________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધુનિક સંસ્કૃત સાહિત્યમાં અંગ્રેજપ્રશસ્તિ
નિવાસાચાર્ય પ્રણીત ‘ઉત્તમનાનંખાયશીરતમાતા’ (ઇ.સ.૧૯૧૧), અને ભટનાથ સ્વામી, રામાવતાર શર્મા તથા પં. લાલમણિ શર્મા વિરચિત, ‘નાÉપ્રશસ્તિઃ’ એવું એકસમાન શીર્ષક ધરાવતાં ત્રણ પ્રશસ્તિકાવ્યોનો સમાવેશ કરી શકાય. આ તમામ પ્રશસ્તિકાવ્યોમાં એની અતિરંજિત સ્તુતિસંશ્લિષ્ટ શબ્દાવલીના કારણે શ્રી મહાલિંગ શાસ્ત્રી વિરચિત ‘નોખંપંચમ' સાવ જુદું તરી આવે છે. મૂળ ‘િિાિમાા' નામના કાવ્યસંગ્રહમાં સમાવિષ્ટ આ પ્રશસ્તિકાવ્યમાં, જ્યોર્જ પંચમની અતિશયોક્તિથી ભરી ભરી સ્તુતિ કરતાં તેમને પાતાળ, પૃથિવી અને સ્વર્ગમાં પણ પોતાના તેજના કારણે અત્યંત પ્રકારાતા, સૂર્યને પણ અતિક્રમી જતા તેજવાળા, ઉદધિ અને અંબરને પણ ઓળંગી જતા, તેજસંપન્ન, સહસ્ર- સહસ્ર સૂર્યના તેજથી પણ અવ્યાહત તેજયુક્ત ગણાવી, એમને સર્વજેતા બનવાની શુભચ્છાઓ પાઠવી, ‘શાશ્વતી સમા’ માટે સર્વ બાધાઓનું પ્રશમન કરીને સ્તોતાનું પરિત્રાણ કરવાની કામના વ્યક્ત કરવામાં આવી છે.
પ્રકીર્ણ વિષયની રચનાઓ :
एतत्काव्यमिषेण नैव विनयः प्रत्याशया ख्याप्यते येषां शक्तिरिहाश्मनोऽपि सुदृढा तेष्वेव नोऽभ्यर्थना । शक्तिस्थाः खलु ये त एव वचनं शृण्वन्तु नान्ये जनाः किं वृक्षं मधुवर्जितं मधुधिया गच्छन्ति भृङ्गादयः ।। ( ६/६४)
૩૩
પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામોત્તરકાલીન, ‘ત્રિમૂર્તિપ્રશાસકો' વિક્ટોરિયા, એડવર્ડ સમમ અને જ્યોર્જ પંચમ વિષયક થયેલી અનેક રચનાઓ ઉપરાંત બ્રિટિશ સામ્રાજ્ય અને તેની સાથે સંબંધ ધરાવતી વિશિષ્ટ વ્યક્તિઓ વિશે પણ સંસ્કૃતમાં ઠીક ઠીક પ્રમાણમાં સાહિત્યકૃતિઓની રચના થઈ છે. ઉદાહરણ તરીકે, જ્યોર્જ પંચમના અવસાન બાદ તેમના જયેષ્ઠ પુત્ર એડવર્ડ અષ્ટમે, ઉત્તરાધિકારમાં પ્રાપ્ત થયેલા સામ્રાજ્યનો પ્રિયતમા માટે ત્યાગ કર્યો, “એ નોંધપાત્ર ઘટનાને કેન્દ્રમાં રાખી શ્રી એ. ગોપાલાચાર્યે છસો શ્લોકોનું એક સંસ્કૃત કાવ્ય ‘ચતુવૃદ્ધસૌહાર્દમ્’ (ઈ.સ. ૧૯૩૭) રચીને પોતે જ એના પર સુંદર ભાષ્યની પણ રચના કરી છે. રાધાકૃષ્ણ ગોસ્વામીએ ‘વૈવાવિનમ્’(ઇ.સ. ૧૮૭૦)ના બાવીસ-પદ્યોના લઘુકાવ્યમાં ‘પ્રિન્સ ઑફ વૅલ્સ'ના વિવાહનું વર્ણન કર્યું છે. મહદંશે ચમત્કારપ્રદર્શનના લોભના કારણે નીરસતામાં સરી પડેલા આ કાવ્યમાં ભાવપ્રવણતાનો અભાવ ખટકે છે. ‘પ્રિન્સ ઑફ વૅલ્સ’ની સ્તુતિ માટે શ્રી સુરેન્દ્રમોહન ટાગોર દ્વારા રચાયેલ ‘પ્રિન્સપંચારાતન્’ (ઈ.સ. ૧૮૯૮) કાવ્યગુણની દૃષ્ટિએ, કશી વિશેષતા ધરાવતું નથી. વારાણસીથી ઈ.સ. ૧૮૭૦માં પ્રકાશિત ‘સુમનોંડ’િ નામના કાવ્યસંગ્રહમાં સંસ્કૃતના વિવિધ કવિઓ દ્વારા રચાયેલ, ‘પ્રિન્સ ઑફ વૅલ્સ' અને 'ડયૂક ઑફ એડિનબરો' વિષયક પ્રશસ્તિકાવ્યોનો સંગ્રહ કરવામાં આવેલો છે. આ બંને મહાનુભાવો વિષેનાં અન્ય પ્રશસ્તિકાવ્યોનો એક અન્ય કાવ્યસંગ્રહ બાંકીપુરથી ‘માનસોપાયનમ્” (ઈ.સ. ૧૮૯૨) નામે પ્રસિદ્ધ થયો છે. એક અન્ય સર્જક શ્રીશ્વર વિદ્યાલંકારે ‘વિલ્હીમહોત્સત્રમ્’(ઈ.સ. ૧૯૦૩)ની લૉર્ડ કર્ઝનની ભારતીય વાઈસરોય પદે નિયુક્તિના અવસરે, રચના કરી હતી, જેમાં પદે પદે અંગ્રેજોની શ્રેષ્ઠતા અને મહાનતાનાં ગુણગાન ગાવામાં આવ્યાં છે, આમ છતાં રાષ્ટ્રીયતાનું પૂરેપૂરું સન્માન પણ અહીં જોવા મળે છે, એટલું જ નહીં, આ રાષ્ટ્રવાદી સર્જકે સ્વયં લૉર્ડ કર્ઝનના મુખે, ભારતના ભવ્ય અને ગૌરવશાળી ભૂતકાળનું યશોગાન કરાવ્યું છે. કવિએ કાવ્યમાં જ સ્પષ્ટતા કરી છે કે, લૉર્ડ કર્ઝન પાસેથી કોઈ બદલો મેળવવા કે વિનય પ્રકટ કરવાનું આ રચનાનું પ્રયોજન નથી જ. તેઓ તો, જે શક્તિશાળી ભારતીયો છે, તેમને જ પોતાનું ઉદ્બોધન કરી રહ્યા છે.
For Private and Personal Use Only