષ્ણુનગર, શિવપુર, દુર્ગાપુર, શિવરાજપુર, શિવનહાલા, ચંડીગઢ, શિવાલિક, શક્તિનગર, ચંદૌસી, અંબાલા, ગણેશપુરી, ગણેશપુરા, અંબાજી, બહુચરાજી, ચંડીસર, ચંડોલા, દેવગઢ, દેવગઢબારિયા, ગણદેવી, શિવની,

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118