Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 37
________________ G७स्तवोपनिषद् આસન, જપ, પ્રાણાયામ વગેરે પ્રક્રિયાનું દિગ્દર્શન છે અને “યોગસૂત્રપ્રસિદ્ધ અપર અને પર વૈરાગ્યનું સ્પષ્ટ પૃથક્કરણ છે. એ વર્ણન છે તો ટૂંકું પણ તેમાં ઊંડાણ ઘણું ભાસે છે. સોળમી બનીશી તેના છપાયેલા નામ પ્રમાણે નિયતિવાદને લગતી છે, પણ ખરી રીતે એમાં શું વસ્તુ છે એ અશુદ્ધિને લીધે બરાબર સમજાતું નથી. વળી એમાં નિયતિ શબ્દ પણ દેખાતો નથી. જ્યારે ત્રીજી પ્રીશીમાં નિયતિ શબ્દ વપરાયેલો છે. છતાં બે વાત તો નક્કી જ ભાસે છે કે એમાં કોઈ દાર્શનિક વિષયની ચર્ચા છે અને તે બહુ ગૂઢ તથા તાર્કિક વિશ્લેષણવાળી છે. સત્તરમીથી વીસમી સુધીની ચાર બત્રીશીઓ અતિ અશુદ્ધ હોઈ પૂરેપૂરી અને યથાર્થ રીતે સમજવી તદ્દન મુશ્કેલ છે. છતાં એ ચારે જૈનદર્શનને લગતી છે એ બાબત કદી શંકા રહેતી નથી. સત્તરમી અને અઢારમી પછી કાંઈ નામ છપાયેલ નથી જ્યારે ઓગણશમી પછી દષ્ટિપ્રબોધ અને વીસમી પછી નિશ્ચયદ્વાચિંશિકા નામ છપાયેલું છે. વારંવાર અને બહુ પરિશ્રમપૂર્વક જોવાથી એ બીશીઓ વિષે જે કાંઈ ખ્યાલ આવ્યો છે તેનું ટૂંક તારણ આ પ્રમાણે છે - સત્તરમી બત્રીશીમાં આસ્રવ અને સંવર એ જૈન પારિભાષિક શબ્દો આવે છે. જાણે વ્યવહાર અને નિશ્ચયથી આસ્રવ અને સંવર તત્વનું નિરૂપણ કરાતું હોય એમ લાગે છે. સંસારના કારણનું અને મોક્ષના ઉપાયનું નિરૂપણ એ જ એ બત્રીશીનો વિષય લાગે છે. આર્યો-શ્રેષ્ઠમતિ પુરુષો દોષોને છાંડે છે, જ્યારે પૃથજનોસાધારણ માણસો ઘર આદિ (સગાં પરિવાર) ને છાંડી નીકળી જાય છે. પરંતુ પરોપકારમગ્ન પુરુષો તો એ બન્નેનું અનુસરણ કરે છે. (૧૬) આ ઉક્તિમાં કર્તાએ વ્યવહાર અને નિશ્ચય બન્ને પ્રકારની પ્રવજ્યાનો સમન્વય કરેલો લાગે છે. ૧. બ. ૩, ૮. રિશિષ્ટ © કર્મનું સમાન કે અસમાન ફળ જે નિમિત્તના સંબંધને આભારી છે તે નિમિત્તનું જ્ઞાન મેળવવું જ જોઈએ. કારણ કે વસ્તુ જાણનાર પછીથી સંતાપ પામતો નથી. જીવ મનથી જ વિષયોને ભોગવે છે. અને મનથી જ ત્યજે છે. એમ હોવાથી કર્મનું નિમિત્ત શરીરમાં છે કે બહાર છે, બહુ છે કે થોડું છે એ શી રીતે જાણી શકાય ? (૧૭૧૮) આમ કહી ગ્રંથકર્તા મન ધ્વ મનુણાનાં ઠારનું વન્યમોક્ષ; એ સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરતા હોય એમ લાગે છે. મમત્વથી અહંકાર નહિ પણ અહંકારથી તો મમતા માનવામાં આવે છે. કારણ કે સંકલ્પ-અહંકાર વિના મમતા સંભવતી જ નથી, તેથી અહંકારમાં જ અશિવ-દુઃખનું મૂળ છે. (૧૯) આમ કહી સિદ્ધસેન અહંકારને જ બધા દોષોનું મૂળ સૂચવે છે. અને તેના નિવારણના ઉપાય તરીકેની નાદમતિ હું નથી જ એવી બૌદ્ધભાવનાને લઈ તેને જૈનદષ્ટિએ અપનાવતાં કહે છે કે એ ભાવનાને અભાવ અને ભાવરૂપે સ્વીકારવામાં આવે છે. આમ કહી કર્તા સુખદુઃખનું સ્વરૂપ વર્ણવે છે. તે જ્ઞાન અને ક્રિયા બન્નેની સમ્મિલિતભાવે સાર્થકતા બતાવતાં કહે છે કે જેમ રોગનું માત્ર જ્ઞાન એ રોગની શાંતિ કરી નથી શકતું તેમ આચરણશૂન્ય જ્ઞાન વિષે પણ સમજવું xxxx (૨૭) અઢારમી બત્રીશીમાં અનુશાસન-તાલીમ કરતી વખતે કેટકેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જણાવવા સિદ્ધસેને દેશ, કાળ, પરંપરા, આચાર, ઉંમર અને પ્રકૃતિ તરફ ધ્યાન ખેંચ્યું છે.(૧) એમણે શાસન કરનારમાં કેટલા ગુણો હોવા જોઈએ એ જણાવતાં કહ્યું છે કે જેનામાં અંદર અને બહારની શુદ્ધિ હોય, સૌમ્યતા હોય, જેમાં તેજ અને કરુણા બન્ને હોય, જે પોતાના અને પારકા પ્રયોજનને જાણવા ઉપરાંત વાષ્પટુ હોય તેમજ જેણે આત્મા ઉપર કાબૂ મેળવ્યો હોય તે જ શાસક થઈ શકે. (૨)

Loading...

Page Navigation
1 ... 35 36 37 38