Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 35
________________ દર ©સ્તવોપનિષદ્ પણ તૈયાયિકાદિસંમત ઈશ્વર, સાંખ્યમત કપિલ અને બૌદ્ધસંમત સુરતના આપ્તપણાનું તેમનાં મંતવ્યોમાં વિરોધ દર્શાવી ખંડન કરે છે. અને મીમાંસકસંમત વેદના અપૌરુષેયત્વ તથા અસર્વજ્ઞવાદને પણ પ્રમાણવિરુદ્ધ બતાવે છે. એ રીતે તે પોતાની આપ્તપરીક્ષામાં વિરોધી દર્શનોની નામનિર્દેશપૂર્વક સવિસ્તર ખંડનાત્મક સમીક્ષા કરે છે. જ્યારે સિદ્ધસેન પોતાની છઠ્ઠી બત્રીશીમાં એ જ વસ્તુ બીજી રીતે મૂકે છે. તે જુએ છે કે મહાવીરને આપ્ત સ્વીકારવા સામે મુખ્ય આડી જૂનાને વળગી રહેવાની અને જૂનામાં સત્ય જોવાની પરીક્ષાશૂન્ય શ્રદ્ધા એ છે. તેથી એ પહેલાં પુરાતનપણું એટલે શું ? અને પુરાતનતા સાથે સત્યનો સંબંધ શો છે એની કઠોર અને તલસ્પર્શી સમાલોચના કરે° છે. એમ કરતાં તે દુશ્મનો વધી જવાની કે નિંદા થવાની કે બીજી કોઈ પણ જાતની પરવા કર્યા સિવાય પોતાનો તર્કપ્રવાહ વહેવડાવ્યે જાય છે અને બધી જ વસ્તુ તર્કથી પરીક્ષાપૂર્વક સ્વીકારવી કે છોડવી જોઈએ એ સૂચવી છેવટે તર્કની કસોટીથી પોતે મહાવીરને જ આખ તરીકે સ્વીકારે છે. કાલિદાસે જૂનામાં ગુણ જોવાની અને નવામાં ખામી જોવાની અંધશ્રદ્ધાનો તર્કપૂર્વક નિષેધ કર્યો છે. પણ તે માત્ર કાવ્યને ઉદ્દેશીને અને તદ્દન ટૂંકમાં જ, જ્યારે સિદ્ધસેને પુરાતનતા અને નવીનતાની સમીક્ષા કરી છે તે બહુ વિવિધતાવાળી અને સર્વવિષયમાં લાગુ પડે તેવી છે. તેથી જ અમે પહેલાં કહી આવ્યા છીએ કે પુરામચેવ ન સાધુ સર્વમ્ ઈ. કાલિદાસનું પધ છઠ્ઠી બત્રીશીમાં ભાગાયમાણ થયેલું ભાસે છે. કાલિદાસના એ જ પધનું છેલ્લું પાદ એ જ ભાવમાં થોડા શાબ્દિક ફેરફાર સાથે પહેલી બત્રીશીમાં દેખાય છે. ૧. દા.ત. છઠ્ઠી બત્રીશી શ્લો. ૧, ૫, ૮, ૧૬ ૨. પૂરઝળવાન્યમતિર્મવાનૈઃ બ. ૧-૯, મૂહ: પરપ્રત્યયનેવવૃદ્ધિ: માલવિકાગ્નિમિત્ર અં.૧. પ્રસ્તાવના. परिशिष्ट शल આઠમી બત્રીશીમાં માત્ર પરપરાજય અને સ્વવિજયની ઈચ્છાથી થતી જલકથાની સમીક્ષા છે. જાકથા કરનાર સહોદરવાદીઓમાં પણ કેવી શત્રુતા જામે છે, જલ્પકથા કરનારાઓમાં સત્ય અને આવેશનો તથા ત્યાગ અને કુટિલતાનો કેવો વિરોધ છે, એ કથા કરનાર વાદી વાદનો ચુકાદો આપનાર સભાપતિનું કેવું રમકડું બની શાઓને કેવી રીતે ઉપહાસાસ્પદ બનાવે છે, કલ્યાણ અને વાદના માર્ગો કેવી રીતે એક નથી, લાળ ઉડાડતી કરોડો કલહકથા કરતાં એક શાંતિકથા કેવી રીતે ચડે છે. વાદીને કેવી રીતે ઉજાગરો કરવો પડે છે, અને તે હારજીત બન્નેમાં કેવી રીતે મર્યાદા ખોઈ બેસે છે, કથાકલહને ધૂર્ત વિદ્વાનોએ મીમાંસા જેવા સુંદર નામમાં કેવી રીતે ફેરવી નાંખ્યો છે વગેરે અનેક જાતના જાકથાના દોષોનું એની સમીક્ષામાં માર્મિક અને મનોરંજક “ઉદ્ધાટન છે. ૩. દાર્શનિક અને વસ્તુચર્યાત્મક :- સાતમીર બત્રીશીને અંતે ૧. બ. ૮ - ૧, ૨, ૪, ૭, ૯, ૧૨, ૧૬, ૨૪. ૨. સાતમી બત્રીશીના પહેલા પદ્યમાં ધર્માર્થી–ધિકૃતારને એવું પદ છે. એ જ રીતે અગિયારમી રાજપ્રશંસાબત્રીશીમાં મદીપાનોસતિ એવું ૨૨ મું પદ્ય છે. પ્રો. યાકોબીની કલ્પના ધર્મકીર્તિ પછી જ સિદ્ધસેન થયા વિર્ષની જેણે જાણી હોય તેને ઉપરનાં પદો જોઈ એવી કલ્પના થઈ આવવાનો સંભવ છે કે સિદ્ધસેને પોતાના વિપક્ષી ધર્મકીર્તિનું સૂચન તો ઉક્ત પદોથી કર્યું ન હોય ? કાલિદાસના સમયનો વિચાર કરનાર કેટલાક વિદ્વાનો એના કાવ્યમાંથી અંદ-કુમાર, દિનાગ આદિ શબ્દો લઈ તેને આધારે સમય વિષે અનેક કલ્પનાઓ કરે છે. કોઈ ગ્રંથકારના સમય વિષેનું અનુમાન કાઢવામાં આવી ખાસ શબ્દવિષયક પદ્ધતિ ઘણીવાર અનુપયોગી જ એમ તો ન જ કહી શકાય. પરંતુ અહીં એટલું જ જણાવવાનું છે કે બીજાં બલવત્તર પ્રમાણોને આધારે સમયનો નિર્ધાર થયો હોય તો જ આવી શબ્દપ્રયોગની દલીલને એના પોષક તરીકે મૂકી શકાય. આવી દલીલથી તદ્દન સ્વતંત્રપણે

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38