Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન્યાયભૂષણમાં ચિત્રરૂપનિરૂપણ ૨૩ ભાસર્વા કહે છે કે પ્રત્યક્ષ અને અનુપલબ્ધિ પ્રમાણથી (આ બન્ને પ્રમાણો દ્વારા) અર્થવિશેષ તેના આકારનો હેતુ અને ફળ કેવી રીતે નક્કી થાય ? ઘટ વિશેષ કારણ બને અને પોતાના આકારને જ્ઞાનમાં ઉત્પન્ન કરે તો તે કાર્ય બને. ઘટ પ્રત્યક્ષ દેખાય તો તેનું જ્ઞાન ઉત્પન્ન થાય (પ્રત્યક્ષ). ઘટ ન હોય તો તેનું જ્ઞાન ન થાય (અનુપલબ્ધિ). બાહ્ય ઘટ હેતુ બને અને જ્ઞાનનો આકાર કાર્ય (ફળ) બને. ઘટ અને પટનું ધૂળરૂપે જ ગ્રહણ થાય છે તેથી તે બાહ્ય પદાર્થ છે એમ માનવું પડે. આ અર્થપત્તિ પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. આમ આપણા બન્નેમાં યોગક્ષેમ સરખા છે અર્થાત્ તમે અવયવીને માનવામાં મુશ્કેલી બતાવો છો તો તમારામાં પણ આવી મુશ્કેલી આવે છે તેથી સ્થૂળ આકારનું ગ્રહણ થાય છે તેમ માનવું પડે. જો સ્થૂળ આકારને ન માનીએ તો ઘટ-પટનું જ્ઞાન કેવી રીતે થાય ? બૌદ્ધો આના પ્રત્યુત્તરમાં કહે છે કે ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને સ્થૂળરૂપે દેખાય છે. પરંતુ મૂલતઃ તો તે પરમાણુઓ જ છે, ને જ્ઞાન તો પરમાણુનું જ થાય છે. બૌદ્ધો રથના ઉદાહરણથી આ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરે છે. રથ નામનો કોઈ અવયવી પદાર્થ નથી. એના પૈડાં, ચક્ર, ધરી જુદાં પાડો, પછી બતાવો – રથ ક્યાં છે અર્થાત્ અવયવી નામનો કોઈ પદાર્થ હોતો નથી. ભાસર્વા કહે છે કે આનું ખંડન પહેલાં કરેલું છે. પરમાણુ એકઠા થયેલા ન હોય તેવા-જે સૂક્ષ્મ છે એવા પરમાણુઓમાં સ્થૂળ આકારનું જ્ઞાન થાય તો તે જ્ઞાન બ્રાન્ત કહેવાય.* તેઓ બૌદ્ધોને પ્રશ્ન કરે છે કે બધા પરમાણુઓ જ્ઞાનમાં એક જ આકારને ઉત્પન્ન કરે છે કે દરેક પરમાણુ પોતપોતાના ભિન્ન-ભિન્ન જ્ઞાનને ઉત્પન્ન કરે છે ? જો એક જ આકારને જ્ઞાનમાં ઉત્પન્ન કરતાં હોય એવું માનીએ તો પ્રત્યક્ષ પ્રમાણથી જે જ્ઞાન થાય તે સાધારણ આકારનું જ્ઞાન ગ્રહણ કરે. દા.ત. કાળી ગાય, ધોળી ગાયનું પ્રત્યક્ષ થાય ત્યારે તમે કહો છો તેમ હોય તો કાળાપણું સફેદપણાનું જ્ઞાન થાય, ‘ગૌ’ વિશેષનું જ્ઞાન ન થાય અર્થાત્ બધા પરમાણુઓ સામાન્યને ઉત્પન્ન કરતા હોય તો વિશેષનું જ્ઞાન ન થાય. આ ગાય છે એવા જ્ઞાનમાં પ્રાતિપદિક ‘ગોનું જ્ઞાન થાય, ‘ગૌઃ'નું જ્ઞાન ન થાય. વળી, જુદા જુદા આકારનું એક જ જ્ઞાનરૂપે ગ્રહણ થાય તો તે જ્ઞાન ભ્રાન્ત થાય. કાળી ગાય શ્વેત ગાયરૂપે દેખાય તો તે જ્ઞાન ભ્રાન્ત કહેવાય. પરમાણુઓ એક આકારના હોય તો ચિત્રરૂપનું જ્ઞાન થાય નહીં,એક આકારવાળાને ચિત્રતા ન કહેવાય. ઉપર્યુક્ત પ્રશ્નોનો જવાબ આપતાં નૈયાયિક એકદેશી કહે છે કે પ્રત્યેક પરમાણુ જુદા જુદા આકારના જ્ઞાનને ઉત્પન્ન કરે છે એમ માનો તો ? ભાસર્વજ્ઞ એકદેશીના મતને અટકાવતા કહે છે કે આ યોગ્ય નથી કારણ કે, અભિન્ન (એક જ) જ્ઞાનમાં આકારભેદનો સંભવ નથી. દા.ત. એક સાથે ત્રણ (લાલ, લીલા, પીળા) પરમાણુઓ જુદા જુદા આકારને ઉત્પન્ન કરે છે. હવે જ્ઞાન તો એક સમયે એક જ આકારને ધારણ કરે છે. ત્રણેય આકારને જ્ઞાન એક સાથે કેવી રીતે ધારણ કરે ? આમ આકારભેદ માનશો તો જ્ઞાનભેદ થશે. ભાસર્વજ્ઞ કહે છે. અહીં તાદાભ્યનો વિપર્યય થશે. દા.ત. આ ઘટ છે. અહીં ઘટના આકાર-જ્ઞાન વચ્ચે તાદાભ્ય હોય છે. હવે પદાર્થ ત્રણ હોય અને જ્ઞાન એક જ થાય તો તમારા પોતાના સિદ્ધાન્તમાં વિરોધ આવશે, જ્ઞાન-આકારમાં સ્વીકારેલા તાદાભ્યનો બાધ થાય તો પછી કાં તો તાદાભ્યના સિદ્ધાન્તને છોડો અથવા ચિત્રરૂપ સ્વીકારો. - બૌદ્ધો કહે છે કે આકારભેદ થાય તો જ્ઞાનનો પણ ભેદ થાય અર્થાતુ ત્રણ પ્રકારના આકાર હોય તો જ્ઞાન પણ ત્રણ હોય. ૧૬. વૈમસંનિતાબ્લ્યુ, પરમાનુષ તથાારે ફાને માનવ થાત્ | ન્યા. ભૂ., પૃ. ૧૧૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118