Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya,
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
©સ્તવોપનિષદ્
- ૬e અને કલ્યાણ મંદિરમાં ક્યાંયે તત્ત્વજ્ઞાનનો ઉન્મેષ જ નથી. કલ્યાણમંદિર સિદ્ધસેનની કૃતિ હોત તો તેમાં જ તેનું સહજ તત્ત્વજ્ઞાન એકાદવાર તો આવ્યા વિના ન જ રહેત એમ કહેવાનું મન થઈ જાય છે.
ત્રીજી બીસીના આરંભમાં પુરુષોત્તમત્વની જે ભાવના મહાવીરમાં આરોપાઈ છે તે ગીતા (અ.૧૫) માંના પુરુષોત્તમના અને યોગ સૂત્ર (૧, ૨૪) માંના પુરુષવિશેષના વર્ણનને આભારી હોય એવી કલ્પના થાય છે.
વૈતાલીય છંદમાં ચોથી સ્તુતિ વાંચીએ છીએ ત્યારે વિષયભેદ છતાં શબ્દબંધ અને રણકારની સમાનતાને લીધે કાલિદાસના (કુમારસંભવ સર્ગ ૪) રતિવિલાપ અને (રઘુવંશ સર્ગ ૮) અજવિલાપનું તથા અશ્વઘોષવણિત (સૌંદરનંદ સર્ગ ૮) નંદના પ્રીવિઘાતનું સ્મરણ થયા વિના રહેતું નથી.
પાંચમી સ્તુતિ જો કે બત્રીશશ્લોકપ્રમાણ એક નાની કૃતિ છે છતાં તેમાં ગૃહસ્થાશ્રમ, ગૃહત્યાગ, કઠોર સાધના માટે વનવિહાર, થયેલ ભયંકર પરીષહો અને તે ઉપર મેળવેલો વિજય, પ્રાપ્ત થયેલ દિવ્ય જ્ઞાન અને તે વડે લોકોમાં કરેલ ધર્મપ્રચાર એ મહાવીરના જીવનને લગતી બાબતોનું તદ્દન ટૂંકાણમાં ક્રમિક વર્ણન હોઈ એને વાંચતાં એમ થઈ આવે છે કે જાણે મહાવીરના જીવનનું ટૂંકમાં ચિત્ત ખેંચતું આ નાનકડું કાવ્ય જ ન હોય !
સ્તુતિપંચકમાં મુખ્ય વસ્તુ સ્તુતિ છે અને સ્તુતિ એટલે અસાધારણ ગુણનું કથન. તેથી એ તો જોવાનું પ્રાપ્ત થાય જ છે કે સિદ્ધસેને પોતાના સ્તુત્ય મહાવીરની અસાધારણતા કઈ રીતે વર્ણવી છે. આ દષ્ટિએ સ્તુતિપંચક જોતાં તેમાં વર્ણવાયેલી અસાધારણતાને મુખ્યપણે ચાર ભાગમાં વહેંચી શકાય. (૧) સંપ્રદાયસ્વીકૃત શરીરના અતિશયના વર્ણન દ્વારા, (૨) જીવનમાં બન્યા તરીકે શાસ્ત્રમાં નોંધાયેલી
परिशिष्ट QR અદ્ભુત ઘટનાઓના વર્ણન દ્વારા (3) અન્ય સંપ્રદાયો અને તેમના માન્ય આચાર્યોના અધિક્ષેપ કરી વસંપ્રદાય અને તેના પ્રણેતા મહાવીરના ચડિયાતાપણાના વર્ણન દ્વારા અને (૪) આચાર, વિચાર, ભાષા, દૃષ્ટિ અને તાત્વિક સિદ્ધાંતની બાબતમાં અન્ય પ્રવાદીઓ કરતાં મહાવીરની વિશિષ્ટતાના વર્ણન દ્વારા.
અગિયારમી બત્રીશી પછી ગુણવચનદ્રાવિંશિકા એવું નામ મુદ્રિત છે. તેમાં કોઈ રાજાની સ્તુતિ છે. જાણે કે સ્તુતિકાર તે રાજાની સામે રહીને જ તેના તેજ, પરાક્રમ આદિ ગુણોનું કવિસુલભ વિવિધ કાનાઓ અને અલંકારો વડે અનેક જુદા જુદા છંદોમાં વર્ણન કરતા હોય એમ એ સ્તુતિ વાંચતાં લાગે છે.
૨. સમીક્ષાત્મક :- છઠ્ઠી બત્રીશીમાં આપ્તની સમીક્ષા છે, જે સમંતભદ્રની આપ્તમીમાંસા અને વિધાનંદીની આપ્તપરીક્ષા યાદ આપે છે. આ ત્રણેમાં આતનું નિર્ધારણ અને આર્તા તરીકેની છેલ્લી પસંદગી સમાન હોવા છતાં ત્રણેના માર્ગમાં થોડો થોડો ફેર છે. સમંતભદ્ર સાધારણ લોકમાં આપ્તત્વનાં સાધક મનાતાં બધાં જ બાહ્ય લક્ષણનું નિરાકરણ કરી આતત્વના ખરા સાધક તરીકે એક માત્ર વીતરણત્વને મુકરર કરે છે અને તેવું વીતરણપણે બીજા કોઈમાં નથી પણ જૈન તીર્થકરમાં છે એમ પસ્થાપે છે. અને એ સ્થાપવા એના અનેકાંતસ્પર્શી શાસનનું માર્મિક રીતે વર્ણન કરતાં પોતાનું જૈન તત્વજ્ઞાન તેમાં ગોઠવે છે. વિધાનંદી જૈન અરિહંતનો આપ્ત તરીકે નિર્ધાર કરવા માટે વસ્તુ તો સમંતભદ્રની જ લે છે. ૧. ચમરેંદ્રનો પ્રસંગ ૨, ૩. સંગમનો પરીષહ ૫, ૧૮. ૨. બ. ૧, ૫, ૬, ૭, ૧૨ ૩. દા.ત. ૧, ૧૮-૨૪ આદિ. ૪. જુઓ શ્લોક. ૨૨ ૫. જુઓ આખમી. શ્લો. ૧-૭
૧.
બ. ૧-૧૪.

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38