Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 32
________________ G७स्तवोपनिषद् જેમ સ્વયંભૂસ્તોત્રમાં અનેક છંદોની પસંદગી છે તેમજ બત્રીશીપંચકમાં પણ છે. સ્વયંભૂસ્તોત્રની શરૂઆત સ્વયંભૂ શબ્દથી થાય છે અને સમાપ્તિ (ગ્લો.૧૦૨) શ્લેષમાં કર્તાના (સમતભદ્ર) નામ સાથે થાય છે. બત્રીશીપંચકમાં પણ એમ જ છે. એમાં પણ પહેલો સ્વયંભૂ શબ્દ છે અને અંતે શ્લેષમાં (બ.૫,૩૨) કર્તાનું સિદ્ધસેન નામ છે. અનેક સમાન શબ્દો બન્નેમાં એક અથવા બીજી રીતે વપરાયેલા ખાસ ધ્યાન ખેંચે છે. તત્ત્વજ્ઞાન દ્વારા સ્તુત્ય દેવની મહત્તા જણાવતાં અમુક પ્રકારનું તત્ત્વ તેં જ પ્રતિપાદન કર્યું છે. બીજા કોઈએ નહિ એવી અન્યયોગવ્યવચ્છેદની" શૈલી બન્નેમાં એક સરખી છે, જે શૈલીને આગળ જતાં વિદ્યાનંદીએ આપ્તમીમાંસામાં અને હેમચંદ્રે પોતાની બીજી દ્વાäિશિકામાં અપનાવી છે. “હે પ્રભુ ! તારી સ્પર્ધાથી તારી બરાબરી કરવા નીકળેલ બીજા તપસ્વીઓ છેવટે હારી તારે જ શરણે આવ્યા.” આ આખી વસ્તુ બન્નેની સ્તુતિમાં જેવીને તેવી છે.” परिशिष्ट श સમતભદ્ર અને સિદ્ધસેન બન્નેએ પોતપોતાની સ્તુતિમાં ઈંદ્રના સહસ્રાક્ષપણાની પ્રસિદ્ધિ ઉપર જે કલ્પના કરી છે તે બિનપ્રતિબિંબ જેવી છે. બન્ને સ્તુતિકારોની સ્તુતિનું અર્થોપાદાન મુખ્યપણે તત્વજ્ઞાન છે. બન્ને જણ જૈન તત્વજ્ઞાનના આત્મારૂપ અનેકાંતની વિશિષ્ટતા અનેક રીતે દર્શાવી તે દ્વારા તેના પ્રરૂપક તરીકે પોતપોતાના સ્તુત્ય દેવોનું મહત્ત્વ ગાય છે. બન્નેની સ્તુતિઓમાં જ્યાં અને ત્યાં સ્તુતિને બહાને જૈન તત્વજ્ઞાનનાં વિવિધ અંગો અને જૈન આચારના વિવિધ અંશોની જ વિશિષ્ટતા નજરે પડે છે. ખરી રીતે બન્ને સ્તુતિઓનું આર્થિક ઉપાદાન એક માત્ર જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચાર છે. સ્વયંભૂ-બ્રહ્મા, મહેશ્વશિવ અને પુરુષોત્તમ - વિષ્ણુ એ પૌરાણિક ત્રિમૂર્તિની દેવ તરીકે જે ભાવના લોકમાનસમાં પ્રતિષ્ઠિત થઈ હતી અને જે ભાવના સદ્ધર્મપુંડરીક જેવા જૂના બૌદ્ધગ્રંથોમાં બૌદ્ધવિદ્વાનો દ્વારા બુદ્ધની સાથે જોડાયેલી આપણે જોઈએ છીએ તે ભાવનાને તે જ પૌરાણિક શબ્દોમાં લઈ સિદ્ધસેન” અને “સમંતભદ્ર બન્નેએ ઓછાવત્તા પ્રમાણમાં પોતાના સ્તુત્ય દેવ તીર્થકરમાં જૈન શૈલીએ સિંહનાદ શબ્દ બૌદ્ધપિટકમાંના મઝિમનિકોયમાં સિંહનાદસુત્તમાં બહુ પહેલેથી પ્રસિદ્ધ છે અને અશ્વઘોષ પણ તેને લીધો છે. નનાર હિંદનારું લ૦૫ જ્ઞ૦૮૪. ગીતા ૧-૧૨ માં પણ એ શબ્દ છે. પદ્યમાં આવેલા સમાન શબ્દો स्वयम्भू સ્વયંભૂ૦ ૧ બત્રીશી ૧-૧ વસુધાધૂ સ્વયંભૂ૦ ૩ બત્રીશી પ-૫ રૂતિ નિરુપમ સ્વયંભૂ૦ ૧૦૨ બત્રીશી પ-૩૨ ૧. સરખાવો બત્રીશી ૧,૨૬-૨૭-૨૮,૩,૨૦ સાથે સ્વયંભૂ ૧૯, ૨૫, ૩૩ २. यमीश्वरं वीक्ष्य विधूतकल्मषं तपोधनास्तेऽपि तथा बुभूषवः । વનૌઃ વમવધ્યયુદ્ધયઃ ફામપૉ રૂારમાં પ્રવેશે ના સ્વયંભૂ૦ ૧૩૪. अन्येऽपि मोहविजयाय निपीड्य कक्षामभ्युत्थितास्त्वयि विरूढसमानमानाः। अप्राप्य ते तव गतिं कृपणावसाना-स्त्वामेव वीर ! शरणं ययुरुद्वहन्तः ।। २.१० ૧. સ્વયંભૂ ૮૯ અને બત્રીશી પ-૧૫. ૨. દા.ત. સ્વયંભૂ ૧૪, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૩૩, ૪૧, ૪૨, ૪૩, ૪૪, પર, ૫૪, પ, ૬૦, ૬૧, ૬૨, ૬૩, ૬૪, ૬૫, ૮૨, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૧૮, ૧૧૯, ૧૨૦, અને બત્રીશી ૧-૨૦, ૨૪, ૨૬, ૨૮, ૨૯. ૨-૨૫, ૩-૩, ૮, ૧૦, ૧૧-૪, ૧૯ વગેરે. 3. एमेव ह लोकपिता स्वयंभूः चिकित्सकः सर्वप्रजान नाथः । ઈત્યાદિ. સદ્ધર્મપુંડરીક પૃ૦ ૩૨૯ અમરકોશમાં પણ બુદ્ધના નામ તરીકે અયવાદી અને વિનાયક શબ્દનો ઉપયોગ થયેલો છે. ખરી રીતે તો એ બન્ને શબ્દો વૈદિક સંપ્રદાયના છે. ૪. ૧, ૧.૨, ૧.૩, ૧ ૫. સ્વયંભૂ૦ ૧.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38