Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ કાન્તિલાલ રા. દવે અંગ્રેજોના ગુણાનુવાદ અર્થે જ રચવામાં આવેલી વિવિધ કૃતિઓમાં, પ્રથમ ઉલ્લેખનીય કૃતિ વિનય ભટ્ટ વિરચિત અંગેનન્દ્રિ' (ઈ.સ. ૧૮૦૧) નામનું નાટક છે. આ જ સર્જકની અન્ય નોંધપાત્ર કૃતિ “સંતકનિ’ છે, જેમાં પણ અંગ્રેજોની ભારોભાર પ્રશસ્તિનાં દર્શન થાય છે. બ્રિટિશ સામ્રાજ્ય અને તેના શાસકોની સિદ્ધિઓ વગેરેને કેન્દ્રમાં રાખીને પણ, અનેક સર્જકોએ કલમ ચલાવી છે. જેમકે, કેરલનિવાસી એ.આર.કે. રાજરાજવમ કોઈકબૂરાને ‘માં સ્ત્રી શ્રીમ્' (ઈ.સ. ૧૮૭૬) નામના ૨૩ સર્ગના મહાકાવ્યની રચના કરી છે. લંદન નગરીના વર્ણનથી આરંભાતા આ કાવ્યનો અંત ૧૮૫૮ના મહારાણી વિક્ટોરિયાના આજ્ઞાપત્ર સાથે આવે છે. અંગ્રેજોએ કુટિલ કૂટનીતિથી ભારતમાં કેવી રીતે પગદંડો જમાવ્યો એ બાબતનું નિરૂપણ કરતા આ મહાકાવ્યને, વિદ્વાનોએ એની સાદગી, સરળતા, અને ઉત્તમ ગુણભૂયિષ્ટતાના કારણે ‘સર્વાધિક સફળ’ મહાકાવ્ય ગણાવ્યું છે. અતિદીર્ઘક્લિષ્ટ વર્ણનો, પાંડિત્યપ્રદર્શન અને પરંપરાગત સંસ્કૃત મહાકાવ્યનાં દૂષણોથી મુક્ત, આ મહાકાવ્ય એક સરસ આસ્વાદ્ય મહાકાવ્ય બની શક્યું છે. આવાં અન્ય ઉલ્લેખનીય કાવ્યોમાં ગૈલોક્યમોહન ગુહ વિરચિત ૨૧ સર્ગબદ્ધ “તમારતમ્(ઈ.સ. ૧૯૦૨) તથા વૈમૂર્તિ શ્રીનિવાસ શાસ્ત્રીકૃત ‘ઢિપ્રમ' (ઈ.સ. ૧૯૧૧) આંગ્લ સામ્રાજ્ય અને મહારાણી વિક્ટોરિયાનાં જીવનકાર્યોનું નિરૂપણ કરતી રચનાઓ છે. ટી. ગણપતિશાસ્ત્રીના માં સ્ત્રસમ્રામ્' અને લક્ષ્મણસૂરિના “ટ્રિસ્ટીસામ્રાગ્યમ્' (ઇ.સ. ૧૮૫૯)માં પણ આ જ વિષયનું આલેખન કરવામાં આવ્યું છે. ભારતમાં આંગ્લ સામ્રાજ્યની સ્થાપના, પ્રચાર અને પ્રસારનું ક્રમબદ્ધ કાવ્યાત્મક આલેખન, રામસ્વામી રાજુ રચિત “રાનાં ઢમહોદ્યાન' (ઈ.સ. ૧૮૯૪)માં પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, અંગ્રેજો અને અંગ્રેજી સામ્રાજ્યનાં પ્રત્યક્ષ કે પરોક્ષ ગુણગાન ગાતી ઉલ્લેખપાત્ર કૃતિઓમાં, અમૃતસરના નરસિંહદર શર્માકૃત “Tગમમિાિ ' (ઈ.સ. ૧૯૨૯), પરવસ્તુ કૃષ્ણભાચાર્યપ્રણીત “વર્તનક્ષત્રમાિ ' (ઈ.સ. ૧૯૦૮), મદ્રાસ(ચેન્નાઈ)ના પી.વી.રામચંદ્રાચાર્ય વિરચિત “સમરાન્તિમોત્સવ:', મદ્રાસના જ એસ. નારાયણની રચના ‘રનમૂ', તિરૂમલ બુક્કપટ્ટણન શ્રીનિવાસાચાર્યની ‘કમાં સ્ત્રનર્મનીપુદ્ધમ્', બંગાળના કવિરાજ નારાયણચંદ્ર કૃત ‘નારતમ્' (ઈ.સ. ૧૮૮૨), બેંગલોરના પદ્મરાજ પંડિત રચિત ‘વિસાફસનH' (ઈ.સ. ૧૯૦૫) વગેરેને ગણાવી શકાય. આંગ્લ સામ્રાજ્ય અને અંગ્રેજ-પ્રશાસકોના ચરિત્રને કેન્દ્રમાં રાખીને રચાયેલી ‘આટલી. બધી' કૃતિઓ અને તે પણ પ્રકાશિત’ સ્વરૂપમાં, એ વિસ્મય પમાડે તેવી બિના છે. આનું રહસ્યોદ્દઘાટન કરતાં ડૉ. હીરાલાલ શુકલ જણાવે છે. अंग्रेजों के चरित्र को लेकर इस युगमें अनेकानेक खण्डकाव्य लिखे गये हैं तथा सभी काव्योंका प्रकाशन भी हो गया है । आधुनिक संस्कृत साहित्यके सम्बन्धमें ..... एक बात अविस्मरणीय है कि अंग्रेजों से सम्बद्ध कोई भी काव्य अप्रकाशित नहीं मिलता, जब कि रचनात्मक साहित्य का अधिकाधिक अंश अप्रकाशित और ताडपत्रों में है। इससे स्पष्ट है कि उन्नीसवीं शती के साहित्यकारों को विदेशी शासकों पर काव्य लिखने के लिए प्रलोभन दिया जाता रहा होगा तथा एतद्विषयक सामग्री के प्रकाशन की भी सुविधा रही होगी। ૭. સંસ્કૃત કા સમાજશાસ્ત્ર, ભારતીય વિદ્યા પ્રકાશન, દિલ્હી-વારાણસી, પ્રથમ સંસ્કરણ, ૧૯૮૯, પૃ. ૧૭૦ ૮. અંગ્રેજો અને આંગ્લ સામ્રાજ્ય વિષયક સંસ્કૃત રચનાઓના હકારાત્મક પ્રભાવની પણ ડૉ. વી. રાઘવન ('આધુનિક ભારતીય સાહિત્ય અન્તર્ગત, ‘સંસ્કૃત સાહિત્ય', અનુવાદક: જયંત બક્ષી અને મનસુખલાલ ઝવેરી, સાહિત્ય અકાદમી, ૧૯૦૬, પૃ. ૨૫૧) જેવા વિદ્વાનોએ નોંધ લેતાં લખ્યું છે કે બ્રિટિશો તરફ ઊભરાઈ પડતી વફાદારીના આ પ્રદર્શનનું આજે આપણે મન કોઈ મૂલ્ય ન હોય, તો પણ અહીં એક વાત આપણે નોંધવી જોઈએ કે આ તબક્કે સંસ્કૃત કાવ્ય અને નાટકને એક નવો વિષય મળ્યો. અને સાથે સાથે તેણે, ભારત પર બ્રિટિશોએ મેળવેલા વિજય ઉપરના સંસ્કૃત ઇતિહાસનું કામ પણ સાર્યું. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118