Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 7
________________ શ્રીમાન અમિતગતિ આચાર્ય રાજા મુંજના વખતમાં થયા છે. ને રાજા મુંજ, માળવદેશના રાજા હતા. અને મુંજ રાજા ભોજ રાજના કાકા થાય. તેઓ પણ સંસ્કૃત સાહિત્યના પ્રેમી હતા, અને વિદ્વાનોની કદર કરવાવાળા હતા. જેવી રીતે મહારાજ વિક્રમાદિત્ય રાજાની સભામાં કાળિદાસ અમરસિંહ વી. નવરત્નો થયા હતા અગર સાંભળવામાં આવ્યા છે તે પ્રમાણે મુંજ રાજાની સભામાં પણ અનેક કવિરત્નો હતા. તિલક મંજરીના કર્તા ધનપાલ, દશ રૂપકના કર્તા ધનિક અને પિંગળ સૂત્ર વૃતિકના કર્તા કલાયુધ, નવ સાહસક ચરિત્રના કર્તા પદ્મગુપ્ત કવિ અને આ પુસ્તકના કર્તા મહાત્મા અમિતગતિ સૂરિ આ મુંજરાજના રાજ્ય કાળમાં થયા હતા. મહાત્મા અમિતગતિ સૂરિએ રચેલાં પુસ્તકો નીચે પ્રમાણે મળી આવે છે – ૧. સુભાષિત રત્નસ દોહ ૬. જંબૂ દ્વીપ પ્રાપ્તિ ૨. ધર્મપરીક્ષા ૭. ચંદ્ર પ્રજ્ઞપ્તિ ૩. શ્રાવકાચાર્ય ૮. સાદ્ધ કય દ્વીપ પ્રજ્ઞપ્તિ ૪. ભાવના ધાર્વિશિકા ૯. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ ૫. પંચસંગ્રહ ૧૦. યોગસાર પ્રાભૂત સુભાષિત રત્નસંદેહ સિવાય “ધર્મ પરીક્ષા” વિક્રમ સંવત ૧૦૭૦ માં રચેલ છે. બીજા ગ્રંથોના રચનાના કાળ સંબંધી નિર્ણ. યાત્મક રીતે કહી શકાય તેમ નથી. ઉપરોક્ત પુસ્તકમાંથી ધર્મ પરીક્ષા અને સુભાષિત રત્નસંદેહ છપાઈને પ્રસિદ્ધ થઈ ચુક્યા છે અને ત્રીજે ગ્રન્થ “શ્રાવકાચાર” પણ અનેક જગ્યાએ મળે છે. પંચ સંગ્રહ તથા યોગસાર પણ ઉપલબ્ધ છે. અને “ભાવના ધાર્વિશિકા” સામાયિક પાઠના નામથી છપાઈ ચુકી છે પરંતુ પ્રકૃતિ નામક ચાર પ્રત્યે હજી સુધી ઉપલબ્ધ થયા નથી.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 396