Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 8
________________ છે - આ સિદ્ધચક્રપાક્ષિક આગમોની પરબરૂપ છે તેમાં આવતી પ્રશ્નોત્તરી જેને આગમવાંચનનું આજ્ઞાન છે તેવા અંગે તેમાં રહેલા આગમ રહસ્યો અમૃત પાન કરાવી આત્મતૃપ્તિ કરાવે છે. - આ પાક્ષિક -બીજાં સાપ્તાહિક, પાક્ષિક, માસિકની જેમ વિગતો જણાવતું, ચાલું અભ્યાસના લેખો આપતું, વર્તમાન સમાચાર જણાવતું, કથાવાર્તાઓ આપતા બીજાં જે તે તે કાળ ઉપયોગી પત્રો : છે તેની હરોળમાં નહીં પણ એકાંતે આગમશાસ્ત્રો- ગૂઢપ્રશ્નોને સરળભાષામાં સમજાવતું આગમિક પાક્ષિક છે. બીજા પત્રો પણ ઉપયોગી તો હોય છતાં આ પત્ર આત્મલક્ષી - આત્મસ્પર્શી હોઇ. આત્માને ઉચ્ચપંથે લઇ જવામાં અને સાચું આત્મજ્ઞાન કરાવવામાં અતિ ઉપયોગી છે. ઘણીવખત શાસ્ત્રીય બાબતોમાં એવા એવા પ્રશ્નો થાય અને તેમાં મુંઝવણ પણ પેદા થાય પણ તેવા પ્રશ્નોનાં પણ સજ્જડ ઉકેલ આ પાક્ષિકમાંથી મળી જાય તેમ છે. તો તેને સાધંત વાંચનમાં લેવુ અતિ જરૂરી છે. જો - જ્યારે જ્યારે મુનિભગવંતોની સમિતિઓ નીમાતી કે શ્રમણભગવંતોનું સંમેલન થતું ત્યારે આગમોના મહાજ્ઞાતા તરીકે તથા આધારભૂત રૂપે શ્રીસાગરજી મ.ને તથા તેઓના સિદ્ધાંતોને સહુ જ મોખરે રાખતા હતા અને આધારરૂપ ગણતા હતા. વિ.સં. ૧૯૯૦ના પૂ.શ્રમણભંગવતોનું સંમેલન થયું ત્યારે પણ પ.પૂ.સાગરજીમહારાજ આગમની અને કવિધ વાનગીઓ જણાવવામાં તેઓશ્રી જ હતા. આવા અદ્વિતીય આગમધર મહાપુરૂષનાં વ્યાખ્યાનો રૂપ આ સિદ્ધચક્ર પાક્ષિક ૨૮ વર્ષ સુધી ચાલ્યું અને ત્યારપછી બંધ પડવાથી શ્રી સંઘમાં તેવા મહાપુરૂષોનાં વચનામૃતો મેળવવાની ખોટ પડી ગણાય પણ જે છે તેને પણ સારી રીતે સાચવવા એનો સંગ્રહ કરી પુનર્મુદ્રણરૂપે પ્રગટ કરવું અતિજરૂરી હતું. તો તેનું પુનર્મુદ્રણ કરવાથી શ્રીસંઘને તે આગમિક વચનામૃતો મળતા જ રહે અને તેથી શ્રીસંઘમાં આગમિકશાનની દૃષ્ટિએ ઘણોઘણો ઉપકાર થાય તે માટે આગમવિશારદ પૂ.પં. ગુરૂદેવશ્રી અભયસાગરજી મ. ના પટ્ટધર પ. પૂ. શ્રીમદ્ અશોકસાગરસૂરીશ્વરજી મ. સાહેબનો પુનર્મુદ્રણ માટે અથાક પ્રયત્ન અનુમોદનીય છે, અને તેમાં શ્રીસંઘનો સહકાર અત્યંત ઉપકાર રૂપ બનશેજ . આ મારી અલ્પબુદ્ધિમાં આવ્યું તે જણાવી વિરમું છું. વિ.સં.૨૦૫૭ માગશર સુદ-૨ છબીલદાસ કેશરીચંદ સંઘવી ૩૦૫, શંત્રુજ્ય એપાર્ટમેન્ટ, કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 696