Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02 Author(s): Mukundlal Vadekar Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાના સંદર્ભમાં ચમન્તકોપાખ્યાનની સમીક્ષા મણિના કથાનકમાં આવી અલૌકિકતાનો સંસ્પર્શ થયો હોવા છતાં તેમાં રહેલ લોકનિંદાવાળો આ અંશ દૂર કરી શકાયો નથી કારણ કે તેમ કરવાથી આ ઉપાખ્યાનનું અસ્તિત્વ જ નાશ પામે તેમ છે. પરિણામે ભાગવતપુરાણમાં એક તરફ લોકોના મુખમાં તેમને નારાયણ કહ્યા છે તો બીજી તરફ એ લોકો જ તેમના પ્રત્યે અવિશ્વાસ પણ ધરાવે છે. વાયુપુરાણમાં પણ દર્શાવ્યું છે કે મણિની લાલચે સત્રાજિતની હત્યા જેવું અધમ કાર્ય કરવાનો શ્રીકૃષ્ણ પર આરોપ મૂકવામાં સમગ્ર વૃષ્ણિ અને અંધક વંશના ગણમાન્ય લોકો સામેલ હતા. तत्कर्म ततो कृष्णस्य वृष्ण्यन्धकमहत्तराः । મળી દું તુ મન્વાનાસ્તમેવ વિરારાદિત્તે । વાયુપુરાણ, ૯૬.૩૫ ૫ (૨) ભાગવતપુરાણ મુજબ જામ્બવાન સાથેના અઠ્ઠાવીશ દિવસના યુદ્ધ દરમ્યાન ગુફાની બહાર રહેલા લોકો શ્રીકૃષ્ણનું અમંગળ થયાનું માની લઈને દ્વારકા જતા રહે છે. આ સમાચારથી વસુદેવ, દેવકી, રુક્મિણી અને અન્ય સ્વજનો દુઃખી થઈને શ્રીકૃષ્ણના મંગળ માટે પ્રાર્થના કરે છે. વિષ્ણુપુરાણ મુજબ આ યુદ્ધ એકવીશ દિવસનું હતું અને સાત-આઠ દિવસો બાદ ગુફાની બહાર રહેલા યદુસૈનિકો શ્રીકૃષ્ણને મરેલા માનીને જતા રહ્યા. દ્વારકામાં તેમના સ્વજનોએ તેમની ઉત્તરક્રિયા પણ કરી. વિષ્ણુપુરાણ નોંધે છે કે શ્રદ્ધાપૂર્વક આપવામાં આવેલા અન્ન અને જળથી શ્રીકૃષ્ણને પુષ્ટિ મળી અને તેઓ જામ્બવાનને હરાવવા સમર્થ બન્યા. હરિવંશ અને બ્રહ્મપુરાણ અનુસાર તો શ્રીકૃષ્ણને મૃત માનીને પાછા ફરનાર લોકોમાં બલરામ પણ છે. આમ, જામ્બવાન સાથેના શ્રીકૃષ્ણના યુદ્ધને લગતા ઉપર્યુક્ત પૌરાણિક સંદર્ભો તપાસતાં જણાય છે કે આ યુદ્ધમાં તેમણે મેળવેલો વિજય એ તેમનું દિવ્ય કે અલૌકિક લીલાકર્મ નહિ પરંતુ એક પ્રકારનું વીરકૃત્ય છે. ભાગવતકારે બલરામને શેષાવતાર માન્યા હોઈ શ્રીકૃષ્ણ અને જામ્બવાનના યુદ્ધપ્રસંગે તેમના મૃત્યુની શંકા સેવનાર લોકોમાં બલરામનો સમાવેશ કર્યો નથી. પરંતુ તેમને મૃત માનીને તેમની પાછળ ઉત્તરક્રિયા વગેરેના નિર્દેશમાં આ કથાનકના મૂળમાં રહેલા ઐતિહાસિક તથ્યનો સંકેત જરૂર થઈ જાય છે. (૩) જામ્બવાન પાસેથી સ્યમન્તક મેળવીને સમગ્ર યદુવંશીઓની સભા મધ્યે જાહેર કરીને શ્રીકૃષ્ણે પોતાના પરના મિથ્યારોપને દૂર કર્યો ત્યારે તેમના પર આ દોષારોપણ કરવા બદલ સત્રાજિત લજ્જિત થયો. તેમની પ્રસન્નતા માટે તેણે પોતાની પુત્રી સત્યભામા શ્રીકૃષ્ણને આપી. આ ઘટનામાં તેમની પર લાગેલા બીજી વારના આરોપનાં બીજ રોપાય છે. અક્રૂર સત્યભામાને મેળવવા માગતા હતા. તેમની આ ઇચ્છા રોળાઈ જવાથી કૃતવર્મા સાથે મળીને તેના ભાઇ શતધન્વા દ્વારા સત્રાજિતની હત્યા અને મણિની ચોરી કરાવી. For Private and Personal Use Only ભાગવતપુરાણ સ્યમન્તકોપાખ્યાન સિવાય સર્વત્ર અક્રૂરને ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત અને હિતૈષી તરીકે વર્ણવે છે. જ્યારે સ્યમન્તક પ્રસંગમાં તેમની ભૂમિકા નકારાત્મક છે. અક્રૂરનું આ પ્રકારનું દ્વિવિધ વ્યક્તિત્વ જોતાં જણાય છે કે સ્યમન્તક પ્રસંગમાં તેણે ભજવેલી ભૂમિકા તેના વાસ્તવિક વ્યક્તિત્વની પરિચાયક છે. અક્રૂરને ભગવદ્ભક્ત તરીકે પ્રસ્થાપિત કરનાર ભાગવતકાર તેની આ નકારાત્મક ભૂમિકાને દૂર કરી શક્યા નથી, તેમાં જ તેની વાસ્તવિકતા તરફનો સંકેત છે. અહીં અક્રૂરને તેમના આ પ્રકારના અશોભનીય વ્યવહારથી મુક્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોત તો આ બીજી વખતના મિથ્યા દોષારોપણની ઘટના જ અસ્તિત્વમાં ન આવી હોત. રાજપુરુષોમાં કન્યાપ્રાપ્તિ માટે આ પ્રકારે શત્રુતા ઊભી થવાની ઘટનાઓ સહજ હતી. અક્રૂરની ઈર્ષાવૃત્તિ અને પ્રતિશોધની ભાવના નીચેના શબ્દોમાં પ્રગટ થયાં છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 118