Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ ७ स्तवोपनिषद् एवं सत्यपि परदर्शनमोहितैरज्ञजनै-स्त्वत्तोऽन्यः सुगतादिः किमर्थं शरणीकृत्यऽऽश्रितः ? सोऽपि तान् कृतार्थयिष्यतीति को दोष इत्यत्राहतद्ध्यानेन कल्याणाऽऽप्त्या कृतार्थता स्यादिति तद्योग्यतैव न, स तु स्वमांसदानेन सकृदेव परोदरमपूरयत्, नरकातिथिं च तमकरोदिति वृथैव कृपालुः। किन्त्वद्यापि मद्विषयेऽनेका विप्रतिपत्तय इत्यनिश्चयान्मयि भवतां कोऽजसाऽनुराग इति पृच्छन्तमिव भगवन्तं प्रत्याहक्षिप्येत वाऽन्यैः सदृशीक्रियेत वा, तवाछिपीठे लुठनं सुरेशितुः। इदं यथावस्थितवस्तुदेशनं, परैः कथङ्कारमपाकरिष्यते ?।।१२।। ભક્તનું કલ્યાણ થાય એવો નાનોસૂનો પ્રભાવ થોડી જ છે ? પ્રભુ ! અમને તો થાય છે કે આવા પ્રગટ ને પરમ પ્રભાવી આપ હો ને લોકો બુદ્ધ વગેરેના શરણે કેમ જાય છે ? એ ય કૃતાર્થ કરી દેશે - આવું કોઈ કહેતું હોય તો મારે કહેવું છે કે એમના ધ્યાનથી કલ્યાણ થાય, કૃતાર્થ થવાય એવી તેમની યોગ્યતા જ નથી. - તેમણે તો માત્ર એક વાર પોતાનું શરીર ધરીને બીજાનું પેટ ભર્યું. ભોજન મળે ને જેવું ફળ મળે, તેવું ફળ મળ્યું, બીજા દિવસની ભોજનની ચિંતા ય ટળી નહીં, નરકનો મહેમાન થયો એ વધારામાં. એટલે તેમની દયા તો નામ માત્રની જ હતી.ilઉll વત્સ ! આ તો બધું તું તારા મનનું - તને ઠીક લાગે તે કહે છે, પણ જો, હજી પણ મારા વિષયમાં કેટલા મતમતાંતરો છે. જેમ કે ઘણા માને છે કે મારી પાસે દેવો આવ્યા જ ન હતાં. એટલે પાકી તપાસ કર્યા વિના તું મારો અનુરાગી થઈ જાય એ કેવું ? જાણે ૨. T - તાવી રૂ૮ ૯ स्तवोपनिषद् हे भगवन् ! भवतां पादपीठे सुरपतेर्लुठनं यदभूत् तद्वाङ्मात्रं कल्पनाशिल्पिनिर्मितमिति परदर्शनिभिः क्षेपविषयीक्रियेत । यद्वाऽस्मदेष्टाऽपि सुरपतिप्रणतपादपङ्कजोऽभूत्- इति सदृशीक्रियेत । वचनमात्रेण तु सर्वस्यापि सुलभत्वात्। किन्तु यदियं भवता यथार्था देशना कृता, युक्तियुक्तं तत्त्वनिरूपणं कृतम्, तत् परवादिभिः कथमपि निराकर्तुमशक्यम् । नेदं क्षेपगोचरम्, दृष्टेष्टाबाधितत्वात् । नापि सादृश्यापादनमप्यत्र शक्यम्, प्रत्यक्षं विसादृश्योपलम्भादिति। स्यादेतत्, यथा मय्यनुरागालम्बनमध्यक्षं निरीक्षितम्, तथा પરમાત્માએ આવી અભિવ્યક્તિ કરી હોય તેમ ભક્ત તેનો ખુલાસો કરે છે– મારા વ્હાલા ! તારા પાદપીઠે ઈન્દ્ર આળોટતો હતો આ વાતને પરવાદીઓ બોગસ કહે, મનઘડત કહે, આ રીતે એ વાતનો પ્રતિક્ષેપ કરે અથવા તો અમારા ભગવાનને ય ઈન્દ્ર પ્રણામ કરતો હતો એમ એ વાતની બરોબરી કરે, તો એમાં કાંઈ અશક્ય નથી. બોલવા માગથી તો બધું જ સુલભ છે. અર્થાત્ સાચી વાતને પણ ખોટી કહેતા, ને ખોટાને સાચું કહેતા ક્યાં કોઈને વાંધો આવે છે ? પણ આપે જે આ યથાર્થ દેશના કરી, યુક્તિયુક્ત તત્વનિરૂપણ કર્યું, તેની સામે તો પરવાદીઓ કોઈ જ પ્રતિકાર કરી શકે તેમ નથી. એ નિરૂપણ પ્રત્યક્ષ-અનુમાનાદિથી અબાધિત છે માટે એનો પ્રતિક્ષેપ થઈ શકે તેમ નથી. અને આવું શુદ્ધનિરૂપણ અમારા શાસ્ત્રોમાં ય છે એમ કહીને તેની બરોબરી પણ કરી શકાય તેમ નથી. કારણ કે પ્રત્યક્ષ જ દેખાય છે કે એમાં શુદ્ધનિરૂપણ નહીં પણ પોલંપોલ જ છે. માટે જિનાગમની બરોબરી નથી.II૧૨TI

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38