Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૦ www.kobatirth.org ૪. ૫. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈશ્વરદત્ત વરદાન ગણી લીધું. ઇ.સ. ૧૮૭૭માં ભરાયેલા દિલ્હીદરબાર અને વિક્ટોરિયાને એનાયત થયેલ ‘મહારાણી’ના ખિતાબના કારણે, આનંદવિભોર બનેલ પ્રજા અને પ્રજાના મુખરૂપ ભારતીય સર્જકોમાં મહારાણી વિક્ટોરિયાનાં પ્રશસ્તિકાવ્યો લખવાની જાણે કે હોડ જામી. ‘સૂનૃતવાદિની' નામના સુપ્રસિદ્ધ સાપ્તાહિકમાં સંસ્કૃતના મૂર્ધન્ય સર્જકસંપાદક અપ્પાશાસ્ત્રી રાશિવડેકરે ‘ચન્દ્રવર્તિન્યા થોષપત્રમ્' શીર્ષકવાળા એક ખાસ તંત્રીલેખમાં આ ‘વિક્ટોરિયા-ઢંઢેરા'નું ઉમળકાભેર સ્વાગત કર્યું, તો ભારતેન્દુ હરિશ્ચંદ્રે આ શબ્દોમાં વિક્ટોરિયાને આવકાર આપ્યો : श्रीमत्सर्वगुणाम्बुधेर्जनमनोवाणीविदूराकृते કાન્તિલાલ રા. દવે नित्यानन्दघनस्य पूर्णकरुणाऽऽसारैर्जनान् सिञ्चतः । शक्तिः श्रीपरमेश्वरस्य जनताभाग्यैरवाप्तोदया સામ્રાન્ચે નિતન વિજ્ઞયિની ટેવ વરીવૃષ્યતે ।।' (વિક્ટોરિયા-પ્રશસ્તિ, પૃ. ૭૪૬) મહારાણી વિક્ટોરિયાવિષયક રચનાઓમાં કાકીના-નરેશના રાજકવિ બંગાળનિવાસી કવિ શ્રીશ્વર વિદ્યાલંકાર વિરચિત, ‘વિનયિનીા’ (૧૯૦૧) એક ‘મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ' તરીકે નોંધપાત્ર રચના છે. અંગ્રેજી સભ્યતા, સંસ્કૃતિ અને ઇતિહાસનું દિગ્દર્શન કરાવવાના પ્રયોજનથી રચનામાં આવેલી આ કૃતિમાં, અંગ્રેજી કવિતાનો ભારોભાર પ્રભાવ છે. આ કાવ્યકૃતિનું અભિવાદન કરતાં હર્મન યાકોબીએ લખ્યું છે :'I admire the facility with which you handle Sanskrit, and the richness and the propriety of contents with which you adorn a subject, so foreign to Sanskrit muse. આવી એક અન્ય મહત્ત્વપૂર્ણ કૃતિ છે, વિક્ટોરિયામવમ્'- (ઇ.સ. ૧૮૯૯) શ્રી સમ્પન્કુમાર નરસિંહાચાર્ય દ્વારા વિરચિત આ કાવ્યના પ્રકાશન અંગે રસપ્રદ વિવાદ છે. શ્રી સમ્પકુમારે પોતાની આ રચના પ્રકાશન અર્થે તે કાળના સુપ્રસિદ્ધ વિદ્વાન અને ‘સંસ્કૃત-ચંદ્રિકા' સાપ્તાહિકના સંપાદક અપ્પાશાસ્ત્રી રાશિવડેકર પાસે મોકલી હતી. મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાના ચાકચિક્યભર્યાં વચનોથી અત્યંત પ્રભાવિત થઈને, મહારાણીનું ઉમળકાભેર સ્વાગત કરનાર, પણ પાછળથી અંગ્રેજોની બેધારી કૂટનીતિનો પાર પામી ગયેલા અપ્પાશાસ્ત્રીને, આ કાવ્યમાં કરવામાં આવેલી વિક્ટોરિયાની અતિશયોક્તિપૂર્ણ પ્રશસ્તિ પસંદ ન આવવાથી, તેમણે આ કાવ્યનું પ્રકાશન અટકાવ્યું. બાદમાં કવિ દ્વારા વારંવાર કાવ્યના પ્રકાશન બાબત પૂછપરછ કરવામાં આવતાં, સંપાદકે આખરે આ રચના અંક ૭/૧૮માં પ્રકટ તો કરી પરંતુ કાવ્યની નીચે જ સંપાદકીય નોંધ પણ મૂકી કે, ‘આવાં અંગ્રેજપ્રશસ્તિપરક, કાવ્યો લખવાં હવે સંસ્કૃતના કવિઓ માટે શોભાસ્પદ નથી'. શ્રી થ૩૪૭૫મારે વિક્ટોરિયાના જીવનચરિતને આલેખતા એક અન્ય, ‘વજ્રવર્ત-વિક્ટોરિયા’ નામના કાવ્યની પણ (ઈ.સ. ૧૯૦૨માં) રચના કરી છે. આ જ શીર્ષક હેઠળ શ્રી મહેશચંદ્ર તર્કચૂડામણિએ પણ (ઇ.સ. ૧૯૦૯માં) એક પ્રશસ્તિકાવ્યનું સર્જન કર્યુ છે, જેમાં વિક્ટોરિયાના ચરિત્રનું અહોભાવમંડિત આલેખન છે. શ્રીપતિ ઠાકુરના ‘વિવટોરિયાષ્ટકમ્’માં પરંપરાગત સ્તોત્રકાવ્યની અષ્ટક રચનામાં ‘દેવી’ તરીકે વિક્ટોરિયાનું આલેખન કરી ભક્તિભાવસભર કાવ્યાંજલિ અર્પવામાં આવી છે. બંગાળનિવાસી કવિ ત્રૈલોક્યમોહન ગુહે ‘fતમારતમ્’ નામના, ૨૧ સર્ગીય મહાકાવ્યમાં બ્રિટિશ સામ્રાજ્ય અને તેની અધિષ્ઠાત્રી સામ્રાજ્ઞી વિક્ટોરિયાનાં જીવન અને કાર્યોનું, ઓજસ્વી શૈલીમાં નિરૂપણ કર્યું છે. ગુરુપ્રસન્ન ભટ્ટાચાર્યના ‘વધિનીયમ્મૂ’ નામના ચંપૂકાવ્યમાં પણ મહારાણી વિક્ટોરિયાની યશોગાથાનું ગદ્યપદ્યમિશ્રિત ૩. સૂનૃતવાદિની, અંક નં. ૧/૧૫ For Private and Personal Use Only વિક્ટોરિયાપ્રાપ્તિ, ભારતેન્દુ ગ્રન્થાવલી, કાશી નાગરી પ્રચારિણી સભા, સંવત્ ૧૯૯૧, પૃ. ૭૪૬ ઉષ્કૃત : ડૉ. રાધાવલ્લભ ત્રિપાઠી, સંસ્કૃત સાહિત્ય, બીસવીં શતાબ્દી, ડૉ. હરિસિંહ ગૌર વિશ્વવિદ્યાલય, સાગર, મધ્યપ્રદેશ, પ્રથમ સંસ્કરણ, ૧૯૯૯, પૃ. ૮

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118