Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આધુનિક સંસ્કૃત સાહિત્યમાં અંગ્રેજપ્રશસ્તિ काव्यं यशसेऽर्धकृते व्यवहारविदे शिवेतरक्षतये । सद्यः परनिर्वृतये कान्तासम्मिततयोपदेशयुजे || Acharya Shri Kailassagarsuri Gyanmandir કાન્તિલાલ રા. દવે આ સુપ્રસિદ્ધ કારિકામાં મમ્મટાચાર્યે પ્રાચીન સાહિત્યોપાસકોનાં સાહિત્યનાં પ્રયોજનો ગણાવ્યાં છે. આ ઉપરાંત પણ સાહિત્યનાં કેટલાંક પ્રયોજનો છે અને એ પ્રયોજનોથી પ્રેરાઈને કેટલાક કવિઓ સાહિત્યનિર્મિતિ કરવા પ્રવૃત્ત થયા છે. (પણ મુખ્યત્વે) ધન અને માનની અભિલાષાથી રાજા મહારાજાની સ્તુતિપરક કાવ્યરચના કરવા ઘણા કવિઓ અને મહાકવિઓ ઉઘુક્ત થયા હતા. કમનસીબે દીર્ઘકાલીન પારતંત્ર્યને લીધે આ રાજાઓમાં પરધર્મી રાજાઓની સંખ્યા ઘણી મોટી છે. આ પરકીય સત્તાધીશોએ સંસ્કૃતના અધ્યયનનો પ્રચાર કરવા માટે અથવા સંસ્કૃત ભાષાને એની પ્રાચીન પ્રતિષ્ટા પાછી અપાવવા માટે કોઈ ખાસ પ્રયત્ન કર્યો નથી, તો પણ તેમણે અનેક પ્રતિભાસંપન્ન સંસ્કૃત સાહિત્યકારોનો યથાવસર સત્કાર કરેલો જોવા મળે છે. જગન્નાથ પંડિત જેવા સંસ્કૃત કવિને મોગલ રાજસભામાં મોટું સન્માન પ્રાપ્ત થયું હતું. અંગ્રેજ સત્તાધીશોએ પણ ‘મહામહોપાધ્યાય’ એવું બહુમાન આપીને અનેક સંસ્કૃત વિદ્વાનોનો સત્કાર કરી એ પરંપરા લાંબા સમય સુધી ચાલુ રાખી હતી. આ રીતે રાજસન્માનથી સંતુષ્ટ થયેલા અથવા રાજસન્માનની અપેક્ષા રાખનારા અનેક સંસ્કૃત કવિઓએ પરકીય પ્રશાસકોનાં જીવનચરિત્રો સંસ્કૃત કાવ્યોમાં વિવિધ રીતે ઉતાર્યાં છે. જેઓની સત્તા ઉથલાવવા માટે પ્રખર દેશભક્તોએ આજીવન દુઃખ વેઠયું એવા પરકીય પ્રશાસકોનાં ચરિત્ર માટે પોતાની પ્રતિભાનું હનન કરનાર કવિઓ સંસ્કૃત સાહિત્યકારોમાં નિર્માણ થયા એ ખેદની વાત છે. અંગ્રેજ પ્રશાસકોની પ્રશસ્તિ અર્થે રચાયેલી આવી કૃતિઓમાં મહારાણી વિક્ટોરિયા, એડવર્ડ સપ્તમ, જ્યોર્જ પંચમ વગેરે શાસકો ઉપરાંત બ્રિટિશ સામ્રાજ્ય અને તેની સાથે સંબંધિત વ્યક્તિઓ અને બનાવોને કેન્દ્રમાં રાખીને પણ અનેકવિધ સર્જનો થયાં છે. મહારાણી વિક્ટોરિયાવિષયક પ્રશસ્તિ-રચનાઓ : ઈ.સ. ૧૮૫૭ના પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ, ઇ.સ. ૧૮૫૮માં બ્રિટિશ તાજના પ્રતિનિધિ તરીકે મહારાણી વિક્ટોરિયાએ ભારતીય પ્રજાને ન્યાય, નિષ્પક્ષતા અને ધાર્મિક સહિષ્ણુતાની ખાતરી સાથે અપનાવેલી સુધારાવાદી નીતિના પરિણામસ્વરૂપે, પ્રજામાં એક અનેરા આશાવાદનો ઉદય થયો. પ્રજાએ આ નવા શાસનતંત્રને ‘સ્વાધ્યાય’ - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૨૯ થી ૩૫ • અનુ. સંસ્કૃત વિભાગ, સ.પ. યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર. ૧. ૨. For Private and Personal Use Only કાવ્યપ્રકાશ, ઉલ્લાસ ૧/૨ ડૉ. શ્રીધર ભાસ્કર વર્ણકર કૃત, ડૉ. અનંતરાય જે. રાવળ અને શ્રી વિજયા લેલે અનુવાદિત, અર્વાચીન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, પ્રથમ સંસ્કરણ, ૧૯૯૨, પૃ. ૪૫

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118