Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 7
________________ મમાહ્ય વક્તવ્યમ મારૂં કિંચિત્ શ્રી સિદ્ધચક્ર પાક્ષિક O ૭૦ વર્ષ પૂર્વે આગમધર મહાપુરૂષો તથા ગણધર ભગવંતોની પ્રસાદીરૂપ આગમોદ્ધારક આ. શ્રી સાગરાનંદસૂરી મ. ના આગમિક પ્રવચનો થતાં આગમવાચનાઓ થતી અને ચતુર્વિધ સંઘ તેમાંના > એક પણ પ્રવચન જતાં ન કરતાં... ત્યારે તે આગમ-સિદ્ધાંતો-ઐતિહાસિક વાતો ભાવિપ્રજાને ઉપકારક જ થાય તે માટે તે તમામ પ્રવચનોનું સંપૂર્ણ આલેખન થતું ધીમે ધીમે તે પ્રવચનો જ્ઞાનીઓને આધારરૂપ ) નિવડ્યાં. અને તે બધાને પ્રાપ્ત થાય તેવા ઉદેશથી સંઘને એવી વિચારણાં થતાં વિ.સં. ૧૯૮૮ આ.સુ. ૧૫ તા. ૧૫-૧૦-૧૯૩૨માં શ્રી સિદ્ધચક્ર પાક્ષિકનો જન્મ થયો. આ આગમધર પુરૂષ એટલે ? હુલામણા નામથી બોલાતા શ્રી સાગરજી મ. અને મૂળ નામ પૂ.આ.શ્રી આનંદસાગર સૂરિ મ. - સાગરાનંદસૂરિજી મ. આપણે શ્રી સાગરજી મ. ના નામથી આગળ વધીએ. આ સાગરજી મ. એટલે વર્તમાનમાં આગમોના મહાન જ્ઞાતા જેથી આગમોદ્ધારક એવું પણ નામ હતું. જેમ શાસ્ત્રકાર ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. પછી ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. બધા વિષયોમાં જ્ઞાતા થયા અને તેથી જ તેઓ ઉપનામ તરીકે લઘુ હરિભદ્ર ગણાતા હતા એમ પૂ. સાગરજી મ. પણ તેઓથી અઢીસો વર્ષ થયા અને અજોડ આગમિક જ્ઞાનના કારણે લઘુ યશોવિજયજી તરીકે ઓળખાવા લાગ્યા હતા. આ કાળમાં તેઓશ્રી સાગર એટલે આગમજ્ઞાનના સાચે સાચ સાગર જ હતા, વળી કાશીબનારસની વિદ્વાનોની જાહેરસભાને સ્યાદ્વાદ સિધ્ધાન્તના વ્યાખ્યાન ઉપર આશ્ચર્યચકિત બનાવી દીધી હતી અને તે મહાવિદ્વાનોએ પણ મુખમાં આંગળા નાંખી કહ્યું હતું કે આવું સંસ્કૃતભાષામાં ધારાપ્રવાહ મહાસંધિપૂર્વકનું ભાષણ આપણી ખુદ માતૃભાષા હોવા છતાં આપ્યું નથી જે આ મહાપુરૂષ આપ્યું છે. તે સાગરજી મહારાજશ્રી વ્યાખ્યાનો - પ્રવચનોના ટંકોત્કીર્ણ- ટંકશાળી આગમિક શબ્દો ભાવિ પ્રજાના હિત માટે - ભાવિપ્રજાનીગૂઢ -ગૂઢતર-ગુઢતમ પ્રશ્નો જાણવા માટે સિધ્ધચક્ર પાક્ષિકનો પ્રારંભ થયેલ. આ સિધ્ધચક્ર માસિકમાં તત્વનો ભરપૂર ખજાનો ભર્યો ભર્યો છે. આ પાક્ષિકે તેને વાંચનાર - મનન કરનાર - નિદિધ્યાસન કરનાર અનેક મોક્ષાભિલાષિ આત્માઓને વૈરાગી બનાવ્યા છે, શાસનની ધુરાને વહન કરી શકે એવા વિદ્વાન બનાવ્યા છે અને મહાનવ્યાખ્યાનકાર પણ બનાવ્યા છે. - આ સિદ્ધચક્રપાક્ષિક તત્વનાં ખજાનારૂપ છે. સિદ્ધચક્રના પાક્ષિકના અંકો એટલે ઝળહળતો (US 11 આગમનો ખજાનો છે અને દરેક પાને ઝળહળતું આગમ જવાહિર ભર્યું છે. ) , W)

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 696