Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 5
________________ ૯૯૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ વિભાગ: ૧ શત્રુંજય યાત્રા વિધિ શત્રુંજય તીર્થની તળેટીથી યાત્રાનો પ્રારંભ થાય છે. આપણે સિદ્ધાચલજી પહોંચી ગયા સામે તળેટી નજરે ચડે. તળેટી સમક્ષ ભાવવાહી સ્તુતિ બોલીએ. પછી તળેટીનું ચિત્યવંદન કરીએ. ત્યાંથી ધીમે ધીમે એકેકું ડગલું દેતા દાદાના દરબાર સુધી પહોંચતા પ્રથમ શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ અને ચૈત્યવંદન કરીએ. પછી શ્રી આદીશ્વર પરમાત્માને ભેટીએ. ત્યાં પણ પ્રભુ તુતિ કરી ચૈત્યવંદન કરીએ. પછી પ્રભુજીના પગલાંને રાયણવૃક્ષ તળે નિહાળતાં આનંદિત થઈને રાયણ પગલાંની જ સ્તુતિ કરી ત્યાં પણ મૈત્યવંદન કરીએ. - પછી શ્રી પુંડરિક સ્વામીજી જેઓ શ્રી કષભદેવ ભગવંત સન્મુખ બિરાજમાન છે, તેની વંદના કરીએ. ત્યાં પણ તે ગણધર ભગવંતની સ્તુતિ બેલીને ચૈત્યવંદન કરીએ. છેલ્લે આપણે ભગવંતના પગલાને ઘેટીએ જઈ સ્પર્શના કરી ભાવોલ્લાસ પૂર્વક સ્તુતિ બેલી ચૈત્યવંદન કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 102