Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02 Author(s): Mukundlal Vadekar Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ મનસુખ કે. મોલિયા કન્યા સત્યભામા શ્રીકૃષ્ણને પરણાવી. અક્રૂર સત્યભામાને પરણવા માગતો હતો અને સત્રાજિતે આ અંગે વચન પણ આપ્યું હતું. પરિણામે સત્રાજિત અને શ્રીકૃષ્ણ પ્રત્યેની દુષ્ટવૃત્તિથી અક્રૂર અને કૃતવર્માએ શતધન્વાની મદદથી સયમન્તકની ચોરી કરાવવાનું પયંત્ર ગોઠવ્યું. શ્રીકૃષ્ણ અને બલરામ દ્વારકાની બહાર હતા ત્યારે શતધન્વાએ સત્રાજિતને મારી નાખ્યો અને સયમન્તક મણિ લઈ ગયો. પિતાની હત્યાથી વ્યથિત સત્યભામાએ વેરનો બદલો લેવા શ્રીકૃષ્ણને ખૂબ જ આગ્રહ કર્યો. શ્રીકૃષ્ણ અને બલરામે શતધન્વા સાથે સંઘર્ષ શરૂ કર્યો ત્યારે અક્રૂરે અગાઉ મદદ કરવાનું વચન આપ્યું હોવા છતાં મદદ કરી નહિ. શતધન્વા અક્રૂરને મણિની સોંપણી કરીને મિથિલા તરફ નાસી ગયો. બલરામ અને શ્રીકૃષ્ણ તેનો પીછો કર્યો. માર્ગમાં શતધન્વાની ઘોડી મૃત્યુ પામી અને તે પગપાળા ભાગવા લાગ્યો. બલરામને રથમાં જ એક સ્થળે ઊભા રાખીને શ્રીકૃષ્ણ એકલા જ તેની પાછળ ગયા અને તેનો વધ કર્યો. શ્રીકૃષણે ખૂબ તપાસ કરી પરંતુ શતધન્ધા પાસેથી સ્યમન્તક મળ્યો નહિ. તેથી તેઓ ખાલી હાથે પાછા ફર્યા. બલરામે શ્રીકૃષ્ણને મણિ શોધી કાઢવાનું કહ્યું અને પોતે મિથિલાનગરીમાં જતા રહ્યા. શ્રીકૃષ્ણના ભયથી અક્રૂર દ્વારકા છોડીને અન્યત્ર જતો રહ્યો તથા દરરોજ પુષ્કળ દક્ષિણાવાળા યજ્ઞો કરવા લાગ્યો. અફૂરના ચાલ્યા જવાથી દ્વારકામાં દુર્ભિક્ષ વગેરે અનિષ્ટો આવ્યાં છે એવું માનતા નગરજનોના આગ્રહથી શ્રીકૃષ્ણ અફૂરને દ્વારકા તેડી લાવ્યા. તેમણે મણિ જાહેર કરીને પોતાને મિથ્યારોપમાંથી મુક્ત કરવા સમજાવ્યા. અક્રૂરે પોતાની પાસેનો મણિ જાહેર કર્યો અને શ્રીકૃષ્ણ પરનું બીજી વખતનું મિથ્યા કલંક દૂર થયું. આ ઉપાખ્યાનના અંતે એવી ફલશ્રુતિ છે કે તેનું શ્રવણ, પઠન કે સ્મરણ કરનાર વ્યક્તિ દુષ્કીર્તિ અને પાપોમાંથી મુક્ત થાય છે. ભાગવતપુરાણ અને અન્ય પુરાણોમાં સ્યમન્તકોપાખ્યાનમાં મળતી કેટલીક બાબતો વિશેષ ધ્યાનાર્હ છે, જે શ્રીકૃષ્ણની ઐતિહાસિકતા તરફ નિર્દેશ કરે છે. જેમ કે, (૧) સત્રાજિત પ્રસેનના વધ અને સ્વમન્તકની ચોરી અંગે શ્રીકૃષ્ણ પર આરોપ મૂક્યો ત્યારે શ્રીકૃષ્ણનો પક્ષ લેનાર સમગ્ર દ્વારકામાં કોઈ નથી. ભાગવતપુરાણમાં ઉપાખ્યાનના આરંભે આ જ દ્વારકાવાસીઓ તેમને નારાયણ માનતા જોવા મળે છે. સૂર્યદેવ પાસેથી ચમન્તક મેળવીને સત્રાજિત દ્વારકામાં આવી રહ્યો હતો ત્યારે નગરજનો શ્રીકૃષ્ણને આ સમાચાર આપતી વખતે કહે છે, “હે ભગવાન, યદુવંશમાં અવતીર્ણ એવા આપને શોધવા દેવો સદા પ્રયત્નશીલ છે અને આજે સૂર્યદેવે તમને શોધી કાઢયા છે. તેઓ તમને મળવા આવી રહ્યા છે.” नारायण नमस्तेऽस्तु शङ्खचक्रगदाधर । दामोदरारविन्दाक्ष गोविन्द यदुनन्दन ।। एष आयाति सविता त्वां दिदृक्षुर्जगत्पते । मुष्णन् गभस्तिचक्रेण नृणां चभृषि तिग्मगुः ।। नन्वन्विच्छन्ति ते मार्ग त्रैलोक्यां विबुधर्षभाः । જ્ઞાત્વિજ પૂઢ ૧૬૬ ટૂછું ત્યાં ત્વન: મો || ભાગવત. ૧૦.૫૬.૬-૮ આ ઉપર્યુક્ત શબ્દોમાં શ્રીકૃષ્ણના મહિમાનું ગાન કરનાર લોકો તેમના પર મિથ્યા દોષારોપણના કાર્યમાં પણ સામેલ થાય અને કાનાફૂસી કરીને આ વાતને ફેલાવે તે પરસ્પર વિરોધી લાગે છે, લોકોના વ્યવહારમાં જોવા મળતો આ આંતરવિરોધ એવું અનુમાન કરવા પ્રેરે છે કે આ ઘટનામાં શ્રીકૃષ્ણ પર એક સામાન્ય માનવીની જેમ લોકોએ શંકા કરી હશે. પછીથી તેઓ પરમાત્માની પદવી પામતાં તેમના જીવનની આસપાસ અનેક અલૌકિક વાતો જોડાઈ હશે. સ્યમન્તક For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 118