Book Title: Siddha Prabhrutam Satikam Author(s): Parshwaratnasagar Publisher: Omkarsuri Jain Gyanmandir View full book textPage 4
________________ પ્રકાશકિય ‘શ્રીસિદ્ધપ્રાકૃત’ ગ્રંથ ચિરંતનાચાર્ય રચિત પ્રાચીન ટીકા અને મુનિ પાર્શ્વરત્નસાગરજીએ કરેલ ગ્રંથ અને ટીકાના અનુવાદ સાથે પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. પૂર્વે તો અત્યારે ઉપલબ્ધ નથી પણ પ્રાકૃતગ્રંથોમાં પૂર્વની કેટલીક બાબતો જળવાયેલી છે. આ સિદ્ધપ્રાકૃતગ્રંથ બીજા આગ્રાયણીય નામના પૂર્વમાંથી પૂર્વીર્ષએ ઉદ્ધૃત કરેલ છે. પ્રાચીન ટીકા પણ આ ગ્રંથ ઉપરની મળે છે. વિર્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજી મ.સા.એ તાડપત્રીય વગેરે પાંચ હસ્તલિખિતપ્રતોના આધારે આનું સંપાદન કરેલું આત્માનંદસભા દ્વારા વિ.સં. ૧૯૯૭માં પ્રકાશિત આ ગ્રંથનું પુનર્મુદ્રણ જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા વિ.સં. ૨૦૫૮માં થયું છે. ગુજરાતી અનુવાદ સાથે પ્રથમવાર આ ગ્રંથરત્ન પ્રગટ થાય છે. પૂ.આ.ભ.શ્રી અરવિંદસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તીની પૂ.સા.શ્રી મહાયશાશ્રીજીના શિષ્યા પૂ.સાધ્વી શ્રી સિદ્ધિયશાશ્રીજીએ સા.જિનયશાશ્રીજીના શિષ્યા સા.શ્રી ભક્તિધરાશ્રીજીએ અને પૂ.સા.શ્રી કુલચન્દ્રાશ્રીજીના શિષ્યા પૂ.સા.શ્રી વિનયપૂર્ણાશ્રીએ શ્રુતભક્તિથી પ્રેરાઈને આ ગ્રંથના પ્રુફો જોઈ આપ્યા છે. ખૂબ ખૂબ અનુમોદના. આ ગ્રંથની પ્રસ્તાવના પૂ.આ.ભ.શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા.એ લખી આપીને ગ્રંથની ઉપાદેયતામાં વધારો કર્યો છે. અધિકારી વિદ્વાનો સિદ્ધભગવંતના વર્ણન સ્વરૂપ આ ગ્રંથનું અધ્યયન કરી આત્મકલ્યાણને વરે એજ અભિલાષા. ફા.વ.૧૫ વિ.સં. ૨૦૬૯ લી. પ્રકાશકPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 210