Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 6
________________ G७स्तवोपनिषद् समृद्धपत्रा अपि सच्छिखण्डिनो, यथा न गच्छन्ति गतं गरुत्मतः। सुनिश्चितज्ञेयविनिश्चयास्तथा, न ते मतं यातुमलं प्रवादिनः ।।१-१२।। हे भगवन् ! वर्णादिसम्पत्समन्विता अपि मनोहरा मयूरा यथा ताय॑स्य गतिं नैव प्राप्नुवन्ति, तथैव प्राकृतगम्यपदार्थानां विशेषण निश्चयं कृतवन्तः, तन्निश्चयस्यापि बाढ निश्चयं कृतवन्तः परदर्शनिनस्त्वनिरूपितं युक्तियुक्तं तत्त्वं प्राप्तुं नैव शक्नुवन्ति। स्यादेतत्, अस्यापि तत्प्राप्तिस्स्याद्यदि मां सर्वज्ञतया प्रतिपद्यते, किन्तु मत्स्वरूपज्ञापकलिङ्गादर्शनेन नासौ मामङगीकरोति, कोऽस्य दोष इति पर्यनुयोगपरमिव भगवन्तं प्रतिवक्ति' હે ભગવાન ! મોરના પીંછા સરસ મજાના રંગબેરંગી હોય છે, બીજા પંખીઓ કરતાં ઘણા મોટા પ્રમાણમાં હોય છે. એ મોર પાછો યુવાન, નીરોગી ને તગડો હોય અને ઉડવામાં બધી શક્તિ લગાવી દે તો ય જેમ ગરુડની ગતિને ન જ પહોંચી શકે. એ રીતે છાસ્થ સમજી શકે એવા પદાર્થોનો વિશેષ નિશ્ચય કરનારા, એ નિશ્ચયનો પણ નિશ્ચય કરનારા પરદર્શનીઓ આપે જેનું નિરૂપણ કર્યું છે એવા યુક્તિયુક્ત તત્વને પામવા અસમર્થ જ છે. વત્સ ! પરદર્શનીને પણ તત્વ મળી શકે, શરત એટલી જ છે કે સર્વજ્ઞરૂપે મારો સ્વીકાર કરે. પણ ‘હું સર્વજ્ઞ છું' આવું એને ખબર પડે એવું મારામાં કાંઈ હોવું જોઈએ ને ? એવું ઓળખચિહ્ન ન મળવાથી એ મને સ્વીકારતો નથી. એમાં એનો શું દોષ છે ? ભગવાને જાણે આવો પ્રશ્ન કર્યો હોય, તેમ તેનો ઉત્તર આપતા કહે છે - ભગવાન ! આપનો દેહ કામાદિના વિકારથી રહિત છે, તેથી १. ख - श्चिते। २. क, ख - गतं । स्तवोपनिषद् वपुः स्वभावस्थमरक्तशोणितं, परानुकम्पासफलं च भाषितम्। न यस्य सर्वज्ञविनिश्चयं त्वयि, द्वयं करोत्येतदसौ न मानुषः ।।१-१४।। हे भगवन् ! कामादिविकारविमुक्तोऽयं भवतो देहः, अत एव स्वभावव्यवस्थितः, रक्तमपि भवतः शुभ्रवर्णम्, एषा शरीरसम्पत्, उपलक्षणं चैतदष्टोत्तरसहस्रलक्षणादेः । तथा वागपि परेषु करुणाफलयोगक्षेमकरत्वेन सफला, एषा च वचनसम्पत्, उपलक्षणं चैतदपि संस्कारवत्त्वादिगुणानाम् । द्वयमेतद्यस्य ‘भवानेव सर्वज्ञ' इति विनिश्चयं नोत्पादयति, स मनुष्य एव न, अपि तु शृङ्गपुच्छभ्रष्टपशुः, निर्विवेकतासादृश्यादिति । સ્વભાવમાં વ્યવસ્થિત છે. આપનું રક્ત પણ શુભ વર્ણનું છે. આ છે આપની શરીરસંપત્તિ. આ ૧૦૦૮ લક્ષણો વગેરેનું ઉપલક્ષણ છે. તથા આપની વાણી પણ આપની કરુણાને સફળ બનાવે છે. ભવ્યલોકનું યોગ-ક્ષેમ કરે છે.આ છે વયનસંપત્તિ. આ પણ સસંસ્કારતા વગેરે ૩૫ ગુણોનું ઉપલક્ષણ છે. આ બંને વસ્તુ જેને ‘આપ જ સર્વજ્ઞ છો’ એવો મક્કમ નિશ્ચય નથી કરાવતી, આપના આ બે પાસા જોવાથી જેને આપની સર્વજ્ઞતાનું જ્ઞાન નથી થતું, એ તો મનુષ્ય જ નથી, પણ પૂંછડી ને શિંગડા વિનાનો પશુ જ છે. જેમ પશુમાં વિવેક નથી. તેમ એનામાં પણ નથી. આમ આપનું આ પ્રગટ ઓળખચિહ્ન જોઈને ય આપને સર્વજ્ઞ ન માને તેમાં પરદર્શનીનો જ દોષ છે. १. क-ख - सक। २. सर्वज्ञ विनिश्चयस्त्वयि - इति मुद्रितपाठः । ३. ख - करोतद। ४. क - नु।

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38